Rajkot: જસદણમાં લેન્ડગ્રેબિંગની ફરિયાદ કરનારની હત્યા, 7 લોકોએ કુહાડી-ધોકા સહિતના હથિયારોથી હુમલો
રાજકોટના જસદણમાં લેન્ડગ્રેબિંગની ફરિયાદ કરનારની હત્યા થઇ હોવાના સમાચાર સામે આવ્યા છે. લેન્ડગ્રેબિંગની ફરિયાદ કરનાર ઘનશ્યામ રાજપરા પર 7 લોકોએ કુહાડી, ધોકા સહિતના હથિયારોથી હુમલો કર્યો હતો. હુમલામાં ઘનશ્યામ રાજપરાનું રાજકોટ સિવિલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.મળતી માહિતી મુજબ, રાજકોટમાં આવેલા જસદણ પંથકમાં લેન્ડગ્રેબિંગ ની ફરિયાદ કરનાર ઘનશ્યામ રાજપરાની હત્યા કરવામાં આવી છે. ગેરકાયદે બાંધકામ અંગે અરજીઓ કરનાર ઘનશ્યામ રાજપરા ઉપર જસદણ પંથકના 7 જેટલા લોકોએ કુહાડી, ધોકા સહિતના વડે ઘાતકી હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા ઘનશ્યામ રાજપરાને પહેલા વીંછિયા પંથક અને ત્યાર બાદ રાજકોટ સિવિલમાં દાખલ કરવામાં આવ્યા હતા. રાજકોટ સિવિલમાં સારવાર દરમિયાન ઘનશ્યામ રાજપરાનું મોત થતા મામલો હત્યામાં પલટાયો હતો. મૃતકના પરિજનો દ્વારા આરોપીઓને તાત્કાલિક ઝડપી પાડવા માંગણી કરવામાં આવી છે.મૃતકના પરિવારજનોએ કહ્યું હતું કે, લેન્ડગ્રેબિંગની ફરિયાદ કરનાર ઘનશ્યામ રાજપરાએ ગેરકાયદે બાંધકામ અંગે અરજી કરી હતી. લેન્ડગ્રેબિંગ અરજીની ખાર રાખીને 7 લોકોએ કુહાડી, ધોકા સહિતના હથિયારોથી ઘનશ્યામ રાજપરા પર હુમલો કરીને હત્યા કરી હોવાનો મૃતકના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. ઘનશ્યામ રાજપરાનું રાજકોટ સિવિલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજકોટના જસદણમાં લેન્ડગ્રેબિંગની ફરિયાદ કરનારની હત્યા થઇ હોવાના સમાચાર સામે આવ્યા છે. લેન્ડગ્રેબિંગની ફરિયાદ કરનાર ઘનશ્યામ રાજપરા પર 7 લોકોએ કુહાડી, ધોકા સહિતના હથિયારોથી હુમલો કર્યો હતો. હુમલામાં ઘનશ્યામ રાજપરાનું રાજકોટ સિવિલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.
મળતી માહિતી મુજબ, રાજકોટમાં આવેલા જસદણ પંથકમાં લેન્ડગ્રેબિંગ ની ફરિયાદ કરનાર ઘનશ્યામ રાજપરાની હત્યા કરવામાં આવી છે. ગેરકાયદે બાંધકામ અંગે અરજીઓ કરનાર ઘનશ્યામ રાજપરા ઉપર જસદણ પંથકના 7 જેટલા લોકોએ કુહાડી, ધોકા સહિતના વડે ઘાતકી હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા ઘનશ્યામ રાજપરાને પહેલા વીંછિયા પંથક અને ત્યાર બાદ રાજકોટ સિવિલમાં દાખલ કરવામાં આવ્યા હતા. રાજકોટ સિવિલમાં સારવાર દરમિયાન ઘનશ્યામ રાજપરાનું મોત થતા મામલો હત્યામાં પલટાયો હતો. મૃતકના પરિજનો દ્વારા આરોપીઓને તાત્કાલિક ઝડપી પાડવા માંગણી કરવામાં આવી છે.
મૃતકના પરિવારજનોએ કહ્યું હતું કે, લેન્ડગ્રેબિંગની ફરિયાદ કરનાર ઘનશ્યામ રાજપરાએ ગેરકાયદે બાંધકામ અંગે અરજી કરી હતી. લેન્ડગ્રેબિંગ અરજીની ખાર રાખીને 7 લોકોએ કુહાડી, ધોકા સહિતના હથિયારોથી ઘનશ્યામ રાજપરા પર હુમલો કરીને હત્યા કરી હોવાનો મૃતકના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. ઘનશ્યામ રાજપરાનું રાજકોટ સિવિલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.