Surat: એક વર્ષથી અમેરિકામાં રહેતાં શિક્ષિકાને સમિતિએ ટર્મિનેટ કર્યા

બે શિક્ષકને 23મીએ હાજર રહેવા ફરમાન અમેરિકામાં રહીને 3 મહિનાનો પગાર લીધો શિક્ષકો હાજર નહીં રહે તો તેમને પણ સસ્પેન્ડ કરાશે છેલ્લા એક વર્ષથી અમેરિકામાં રહી ત્રણ મહિનાનો પગાર મેળવી 10 નોટિસના જવાબ નહીં આપનાર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શિક્ષિકાને આખરે સમિતિએ ટર્મિનેટ કર્યા છે. જ્યારે અન્ય બે શિક્ષકોને 23મી ઓગસ્ટના રોજ સમિતિ સમક્ષ હાજર રહેવા માટે પણ ફરીથી નોટિસ આપવામાં આવી છે. જો તેઓ 23મી ઓગસ્ટના રોજ હાજર નહીં રહેશે તો તેમને પણ ટર્મિનેટ કરવામાં આવશે. શિક્ષકો સામે સમિતિએ કાર્યવાહી શરૂ કરી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ શાળાના શિક્ષકો કે જેઓ વિદેશ યાત્રા માટે રજા લઈને નીકળી ગયા છે, પરંતુ એક વર્ષથી પણ વધુ સમયથી પરત આવ્યા નથી. આવા શિક્ષકો વિરુદ્ધ સસ્પેન્ડ કરવા માટેની કાર્યવાહી કરવામાં આવી રહી છે. બે મહિલા શિક્ષક કે જેઓએ સમિતિ પાસેથી એક સમય મર્યાદા માટે વિદેશ જવા માટેની પરવાનગી માગી હતી, પરંતુ તે સમયે મર્યાદામાં તેઓ પરત નથી આવ્યા અને ત્રણ મહિના સુધીનો પગાર પણ લીધો છે. આવા શિક્ષિકાઓ સામે સમિતિએ કાર્યવાહી શરૂ કરી દીધી છે. એક શિક્ષક તો જોડાયા તારીખથી સ્કૂલમાં પગ મુક્યો નથી શાળા ક્રમાંક 121ના નિમિષા પટેલ એક વર્ષથી અમેરિકા છે અને ત્રણ મહિના સુધી પગાર પણ દીધા છે. 10થી વધુ નોટિસ આપ્યા છતાં તેઓ આજ દિન સુધી નોટિસના જવાબ પણ આપ્યા નથી અને પરત ફરજ પણ હાજર રહ્યા નથી. જેથી તેઓને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા ટર્મિનેટ કરવામાં આવ્યા છે. તેમજ 190ના આરતી ચૌધરી છેલ્લા છ મહિનાથી વિદેશ છે એમને 10 નોટિસ આપવામાં આવી છે. સુરતમાં રહેતા અન્સારી મુસાની કોઈ જ ખબર નથી, એટલું જ નહીં અન્સારી મુસા નામના જે શિક્ષક છે, તેઓ જ્યારથી શાળા સાથે સંકળાયેલા છે, ત્યારથી જ તેઓ આજદિન સુધી શાળા આવ્યા જ નથી. તેઓને પણ ત્રણ મહિનાનો પગાર આપવામાં આવ્યો છે. તેઓ વિદેશ ગયા નથી, પરંતુ તેઓ અંગે કોઈ પણ જાણકારી સમિતિ પાસે નથી. આવનાર દિવસોમાં તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. અન્ય બે શિક્ષકોને પણ ટર્મિનેટ કરે તેવી શક્યતા આ સમગ્ર શિક્ષણ સમિતિના અધ્યક્ષ રાજેન્દ્ર કાપડિયાએ જણાવ્યું હતું કે, 10થી વધુ નોટિસ આપ્યા બાદ પણ કોઈ જવાબ કે હાજર નહીં રહેતા નિમિષા પટેલને સમિતિએ ટર્મિનેટ કર્યા છે. અન્સારી મુસા 275 નંબરના શાળામાં ભણાવે છે. તેમજ અન્ય શિક્ષિકા કે જેવો વિદેશમાં છે, આ બંનેને 23મી ઓગસ્ટના રોજ સમિતિ સમક્ષ હાજર રહેવા માટે જણાવવામાં આવ્યું છે. જો તેઓ હાજર નહીં રહેશે તો તેઓને પણ ટર્મિનેટ કરવામાં આવશે.

Surat: એક વર્ષથી અમેરિકામાં રહેતાં શિક્ષિકાને સમિતિએ ટર્મિનેટ કર્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • બે શિક્ષકને 23મીએ હાજર રહેવા ફરમાન
  • અમેરિકામાં રહીને 3 મહિનાનો પગાર લીધો
  • શિક્ષકો હાજર નહીં રહે તો તેમને પણ સસ્પેન્ડ કરાશે

છેલ્લા એક વર્ષથી અમેરિકામાં રહી ત્રણ મહિનાનો પગાર મેળવી 10 નોટિસના જવાબ નહીં આપનાર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શિક્ષિકાને આખરે સમિતિએ ટર્મિનેટ કર્યા છે. જ્યારે અન્ય બે શિક્ષકોને 23મી ઓગસ્ટના રોજ સમિતિ સમક્ષ હાજર રહેવા માટે પણ ફરીથી નોટિસ આપવામાં આવી છે. જો તેઓ 23મી ઓગસ્ટના રોજ હાજર નહીં રહેશે તો તેમને પણ ટર્મિનેટ કરવામાં આવશે.

શિક્ષકો સામે સમિતિએ કાર્યવાહી શરૂ કરી

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ શાળાના શિક્ષકો કે જેઓ વિદેશ યાત્રા માટે રજા લઈને નીકળી ગયા છે, પરંતુ એક વર્ષથી પણ વધુ સમયથી પરત આવ્યા નથી. આવા શિક્ષકો વિરુદ્ધ સસ્પેન્ડ કરવા માટેની કાર્યવાહી કરવામાં આવી રહી છે. બે મહિલા શિક્ષક કે જેઓએ સમિતિ પાસેથી એક સમય મર્યાદા માટે વિદેશ જવા માટેની પરવાનગી માગી હતી, પરંતુ તે સમયે મર્યાદામાં તેઓ પરત નથી આવ્યા અને ત્રણ મહિના સુધીનો પગાર પણ લીધો છે. આવા શિક્ષિકાઓ સામે સમિતિએ કાર્યવાહી શરૂ કરી દીધી છે.

એક શિક્ષક તો જોડાયા તારીખથી સ્કૂલમાં પગ મુક્યો નથી

શાળા ક્રમાંક 121ના નિમિષા પટેલ એક વર્ષથી અમેરિકા છે અને ત્રણ મહિના સુધી પગાર પણ દીધા છે. 10થી વધુ નોટિસ આપ્યા છતાં તેઓ આજ દિન સુધી નોટિસના જવાબ પણ આપ્યા નથી અને પરત ફરજ પણ હાજર રહ્યા નથી. જેથી તેઓને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા ટર્મિનેટ કરવામાં આવ્યા છે. તેમજ 190ના આરતી ચૌધરી છેલ્લા છ મહિનાથી વિદેશ છે એમને 10 નોટિસ આપવામાં આવી છે. સુરતમાં રહેતા અન્સારી મુસાની કોઈ જ ખબર નથી, એટલું જ નહીં અન્સારી મુસા નામના જે શિક્ષક છે, તેઓ જ્યારથી શાળા સાથે સંકળાયેલા છે, ત્યારથી જ તેઓ આજદિન સુધી શાળા આવ્યા જ નથી. તેઓને પણ ત્રણ મહિનાનો પગાર આપવામાં આવ્યો છે. તેઓ વિદેશ ગયા નથી, પરંતુ તેઓ અંગે કોઈ પણ જાણકારી સમિતિ પાસે નથી. આવનાર દિવસોમાં તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.

અન્ય બે શિક્ષકોને પણ ટર્મિનેટ કરે તેવી શક્યતા

આ સમગ્ર શિક્ષણ સમિતિના અધ્યક્ષ રાજેન્દ્ર કાપડિયાએ જણાવ્યું હતું કે, 10થી વધુ નોટિસ આપ્યા બાદ પણ કોઈ જવાબ કે હાજર નહીં રહેતા નિમિષા પટેલને સમિતિએ ટર્મિનેટ કર્યા છે. અન્સારી મુસા 275 નંબરના શાળામાં ભણાવે છે. તેમજ અન્ય શિક્ષિકા કે જેવો વિદેશમાં છે, આ બંનેને 23મી ઓગસ્ટના રોજ સમિતિ સમક્ષ હાજર રહેવા માટે જણાવવામાં આવ્યું છે. જો તેઓ હાજર નહીં રહેશે તો તેઓને પણ ટર્મિનેટ કરવામાં આવશે.