Ahmedabad Gandhinagar Metro: અમદાવાદ-ગાંધીનગર મેટ્રો ટૂંક સમયમાં થશે શરૂ, PM મોદી કરી શકે છે ઉદ્ઘાટન

Ahmedabad Gandhinagar Metro: અમદાવાદ અને ગાંધીનગરના રહેવાસીઓ વર્ષોથી બે શહેરોને જોડતી મેટ્રોની રાહ જોઈ રહ્યા હતા. આખરે આ પ્રોજેક્ટ હવે પૂરો થવા આવ્યો છે અને ટૂંક સમયમાં લોન્ચ કરવામાં આવે તેવી શક્યતા છે. સપ્ટેમ્બરના બીજા સપ્તાહમાં આ મેટ્રો સેવા શરૂ થવાની તૈયારીમાં છે.વડાપ્રધાન મોદી પોતે કરી શકે છે લોન્ચવડાપ્રધાન નરેન્દ્ર મોદી 16 અથવા 17 સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે આવે તેવી શક્યતા છે. જેમાં આ મેટ્રો સેવાનું ઉદ્ઘાટન કરવામાં આવે તેવી શક્યતા છે. જો કે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) એ હજુ સુધી ઉદ્ઘાટન અંગે સત્તાવાર જાહેરાત કરી નથી. આ નવી મેટ્રો લાઇન બે શહેરો વચ્ચેની કનેક્ટિવિટી વધારશે અને અમદાવાદ અને ગાંધીનગરના હજારો રહેવાસીઓની દૈનિક મુસાફરીને સરળ બનાવશે તેવી આશા છે. આ સાથે સરકારી કામકાજ માટે અવરજવરમાં અધિકારીઓને પણ સરળતા રહે તેવી શક્યતા છે.અગાઉ જુલાઇની શરૂઆતમાં મેટ્રો રેલ સેફ્ટી (CMRS)ના કમિશનર દ્વારા નિરીક્ષણ બાદ 15 ઓગસ્ટની આસપાસ નવા મેટ્રો રૂટનું ઉદ્ઘાટન કરવામાં આવે તેવી શક્યતા જણાઈ રહી હતી.અહેવાલો અનુસાર મહાત્મા મંદિર અને GIFT સિટી  વચ્ચે મેટ્રોનું કામકાજ હજુ ચાલી રહ્યું છે અને આ વર્ષના અંત સુધીમાં પૂરું થઈ જાય તેવી શક્યતા છે. મોટેરા સ્ટેડિયમથી સેક્ટર-1 ઇન્દ્રોડા સર્કલનું કામ ફેબ્રુઆરી મહિનામાં પૂરું થઈ ગયું હતું. જેમાં નર્મદા કેનાલ પર 300 મિટર કેબલ બ્રિજના નિર્માણનો સમાવેશ થતો હતો. ફેઝ ટુમાં કયા રૂટનો સમાવેશ?ફેઝ 2માં 28.24 કિલો મિટરના રૂટનો સમાવેશ થાય છે. જેમાં મંદિર- GNLU (ગાંધીનગર નેશનલ લો યુનિવર્સિટી) - ગિફ્ટ સિટીના 5.42 કિમીના રૂટનો પણ સમાવેશ થાય છે. મોટેરા અને મહાત્મા મંદિર વચ્ચે કુલ 20 સ્ટેશનો અને GNLU અને GIFT સિટી વચ્ચે બે સ્ટેશન હશે. મોટેરા અને મહાત્મા મંદિર વચ્ચેના સ્ટેશનોકોટેશ્વર રોડ, વિશ્વકર્મા કોલેજ, તપોવન સર્કલ, નર્મદા કેનાલ, કોબા સર્કલ, જૂના કોબા, કોબા ગામ, GNLU, PDPU, GIFT CITY, રાયસણ, રાંદેસણ, ધોળાકુવા સર્કલ, ઇન્ફોસિટી, સેક્ટર-1, સેક્ટર-10A, સચિવાલય, અક્ષરધામ, સેક્ટર ઓલ્ડ કોબા, સેક્ટર-16, સેક્ટર-24, અને મહાત્મા મંદિર.

Ahmedabad Gandhinagar Metro: અમદાવાદ-ગાંધીનગર મેટ્રો ટૂંક સમયમાં થશે શરૂ, PM મોદી કરી શકે છે ઉદ્ઘાટન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Gandhinagar Ahmedabad Metro

Ahmedabad Gandhinagar Metro: અમદાવાદ અને ગાંધીનગરના રહેવાસીઓ વર્ષોથી બે શહેરોને જોડતી મેટ્રોની રાહ જોઈ રહ્યા હતા. આખરે આ પ્રોજેક્ટ હવે પૂરો થવા આવ્યો છે અને ટૂંક સમયમાં લોન્ચ કરવામાં આવે તેવી શક્યતા છે. સપ્ટેમ્બરના બીજા સપ્તાહમાં આ મેટ્રો સેવા શરૂ થવાની તૈયારીમાં છે.

વડાપ્રધાન મોદી પોતે કરી શકે છે લોન્ચ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16 અથવા 17 સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે આવે તેવી શક્યતા છે. જેમાં આ મેટ્રો સેવાનું ઉદ્ઘાટન કરવામાં આવે તેવી શક્યતા છે. જો કે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) એ હજુ સુધી ઉદ્ઘાટન અંગે સત્તાવાર જાહેરાત કરી નથી. આ નવી મેટ્રો લાઇન બે શહેરો વચ્ચેની કનેક્ટિવિટી વધારશે અને અમદાવાદ અને ગાંધીનગરના હજારો રહેવાસીઓની દૈનિક મુસાફરીને સરળ બનાવશે તેવી આશા છે. આ સાથે સરકારી કામકાજ માટે અવરજવરમાં અધિકારીઓને પણ સરળતા રહે તેવી શક્યતા છે.

અગાઉ જુલાઇની શરૂઆતમાં મેટ્રો રેલ સેફ્ટી (CMRS)ના કમિશનર દ્વારા નિરીક્ષણ બાદ 15 ઓગસ્ટની આસપાસ નવા મેટ્રો રૂટનું ઉદ્ઘાટન કરવામાં આવે તેવી શક્યતા જણાઈ રહી હતી.

અહેવાલો અનુસાર મહાત્મા મંદિર અને GIFT સિટી  વચ્ચે મેટ્રોનું કામકાજ હજુ ચાલી રહ્યું છે અને આ વર્ષના અંત સુધીમાં પૂરું થઈ જાય તેવી શક્યતા છે. મોટેરા સ્ટેડિયમથી સેક્ટર-1 ઇન્દ્રોડા સર્કલનું કામ ફેબ્રુઆરી મહિનામાં પૂરું થઈ ગયું હતું. જેમાં નર્મદા કેનાલ પર 300 મિટર કેબલ બ્રિજના નિર્માણનો સમાવેશ થતો હતો. 

ફેઝ ટુમાં કયા રૂટનો સમાવેશ?

ફેઝ 2માં 28.24 કિલો મિટરના રૂટનો સમાવેશ થાય છે. જેમાં મંદિર- GNLU (ગાંધીનગર નેશનલ લો યુનિવર્સિટી) - ગિફ્ટ સિટીના 5.42 કિમીના રૂટનો પણ સમાવેશ થાય છે. મોટેરા અને મહાત્મા મંદિર વચ્ચે કુલ 20 સ્ટેશનો અને GNLU અને GIFT સિટી વચ્ચે બે સ્ટેશન હશે. 

મોટેરા અને મહાત્મા મંદિર વચ્ચેના સ્ટેશનો

કોટેશ્વર રોડ, વિશ્વકર્મા કોલેજ, તપોવન સર્કલ, નર્મદા કેનાલ, કોબા સર્કલ, જૂના કોબા, કોબા ગામ, GNLU, PDPU, GIFT CITY, રાયસણ, રાંદેસણ, ધોળાકુવા સર્કલ, ઇન્ફોસિટી, સેક્ટર-1, સેક્ટર-10A, સચિવાલય, અક્ષરધામ, સેક્ટર ઓલ્ડ કોબા, સેક્ટર-16, સેક્ટર-24, અને મહાત્મા મંદિર.