Mehsana: નણંદ-ભાભીના આપઘાત મુદ્દે ખુલાસો, બંને યુવકો સાથે ભાગ્યા હતા
મહેસાણા જિલ્લાના કડી તાલુકાના મૂળ નગરાસણના વતની નણંદ- ભાભી થોડાક દિવસો અગાઉ એક ચિઠ્ઠી લખી નર્મદા કેનાલમાં પડ્યા હોવાની શંકાને લઈ કડી પોલીસ તેમજ તંત્ર ગોથે ચડી ગયું હતું. જ્યારે બેથી ત્રણ દિવસ સુધી કેનાલમાં સ્થાનિક તરવૈયાઓની મદદથી બંનેની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ કેનાલમાં પણ બંને મળી ન આવતાં પોલીસે સીસીટીવી અને સીડીઆરની મદદથી બંનેની શોધખોળ હાથ ધરી હતી. આખરે બંને જણા બે યુવકો સાથે ભાગી ગયા હતા તેઓ ઘટસ્ફોટ થયો હતો. ત્યાર બાદ પોલીસે બંને યુવકો સાથે નણંદ ભાભીને ઝડપી બંનેના પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા. આત્મહત્યાની ચિઠ્ઠી લખીને ભાગ્યા હતા કડી તાલુકાના નગરાસણ ગામના વતની અને કડી ઓગણનાથ મહાદેવ રોડ ઉપર આવેલી મારુતિનંદન સોસાયટીમાં પરિવાર સાથે રહેતા ભાભી હેતલ અને નણંદ રેણુકા બંને જણા પોતાના ઘરેથી નીકળી ઓગણનાથ મહાદેવની પાછળ આવેલી મુખ્ય નર્મદા કેનાલ ઉપર એક ચિઠ્ઠી લખી અને બંનેના ફોટા તેમજ નંબર લખી કેનાલમાં કૂદી પડ્યા હતા, તેવી શંકા ઉપજાવી નાખેલી હતી. ચિઠ્ઠીમાં લખેલું હતું કે,"ગુડ બાય હું લાઈફથી કંટાળી ગઇ છું અને મારા મોતનું કારણ હું જ છું કોઈનો વાંક નથી" તેવું લખીને કેનાલમાં કૂદ્યા હતા. જ્યાં રાહદારી દ્વારા ચિઠ્ઠી જોઈને લખેલા નંબર ઉપર સંપર્ક કરતાં હેતલના પતિ અજયનો નંબર હતો. જ્યાં રાહદારી દ્વારા અજયને જાણ કરાતાં અજય સહિત પરિવારજનો કેનાલ ઉપર પહોંચ્યા હતા. જે બાદ પોલીસ અને તરવૈયાઓને જાણ કરાતાં ઘટનાસ્થળે કડી પોલીસ તેમજ સ્થાનિક સરવૈયાઓ અને મહેસાણા ફાયર બ્રિગેડ પણ આવી પહોંચ્યું હતું. જ્યાં બેથી ત્રણ દિવસ સુધી બંનેની શોધખોળ કેનાલમાં કરી, પરંતુ બંનેનો કોઈ જ પત્તો લાગ્યો ન હતો. પરિવાર સૂઈ રહ્યો હતો અને બંને ભાગી ગયા મૂળ કડી તાલુકાના નગરાસણ ગામના નણંદ અને ભાભી અચાનક જ પરિવાર સૂતો રહ્યો હતો અને બંને જણા અગમ્ય કારણોસર નર્મદા કેનાલમાં કૂદી ગયા હતા, તેવી શંકાના આધારે પોલીસ દ્વારા સ્થાનિક તરવૈયાઓની મદદથી કેનાલમાં શોધખોળ હાથ ધરી હતી. પરંતુ, મળી ન આવતાં આખરે હેતલના પતિ અને રેણુકાના ભાઈ અજય સોલંકી દ્વારા જાણવાજોગ ફરિયાદ આપવામાં આવેલી હતી. કડી પોલીસ દ્વારા શોધખોળ કરવામાં આવી કડી પોલીસ દ્વારા સીસીટીવી કેમેરા તેમજ સીડીઆરની મદદથી બંનેની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ આખરે હેતલે તેના પતિ અજયને અજાણ્યા નંબર ઉપરથી ફોન કરીને જાણ કરી હતી કે, હું હિંમતનગર છું, મને આવીને લઈ જાઓ. તેવું કહેતાની સાથે જ અજય દ્વારા કડી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવામાં આવેલો હતો. જે બાદ પોલીસ કોસ્ટેબલ જીતેન્દ્રસિંહ વિલંબ કર્યા વગર જ પતિ અજય સાથે તેઓ હિંમતનગર ખાતે જવા રવિવારે રવાના થયા હતા. જે બાદ કડી પોલીસ જીતેન્દ્રસિંહ દ્વારા હિંમતનગર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી હેતલને હિંમતનગર બસ સ્ટેશન પરથી હિંમતનગર બી ડિવિઝન પોલીસે હસ્તગત કરી લીધી હતી. પરંતુ નણંદ રેણુકા પરિવારના બીકના કારણે ભાભીથી અલગ થઈ બસ સ્ટેશનથી ભાગી ચૂકી હતી. રેણુકા અન્ય યુવકો સાથે પરિવારની બીકના કારણે ભાગી ચૂકી હતી. બસ સ્ટેન્ડ ખાતેથી જ્યાં કડી પોલીસ સ્ટેશનના હિતેન્દ્રસિંહ પરિવાર સાથે હેતલને લઈ આવવા માટે નીકળી ગયેલા હતા. જે બાદ પોલીસ દ્વારા રસ્તામાં હેતલનું કાઉન્સીલિંગ કરતા પોલીસ સ્ટાફ હેતલને લઈ હજુ મહેસાણા પહોંચવા જ આવી હતી. ત્યાં હેતલએ પોલીસને કહ્યું હતું કે, રેણુકા મારી સાથે જ હતી અને તે તેના સાથી મિત્ર સાથે તે હાથમતી નદીની કોતરોમાં સંતાયેલી છે. એવું કહેતાની સાથે જ હિતેન્દ્રસિંહએ કડી પોલીસ સ્ટેશનના પી.આઇ પી.એલ વાઘેલાનો સંપર્ક કરી જાણ કરી હતી. જ્યાં પીઆઇ વાઘેલાની સુચનાથી હિતેન્દ્રસિંહ હેતલને લઈ પરત હિંમતનગર જવા રવાના થયા હતા. કડી પોલીસ હેતલ તેમજ તેના પરિવારને લઈ પરત હિંમતનગર ફરતા હિંમતનગર પોલીસનો સંપર્ક કર્યો હતો. હિંમતનગર પોલીસ સાથે રાખી હિંમતનગર નવીન જિલ્લા પંચાયત ભવનની પાછળના ભાગે હાથમતી નદીની કોતરોમાં અંધારામાં તેની શોધખોળ હાથ ધરી હતી. હેતલે જેમ જેમ રસ્તાનું કહેતી કડી પોલીસ અને હિંમતનગર પોલીસ તેમ તેમ તે રસ્તા ઉપર જતી હતી અને રેણુકાની શોધખોળ કરતી હતી. હેતલ જેમ કહે તેમ પોલીસ તે રસ્તા ઉપરથી બેથી ત્રણ વખત નીકળી હતી. આખરે તે એક બગીચાની પાછળ ઝાંડી, ઝાખરામાં સંતાયેલી હોવાનું જણાવતા હિંમતનગરમાં નવીન ઉદ્યોગિક ભવન બંધ પડેલું ત્યાં પહોંચતા બગીચાની પાછળ ઝાંખરાઓમાંથી પરોઢિયે રેણુકાને અજાણ્યા યુવક સાથે કડી પોલીસ હિંમતનગર પોલીસ અને પરિવારે તેઓને ઝડપી પાડ્યા હતા તેવું જીતેન્દ્રસિંહએ જણાવ્યું હતું. આઠ દિવસ પૂર્વે ચિઠ્ઠી લખીને કેનાલમાં નણંદ ભાભી પડ્યા હોવાની શંકા ગઈ હતી. ત્યાર બાદ પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને બંનેની શોધખોળ હાથ ધરી હતી, પરંતુ બંને જણા આખરે આજણ્યા યુવકો સાથે ભાગી ગઈ હોવાનું ખુલ્યું હતું. જ્યાં બંને જણા મળી આવતાં પોલીસે અને પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો. જ્યારે બંને યુવકો અને નણંદ ભાભીને પોતપોતાના પરિવારોને સોંપી દીધા હતા.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
મહેસાણા જિલ્લાના કડી તાલુકાના મૂળ નગરાસણના વતની નણંદ- ભાભી થોડાક દિવસો અગાઉ એક ચિઠ્ઠી લખી નર્મદા કેનાલમાં પડ્યા હોવાની શંકાને લઈ કડી પોલીસ તેમજ તંત્ર ગોથે ચડી ગયું હતું. જ્યારે બેથી ત્રણ દિવસ સુધી કેનાલમાં સ્થાનિક તરવૈયાઓની મદદથી બંનેની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ કેનાલમાં પણ બંને મળી ન આવતાં પોલીસે સીસીટીવી અને સીડીઆરની મદદથી બંનેની શોધખોળ હાથ ધરી હતી. આખરે બંને જણા બે યુવકો સાથે ભાગી ગયા હતા તેઓ ઘટસ્ફોટ થયો હતો. ત્યાર બાદ પોલીસે બંને યુવકો સાથે નણંદ ભાભીને ઝડપી બંનેના પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા.
આત્મહત્યાની ચિઠ્ઠી લખીને ભાગ્યા હતા
કડી તાલુકાના નગરાસણ ગામના વતની અને કડી ઓગણનાથ મહાદેવ રોડ ઉપર આવેલી મારુતિનંદન સોસાયટીમાં પરિવાર સાથે રહેતા ભાભી હેતલ અને નણંદ રેણુકા બંને જણા પોતાના ઘરેથી નીકળી ઓગણનાથ મહાદેવની પાછળ આવેલી મુખ્ય નર્મદા કેનાલ ઉપર એક ચિઠ્ઠી લખી અને બંનેના ફોટા તેમજ નંબર લખી કેનાલમાં કૂદી પડ્યા હતા, તેવી શંકા ઉપજાવી નાખેલી હતી.
ચિઠ્ઠીમાં લખેલું હતું કે,"ગુડ બાય હું લાઈફથી કંટાળી ગઇ છું અને મારા મોતનું કારણ હું જ છું કોઈનો વાંક નથી" તેવું લખીને કેનાલમાં કૂદ્યા હતા. જ્યાં રાહદારી દ્વારા ચિઠ્ઠી જોઈને લખેલા નંબર ઉપર સંપર્ક કરતાં હેતલના પતિ અજયનો નંબર હતો. જ્યાં રાહદારી દ્વારા અજયને જાણ કરાતાં અજય સહિત પરિવારજનો કેનાલ ઉપર પહોંચ્યા હતા. જે બાદ પોલીસ અને તરવૈયાઓને જાણ કરાતાં ઘટનાસ્થળે કડી પોલીસ તેમજ સ્થાનિક સરવૈયાઓ અને મહેસાણા ફાયર બ્રિગેડ પણ આવી પહોંચ્યું હતું. જ્યાં બેથી ત્રણ દિવસ સુધી બંનેની શોધખોળ કેનાલમાં કરી, પરંતુ બંનેનો કોઈ જ પત્તો લાગ્યો ન હતો.
પરિવાર સૂઈ રહ્યો હતો અને બંને ભાગી ગયા
મૂળ કડી તાલુકાના નગરાસણ ગામના નણંદ અને ભાભી અચાનક જ પરિવાર સૂતો રહ્યો હતો અને બંને જણા અગમ્ય કારણોસર નર્મદા કેનાલમાં કૂદી ગયા હતા, તેવી શંકાના આધારે પોલીસ દ્વારા સ્થાનિક તરવૈયાઓની મદદથી કેનાલમાં શોધખોળ હાથ ધરી હતી. પરંતુ, મળી ન આવતાં આખરે હેતલના પતિ અને રેણુકાના ભાઈ અજય સોલંકી દ્વારા જાણવાજોગ ફરિયાદ આપવામાં આવેલી હતી.
કડી પોલીસ દ્વારા શોધખોળ કરવામાં આવી
કડી પોલીસ દ્વારા સીસીટીવી કેમેરા તેમજ સીડીઆરની મદદથી બંનેની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ આખરે હેતલે તેના પતિ અજયને અજાણ્યા નંબર ઉપરથી ફોન કરીને જાણ કરી હતી કે, હું હિંમતનગર છું, મને આવીને લઈ જાઓ. તેવું કહેતાની સાથે જ અજય દ્વારા કડી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવામાં આવેલો હતો. જે બાદ પોલીસ કોસ્ટેબલ જીતેન્દ્રસિંહ વિલંબ કર્યા વગર જ પતિ અજય સાથે તેઓ હિંમતનગર ખાતે જવા રવિવારે રવાના થયા હતા.
જે બાદ કડી પોલીસ જીતેન્દ્રસિંહ દ્વારા હિંમતનગર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી હેતલને હિંમતનગર બસ સ્ટેશન પરથી હિંમતનગર બી ડિવિઝન પોલીસે હસ્તગત કરી લીધી હતી. પરંતુ નણંદ રેણુકા પરિવારના બીકના કારણે ભાભીથી અલગ થઈ બસ સ્ટેશનથી ભાગી ચૂકી હતી.
રેણુકા અન્ય યુવકો સાથે પરિવારની બીકના કારણે ભાગી ચૂકી હતી. બસ સ્ટેન્ડ ખાતેથી જ્યાં કડી પોલીસ સ્ટેશનના હિતેન્દ્રસિંહ પરિવાર સાથે હેતલને લઈ આવવા માટે નીકળી ગયેલા હતા. જે બાદ પોલીસ દ્વારા રસ્તામાં હેતલનું કાઉન્સીલિંગ કરતા પોલીસ સ્ટાફ હેતલને લઈ હજુ મહેસાણા પહોંચવા જ આવી હતી. ત્યાં હેતલએ પોલીસને કહ્યું હતું કે, રેણુકા મારી સાથે જ હતી અને તે તેના સાથી મિત્ર સાથે તે હાથમતી નદીની કોતરોમાં સંતાયેલી છે. એવું કહેતાની સાથે જ હિતેન્દ્રસિંહએ કડી પોલીસ સ્ટેશનના પી.આઇ પી.એલ વાઘેલાનો સંપર્ક કરી જાણ કરી હતી. જ્યાં પીઆઇ વાઘેલાની સુચનાથી હિતેન્દ્રસિંહ હેતલને લઈ પરત હિંમતનગર જવા રવાના થયા હતા.
કડી પોલીસ હેતલ તેમજ તેના પરિવારને લઈ પરત હિંમતનગર ફરતા હિંમતનગર પોલીસનો સંપર્ક કર્યો હતો. હિંમતનગર પોલીસ સાથે રાખી હિંમતનગર નવીન જિલ્લા પંચાયત ભવનની પાછળના ભાગે હાથમતી નદીની કોતરોમાં અંધારામાં તેની શોધખોળ હાથ ધરી હતી. હેતલે જેમ જેમ રસ્તાનું કહેતી કડી પોલીસ અને હિંમતનગર પોલીસ તેમ તેમ તે રસ્તા ઉપર જતી હતી અને રેણુકાની શોધખોળ કરતી હતી.
હેતલ જેમ કહે તેમ પોલીસ તે રસ્તા ઉપરથી બેથી ત્રણ વખત નીકળી હતી. આખરે તે એક બગીચાની પાછળ ઝાંડી, ઝાખરામાં સંતાયેલી હોવાનું જણાવતા હિંમતનગરમાં નવીન ઉદ્યોગિક ભવન બંધ પડેલું ત્યાં પહોંચતા બગીચાની પાછળ ઝાંખરાઓમાંથી પરોઢિયે રેણુકાને અજાણ્યા યુવક સાથે કડી પોલીસ હિંમતનગર પોલીસ અને પરિવારે તેઓને ઝડપી પાડ્યા હતા તેવું જીતેન્દ્રસિંહએ જણાવ્યું હતું.
આઠ દિવસ પૂર્વે ચિઠ્ઠી લખીને કેનાલમાં નણંદ ભાભી પડ્યા હોવાની શંકા ગઈ હતી. ત્યાર બાદ પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને બંનેની શોધખોળ હાથ ધરી હતી, પરંતુ બંને જણા આખરે આજણ્યા યુવકો સાથે ભાગી ગઈ હોવાનું ખુલ્યું હતું. જ્યાં બંને જણા મળી આવતાં પોલીસે અને પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો. જ્યારે બંને યુવકો અને નણંદ ભાભીને પોતપોતાના પરિવારોને સોંપી દીધા હતા.