Rajkot સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં, ઉંદરના આંટાફેરાનો વીડિયો વાયરલ
રાજકોટની સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં જોવા મળી. સિવિલ હોસ્પિટલમાં ઉંદરની ચહલપહલનો વીડિયો વાયરલ થયો. સિવિલ હોસ્પિટલમાં જ્યાં દર્દીઓ સારવાર લેવા આવતા હોય છે ત્યાં વાયરલ વીડિયોમાં ઉંદરની મોજ દેખાય છે. સિવિલ હોસ્પિટલમાં ફરતા ઉંદરથી દર્દીઓ પરેશાન જોવા મળ્યા. ઉંદરોના હોસ્પિટલમાં આંટાફેરા વધ્યા છે.અનેક વખત ઉંદર દર્દીઓને બચકાં ભરતા હોવાની પણ હોસ્પિટલ સત્તાધીશોને ફરિયાદ કરાઈ હતી. હોસ્પિટલનો વીડિયો વાયરલસિવિલ હોસ્પિટલનો વીડિયો વાયરલ થયો છે. જેમાં એક નહીં પરંતુ બે-ત્રણ ઉંદરો આંટાફેરા મારતા જોવા મળે છે. આ ઉંદરો દર્દી પાસેના ટેબલ પર પાણીની બોટલ અને દવાઓ જેવી તેની જરૂરિયાતની વસ્તુઓ મૂકવામાં આવી છે ત્યાં આંટાફેરા મારે છે.કયારેક ઉંદર દર્દીની પીવાના પાણીની બોટલ પર ચઢે છે તો કયારેક દર્દીની પથારી પર ચઢી તેઓને બચકાં ભરે છે. ઉંદરોનો ત્રાસ એટલો બધો વધી ગયો છે સારવાર લેવા આવેલા દર્દીઓ ત્રાહિમામ પોકારી રહ્યા છે. હોસ્પિટલના સત્તાધીશોને ઉંદરોના ત્રાસની ફરિયાદ કરવામાં આવી હતી. પરંતુ તેમની ફરિયાદ પર કોઈ કાર્યવાહી ના કરાતા આખરે સાબિતી રૂપે દર્દીના એક સગાએ આ વીડિયો વાયરલ કર્યો. જેથી આંખ આડા કાન કરનાર હોસ્પિટલ સત્તાધીશો સ્વચ્છતા મામલે કોઈ નક્કર પગલાં લે. સિવિલ હોસ્પિટલ અને વિવાદઅગાઉ પણ રાજકોટની સિવિલ હોસ્પિટલ દર્દી પ્રત્યે બેદરકારી મામલે વિવાદમાં આવી હતી. ગત વર્ષના સપ્ટેમ્બર મહિનામાં 108માં ઇમરજન્સીમાં એક વૃદ્ધાને હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. વૃદ્ધાના હાથમાં સડો થતાં ડોક્ટરે તેમને સર્જરી વોર્ડમાં દાખલ કરવાનું કેસ પેપરમાં લખ્યું હતું. પરંતુ જ્યારે સવારે તેમની સારવાર કરવાને લઈને તપાસ કરાઈ ત્યારે ખબર પડી કે વૃદ્ધાને કેસ પેપર મુજબ સર્જરી વોર્ડમાં દાખલ નથી કરાયા. તેના બાદ હોસ્પિટલમાં વૃદ્ધાને શોધવા અફરાતફરી સર્જાઈ અને સીસીટીવીમાં તપાસ કરાતં વૃદ્ધા સર્જરી વિભાગની બહાર સ્ટ્રેચર રૂમમાં જોવા મળ્યા. હોસ્પિટલ સંચાલનમાં ગંભીર બેદરકારી દાખવી હોવાનું સામે આવતાં વિવાદ સર્જાયો હતો. આજે ફરી રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ઉંદરનો વીડિયો વાયરલ થતાં સ્વચ્છતા મામલે અને દર્દીઓને અપાતી સારવારને લઈને પ્રશ્નો ઉઠ્યા છે. વીડિયો વાયરલ થયા બાદ ઉંદરથી બચાવવા સિવિલ તંત્ર શું પગલાં લેશે તે જોવું રહેશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજકોટની સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં જોવા મળી. સિવિલ હોસ્પિટલમાં ઉંદરની ચહલપહલનો વીડિયો વાયરલ થયો. સિવિલ હોસ્પિટલમાં જ્યાં દર્દીઓ સારવાર લેવા આવતા હોય છે ત્યાં વાયરલ વીડિયોમાં ઉંદરની મોજ દેખાય છે. સિવિલ હોસ્પિટલમાં ફરતા ઉંદરથી દર્દીઓ પરેશાન જોવા મળ્યા. ઉંદરોના હોસ્પિટલમાં આંટાફેરા વધ્યા છે.અનેક વખત ઉંદર દર્દીઓને બચકાં ભરતા હોવાની પણ હોસ્પિટલ સત્તાધીશોને ફરિયાદ કરાઈ હતી.
હોસ્પિટલનો વીડિયો વાયરલ
સિવિલ હોસ્પિટલનો વીડિયો વાયરલ થયો છે. જેમાં એક નહીં પરંતુ બે-ત્રણ ઉંદરો આંટાફેરા મારતા જોવા મળે છે. આ ઉંદરો દર્દી પાસેના ટેબલ પર પાણીની બોટલ અને દવાઓ જેવી તેની જરૂરિયાતની વસ્તુઓ મૂકવામાં આવી છે ત્યાં આંટાફેરા મારે છે.કયારેક ઉંદર દર્દીની પીવાના પાણીની બોટલ પર ચઢે છે તો કયારેક દર્દીની પથારી પર ચઢી તેઓને બચકાં ભરે છે. ઉંદરોનો ત્રાસ એટલો બધો વધી ગયો છે સારવાર લેવા આવેલા દર્દીઓ ત્રાહિમામ પોકારી રહ્યા છે. હોસ્પિટલના સત્તાધીશોને ઉંદરોના ત્રાસની ફરિયાદ કરવામાં આવી હતી. પરંતુ તેમની ફરિયાદ પર કોઈ કાર્યવાહી ના કરાતા આખરે સાબિતી રૂપે દર્દીના એક સગાએ આ વીડિયો વાયરલ કર્યો. જેથી આંખ આડા કાન કરનાર હોસ્પિટલ સત્તાધીશો સ્વચ્છતા મામલે કોઈ નક્કર પગલાં લે.
સિવિલ હોસ્પિટલ અને વિવાદ
અગાઉ પણ રાજકોટની સિવિલ હોસ્પિટલ દર્દી પ્રત્યે બેદરકારી મામલે વિવાદમાં આવી હતી. ગત વર્ષના સપ્ટેમ્બર મહિનામાં 108માં ઇમરજન્સીમાં એક વૃદ્ધાને હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. વૃદ્ધાના હાથમાં સડો થતાં ડોક્ટરે તેમને સર્જરી વોર્ડમાં દાખલ કરવાનું કેસ પેપરમાં લખ્યું હતું. પરંતુ જ્યારે સવારે તેમની સારવાર કરવાને લઈને તપાસ કરાઈ ત્યારે ખબર પડી કે વૃદ્ધાને કેસ પેપર મુજબ સર્જરી વોર્ડમાં દાખલ નથી કરાયા. તેના બાદ હોસ્પિટલમાં વૃદ્ધાને શોધવા અફરાતફરી સર્જાઈ અને સીસીટીવીમાં તપાસ કરાતં વૃદ્ધા સર્જરી વિભાગની બહાર સ્ટ્રેચર રૂમમાં જોવા મળ્યા. હોસ્પિટલ સંચાલનમાં ગંભીર બેદરકારી દાખવી હોવાનું સામે આવતાં વિવાદ સર્જાયો હતો.
આજે ફરી રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ઉંદરનો વીડિયો વાયરલ થતાં સ્વચ્છતા મામલે અને દર્દીઓને અપાતી સારવારને લઈને પ્રશ્નો ઉઠ્યા છે. વીડિયો વાયરલ થયા બાદ ઉંદરથી બચાવવા સિવિલ તંત્ર શું પગલાં લેશે તે જોવું રહેશે.