Bharuchના વાગરાના વીંછીયાદ ગામમાં કેડસમા પાણી ભરાતા સ્થાનિકોનું કરાયું રેસ્કયૂં

ભરૂચના વાગરાના વીંછીયાદ ગામમાં કેડસમાં પાણી ભરાતા સ્થાનિકોનું રેસ્કયૂ કરવામાં આવી રહ્યું છે.ગામની નવી નગરીમાં પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે,પૂરના પાણી લોકોના ઘરમાં ભરાઈ ગયા છે.12થી વધુ ઘરમાં રહેતા 80 લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે.આંકોટ અને વિલાયત ગામમાં 1-1 મકાન પણ ધરાશાયી થયું છે. ભરૂચના વાગરામાં સ્થિતિ ખરાબ ભરૂચના વાગરમાં વરસાદ તો અટકી ગયો છે,પરંતુ તેના બાદ લોકોના ઘરમાં પાણી ભરાવાની સ્થિતિનું સર્જન થયું છે,વાગરાના ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે,એનડીઆરએફની ટીમ તેમજ સ્થાનિક તંત્ર દ્રારા લોકોનું રેસ્કયૂ કરવામાં આવી રહ્યું છે,ત્યારે સ્થાનિકો કહી રહ્યાં છે કે,ગત વર્ષે પણ વરસાદના કારણે પાણી ઘર સુધી આવી ગયા હતા. અનેક જિલ્લાઓમાં વરસાદને કારણે એલર્ટ જાહેર ગુજરાતમાં હાલ બે વરસાદી સિસ્ટમ સક્રિય છે. ત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોન્સૂન ટ્રફના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે રાજ્યમાં અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે. તો અનેક જિલ્લાઓમાં વરસાદને લઈને એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યા છે. અમદાવાદમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. 12 વાગ્યા સુધી રાજ્યના 83 તાલુકામાં વરસાદ ખાબક્યો આજે વહેલી સવારે 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી રાજ્યના 83 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ વિજાપુરમાં સાડા 3 ઈંચ વરસાદ નોંધાયો છે. આ સાથે જ માણસામાં 3 ઈંચ વરસાદ, ડીસામાં અઢી ઈંચ વરસાદ ખાબક્યો છે. બનાસકાંઠાના ડીસા પંથકમાં વહેલી સવારથી વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે,સતત ચોથા દિવસે વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.ખેડૂતોના પાકને સમયસર પાણી મળી રહેતા પાકને જીવતદાન મળ્યું છે.સાથે સાથે ડીસામાં બારે મેઘ ખાંગા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે.ડીસા પંથકમાં છેલ્લા ચાર દિવસથી વરસાદના કારણે ચેકડેમો છલકાઈ રહ્યાં છે.  

Bharuchના વાગરાના વીંછીયાદ ગામમાં કેડસમા પાણી ભરાતા સ્થાનિકોનું કરાયું રેસ્કયૂં

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


ભરૂચના વાગરાના વીંછીયાદ ગામમાં કેડસમાં પાણી ભરાતા સ્થાનિકોનું રેસ્કયૂ કરવામાં આવી રહ્યું છે.ગામની નવી નગરીમાં પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે,પૂરના પાણી લોકોના ઘરમાં ભરાઈ ગયા છે.12થી વધુ ઘરમાં રહેતા 80 લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે.આંકોટ અને વિલાયત ગામમાં 1-1 મકાન પણ ધરાશાયી થયું છે.

ભરૂચના વાગરામાં સ્થિતિ ખરાબ

ભરૂચના વાગરમાં વરસાદ તો અટકી ગયો છે,પરંતુ તેના બાદ લોકોના ઘરમાં પાણી ભરાવાની સ્થિતિનું સર્જન થયું છે,વાગરાના ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે,એનડીઆરએફની ટીમ તેમજ સ્થાનિક તંત્ર દ્રારા લોકોનું રેસ્કયૂ કરવામાં આવી રહ્યું છે,ત્યારે સ્થાનિકો કહી રહ્યાં છે કે,ગત વર્ષે પણ વરસાદના કારણે પાણી ઘર સુધી આવી ગયા હતા.


અનેક જિલ્લાઓમાં વરસાદને કારણે એલર્ટ જાહેર

ગુજરાતમાં હાલ બે વરસાદી સિસ્ટમ સક્રિય છે. ત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોન્સૂન ટ્રફના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે રાજ્યમાં અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે. તો અનેક જિલ્લાઓમાં વરસાદને લઈને એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યા છે. અમદાવાદમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

12 વાગ્યા સુધી રાજ્યના 83 તાલુકામાં વરસાદ ખાબક્યો

આજે વહેલી સવારે 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી રાજ્યના 83 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ વિજાપુરમાં સાડા 3 ઈંચ વરસાદ નોંધાયો છે. આ સાથે જ માણસામાં 3 ઈંચ વરસાદ, ડીસામાં અઢી ઈંચ વરસાદ ખાબક્યો છે. બનાસકાંઠાના ડીસા પંથકમાં વહેલી સવારથી વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે,સતત ચોથા દિવસે વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.ખેડૂતોના પાકને સમયસર પાણી મળી રહેતા પાકને જીવતદાન મળ્યું છે.સાથે સાથે ડીસામાં બારે મેઘ ખાંગા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે.ડીસા પંથકમાં છેલ્લા ચાર દિવસથી વરસાદના કારણે ચેકડેમો છલકાઈ રહ્યાં છે.