Gujarat Rain: પુરગ્રસ્ત વિસ્તારોના પીડિતોને સેવાભાવી સંસ્થાઓએ 40 હજારથી વધુ કીટો આપી
યુવક મંડળ અને મહિલા મંડળોએ કીટો તૈયાર કરી કીટમાં કરીયાણાની સામગ્રી તૈયાર કરવામાં આવી જીવન જરૂરિયાતની ચીજ-વસ્તુઓ આપવામાં આવી સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદને પગલે અનેક જગ્યાએ ઘણું નુકસાન થયું છે. જેને પગલે સરકાર દ્વારા રાહતકાર્યો તેમજ ફસાયેલા લોકોને બચાવવા માટે કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં સેવાભાવી સંસ્થાઓ પણ પાછળ નથી. અનેક સેવાભાવી સંસ્થાઓ આ સેવા કાર્યમાં જોડાયા છે. કચ્છ અને વડોદરાના પુરગ્રસ્ત વિસ્તારોમાં લોકોની વ્હારે સેવાભાવી સંસ્થાઓ અને સુરેન્દ્રનગરના યુવાનો આવ્યા છે. સુરેન્દ્રનગરના યુવાનોએ ફંડ એકત્રિત કરીને 40 હજાર કરતાં વધુ કીટો તૈયાર કરીને પેકીંગ કરીને પુરગ્રસ્ત વિસ્તારોમાં મોકલવામાં આવી રહી છે. યુવક મંડળ, મહિલા મંડળ અને રામ ભરોસે લોકોએ રૂપીયા આપીને કીટો તૈયાર કરીને મોકલવામાં આવી રહી છે. જીવન જરૂરિયાતની ચીજ-વસ્તુઓ આપવામાં આવી આ કીટમા 5 કિલો ચોખા, 2 કિલો દાળ, 1 કિલો તેલ, 1 કિલો મીઠું, 1 કિલો ખાંડ, 1 કિલો ગોળ 250 ગ્રામ ચા, 250 ગ્રામ મરચું, 250 ગ્રામ હળદર, 250 ગ્રામ ધાણાજીરું, માચીસ પેકેટ, ટુથ પેસ્ટ, ટુથ બ્રશ, ન્હાવાના સાબુ, કપડાં ધોવાના સાબુ સહીતની કીટ તૈયાર કરવામાં આવી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- યુવક મંડળ અને મહિલા મંડળોએ કીટો તૈયાર કરી
- કીટમાં કરીયાણાની સામગ્રી તૈયાર કરવામાં આવી
- જીવન જરૂરિયાતની ચીજ-વસ્તુઓ આપવામાં આવી
સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદને પગલે અનેક જગ્યાએ ઘણું નુકસાન થયું છે. જેને પગલે સરકાર દ્વારા રાહતકાર્યો તેમજ ફસાયેલા લોકોને બચાવવા માટે કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં સેવાભાવી સંસ્થાઓ પણ પાછળ નથી. અનેક સેવાભાવી સંસ્થાઓ આ સેવા કાર્યમાં જોડાયા છે.
કચ્છ અને વડોદરાના પુરગ્રસ્ત વિસ્તારોમાં લોકોની વ્હારે સેવાભાવી સંસ્થાઓ અને સુરેન્દ્રનગરના યુવાનો આવ્યા છે. સુરેન્દ્રનગરના યુવાનોએ ફંડ એકત્રિત કરીને 40 હજાર કરતાં વધુ કીટો તૈયાર કરીને પેકીંગ કરીને પુરગ્રસ્ત વિસ્તારોમાં મોકલવામાં આવી રહી છે. યુવક મંડળ, મહિલા મંડળ અને રામ ભરોસે લોકોએ રૂપીયા આપીને કીટો તૈયાર કરીને મોકલવામાં આવી રહી છે.
જીવન જરૂરિયાતની ચીજ-વસ્તુઓ આપવામાં આવી
આ કીટમા 5 કિલો ચોખા, 2 કિલો દાળ, 1 કિલો તેલ, 1 કિલો મીઠું, 1 કિલો ખાંડ, 1 કિલો ગોળ 250 ગ્રામ ચા, 250 ગ્રામ મરચું, 250 ગ્રામ હળદર, 250 ગ્રામ ધાણાજીરું, માચીસ પેકેટ, ટુથ પેસ્ટ, ટુથ બ્રશ, ન્હાવાના સાબુ, કપડાં ધોવાના સાબુ સહીતની કીટ તૈયાર કરવામાં આવી છે.