Panchmahalમાં ખાણ ખનીજનો સપાટો, 7 ટ્રેક્ટર સહિત 60 લાખનો મુદ્દામાલ જપ્ત

પંચમહાલમાં ખાણ ખનીજ વિભાગે સપાટો બોલાવ્યો. વિભાગે ગેરકાયદે રેતી ખનન કરનારા સામે લાલ આંખ કરતા 7 ટ્રેક્ટર સહિત 60 લાખનો મુદામાલ જપ્ત કર્યો. ખાણ ખનીજને બાતમી મળી હતી કે ગોમા નદીમાંથી રેતી ખનન કરવામાં આવી રહ્યું છે. વિભાગે ઘુસર અને કંકુથાંભલા ગામ પાસેથી ગેરકાયદે ખનન કરતાં લોકોને માલાસામાન સાથે ઝડપી પાડ્યા. રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદે રેત ખનન થવાના કિસ્સા વધ્યા છે. નદીના પટમાંથી રેતીની ચોરી કરી કોર્પોરેટ ક્ષેત્રમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સંદેશ ન્યૂઝના 'ઓપરેશન પાતાળ'બાદ વહીવટી તંત્ર એકશનમાં આવ્યું છે.ખાણ ખનીજ વિભાગે સપાટો બોલાવતા ગેરકાયદે રેત ખનન કરનારાઓને સંકજામાં લીધા. ખાણ ખનીજ વિભાગનો સપાટો કાલોલના ઘુસર ગામ પાસેથી પસાર થતી ગોમા નદીમાંથી રેતીનું ગેરકાયદે ખનન કરનારા પર ખાણ ખનીજ વિભાગ ત્રાટક્યું. વિભાગે દરોડા પાડી રેતી ભરતા 5 ટ્રેક્ટર ઝડપ્યા. આ ઉપરાંત અન્ય એક સ્થાન પર પણ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા. ગોધરાના કંકુથાંભલા અને ગોધરાના મેશરી નદીના પટમાંથી રેતી ભરીને જતા 2 ટ્રેક્ટર ઝડપી પડાયા. ખાણ ખનીજ વિભાગે જુદા-જુદા સ્થાન પર હાથ ધરેલ દરોડામાં કુલ રેતી ભરેલ 7 ટ્રેક્ટર અને કુલ 60 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. ઓપરેશન પાતાળ બાદ તંત્ર એકશનમાંસંદેશ ન્યૂઝના ઓપરેશન પાતાળ બાદ તંત્ર એકશનમાં આવતા કાર્યવાહીનો ધમધમાટ શરૂ થયો. સુરેન્દ્રનગરમાં કોલસાના ખનન પર તંત્રે દરોડા પાડી ચરખીઓ,ટ્રેક્ટર,જનરેટર સહિતનો મુદ્દામાલ સહિત કુલ 25 લાખથી વધુનો મુદ્દામાલ સીઝ કર્યો. જો કે જાન્યુઆરી મહિનામાં હાથ ધરેલ દરોડામાં ખાણ ખનીજની ટીમે 4 કૂવા પકડ્યા જેમાં 8 લોખંડના પાઇપો મળી આવ્યા હતા. ઓપરેશન પાતાળમાં જે દ્રશ્યો જોય હતાં તે તમામ એક જ રાતમાં અદ્રશ્ય થઈ ગયા. દરોડા વખતે ચરખી જેસીબી કામ કરતા મજૂરો અને વાહનો સહિત માફિયાઓ પણ ગાયબ જોવા મળ્યા. દરોડા બાદ ખનીજ ચોરો ભૂગર્ભમાં ઉતરી ગયા જો કે ખનનનો કાળો કારોબાર કરનારામાં ફફડાટ જોવા મળ્યો. સુરેન્દ્રનગર ઉપરાંત વડોદરામાં પણ ખાણ ખનીજ વિભાગે દરોડા પાડ્યા હતા. ઓરસંગ નદીના પટમાંથી ગેરકાયદે રેત ખનન કરનારા સામે ખાણ ખનીજ વિભાગ અને ડભોઈ પોલીસે સંયુકત કાર્યવાહી કરતાં 7 ટ્રક, 1 જેસીબી સહિત 1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

Panchmahalમાં ખાણ ખનીજનો સપાટો,  7 ટ્રેક્ટર સહિત 60 લાખનો મુદ્દામાલ જપ્ત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

પંચમહાલમાં ખાણ ખનીજ વિભાગે સપાટો બોલાવ્યો. વિભાગે ગેરકાયદે રેતી ખનન કરનારા સામે લાલ આંખ કરતા 7 ટ્રેક્ટર સહિત 60 લાખનો મુદામાલ જપ્ત કર્યો. ખાણ ખનીજને બાતમી મળી હતી કે ગોમા નદીમાંથી રેતી ખનન કરવામાં આવી રહ્યું છે. વિભાગે ઘુસર અને કંકુથાંભલા ગામ પાસેથી ગેરકાયદે ખનન કરતાં લોકોને માલાસામાન સાથે ઝડપી પાડ્યા.

રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદે રેત ખનન થવાના કિસ્સા વધ્યા છે. નદીના પટમાંથી રેતીની ચોરી કરી કોર્પોરેટ ક્ષેત્રમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સંદેશ ન્યૂઝના 'ઓપરેશન પાતાળ'બાદ વહીવટી તંત્ર એકશનમાં આવ્યું છે.ખાણ ખનીજ વિભાગે સપાટો બોલાવતા ગેરકાયદે રેત ખનન કરનારાઓને સંકજામાં લીધા.

ખાણ ખનીજ વિભાગનો સપાટો

કાલોલના ઘુસર ગામ પાસેથી પસાર થતી ગોમા નદીમાંથી રેતીનું ગેરકાયદે ખનન કરનારા પર ખાણ ખનીજ વિભાગ ત્રાટક્યું. વિભાગે દરોડા પાડી રેતી ભરતા 5 ટ્રેક્ટર ઝડપ્યા. આ ઉપરાંત અન્ય એક સ્થાન પર પણ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા. ગોધરાના કંકુથાંભલા અને ગોધરાના મેશરી નદીના પટમાંથી રેતી ભરીને જતા 2 ટ્રેક્ટર ઝડપી પડાયા. ખાણ ખનીજ વિભાગે જુદા-જુદા સ્થાન પર હાથ ધરેલ દરોડામાં કુલ રેતી ભરેલ 7 ટ્રેક્ટર અને કુલ 60 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો.

ઓપરેશન પાતાળ બાદ તંત્ર એકશનમાં

સંદેશ ન્યૂઝના ઓપરેશન પાતાળ બાદ તંત્ર એકશનમાં આવતા કાર્યવાહીનો ધમધમાટ શરૂ થયો. સુરેન્દ્રનગરમાં કોલસાના ખનન પર તંત્રે દરોડા પાડી ચરખીઓ,ટ્રેક્ટર,જનરેટર સહિતનો મુદ્દામાલ સહિત કુલ 25 લાખથી વધુનો મુદ્દામાલ સીઝ કર્યો. જો કે જાન્યુઆરી મહિનામાં હાથ ધરેલ દરોડામાં ખાણ ખનીજની ટીમે 4 કૂવા પકડ્યા જેમાં 8 લોખંડના પાઇપો મળી આવ્યા હતા. ઓપરેશન પાતાળમાં જે દ્રશ્યો જોય હતાં તે તમામ એક જ રાતમાં અદ્રશ્ય થઈ ગયા. દરોડા વખતે ચરખી જેસીબી કામ કરતા મજૂરો અને વાહનો સહિત માફિયાઓ પણ ગાયબ જોવા મળ્યા. દરોડા બાદ ખનીજ ચોરો ભૂગર્ભમાં ઉતરી ગયા જો કે ખનનનો કાળો કારોબાર કરનારામાં ફફડાટ જોવા મળ્યો.

સુરેન્દ્રનગર ઉપરાંત વડોદરામાં પણ ખાણ ખનીજ વિભાગે દરોડા પાડ્યા હતા. ઓરસંગ નદીના પટમાંથી ગેરકાયદે રેત ખનન કરનારા સામે ખાણ ખનીજ વિભાગ અને ડભોઈ પોલીસે સંયુકત કાર્યવાહી કરતાં 7 ટ્રક, 1 જેસીબી સહિત 1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.