ફેક્ટરી માલિકની હત્યા કરીને લાશને વઢવાણ સ્થિત મઠમાં દાટવાનો પ્લાન હતો
અમદાવાદ,બુધવારનિકોલમાં ફેક્ટરી માલિકને નાણાં બમણા કરી આપવાની લાલચ આપીને તેની હત્યા કરવાના કાવતરાનો પર્દાફાશ કરીને સરખેજ પોલીસે નવલસિંહ ચાવડાને ઝડપીને સઘન પુછપરછ હાથ ધરી છે. ત્યારે ચોકાવનારો ખુલાસો થયો હતો તે ફેક્ટરી માલિકની હત્યા કરીને લાશને વઢવાણ સ્થિત તેના મઠમાં દાટી દેવાના પ્લાનીંગમાં હતો. આ બાબતને ગંભીરતાથી લઇને પોલીસ વઢવાણ સ્થિત મઠ પર તપાસ કરશે. પોલીસને ભુવા સાથે કામ કરતા એક વ્યક્તિ પાસેથી સુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં ભોગ બનનાર વ્યક્તિએ આત્મહત્યા કરી હોય તેવી થિયરી ઉભી કરવાનો પ્રયાસ હતો. સરખેજ પોલીસ સ્ટેશનના પીઆઇ આર કે ધુળિયા એને તેમના સ્ટાફે નવલસિંહ ચાવડા નામના ભુવાની ધરપકડ કરીને એક વ્યક્તિને હત્યાની અને નાણા પડાવવાના કાવતરાનો પર્દાફાશ કર્યો હતો.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ,બુધવાર
નિકોલમાં ફેક્ટરી માલિકને નાણાં બમણા કરી આપવાની લાલચ આપીને તેની હત્યા કરવાના કાવતરાનો પર્દાફાશ કરીને સરખેજ પોલીસે નવલસિંહ ચાવડાને ઝડપીને સઘન પુછપરછ હાથ ધરી છે. ત્યારે ચોકાવનારો ખુલાસો થયો હતો તે ફેક્ટરી માલિકની હત્યા કરીને લાશને વઢવાણ સ્થિત તેના મઠમાં દાટી દેવાના પ્લાનીંગમાં હતો. આ બાબતને ગંભીરતાથી લઇને પોલીસ વઢવાણ સ્થિત મઠ પર તપાસ કરશે. પોલીસને ભુવા સાથે કામ કરતા એક વ્યક્તિ પાસેથી સુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં ભોગ બનનાર વ્યક્તિએ આત્મહત્યા કરી હોય તેવી થિયરી ઉભી કરવાનો પ્રયાસ હતો. સરખેજ પોલીસ સ્ટેશનના પીઆઇ આર કે ધુળિયા એને તેમના સ્ટાફે નવલસિંહ ચાવડા નામના ભુવાની ધરપકડ કરીને એક વ્યક્તિને હત્યાની અને નાણા પડાવવાના કાવતરાનો પર્દાફાશ કર્યો હતો.