Ahmedabadમાં ચાંદખેડા ગ્રીન ગ્લેડ સીટીમાં PGના યુવકોએ કરી બબાલ
અમદાવાદના ચાંદખેડા ગ્રીન ગ્લેડ સીટીમાં PGની બબાલની ઘટનાનો વીડિયો વાયરલ થયો. ચાંદખેડા ગ્રીન ગ્લેડ સીટીના રહીશો સાથે PGમાં રહેતા યુવકોએ માથાકૂટ કરી. ચાંદખેડા ગ્રીન ગ્લેડ સીટી ફલેટમાં મોડી રાત્રે અંદાજે 8થી વધુ યુવકો ગેટની અંદર ઘૂસી ગયા અને સ્થાનિકો સાથે કોઈ બાબતે માથાકૂટ કરવા લાગ્યા. રહીશો દ્વારા યુવાનોને રોકવામાં આવતા તેઓએ ધમકી આપી. PGના યુવાનો કરી ધમાલચાંદખેડામાં વિસ્તારમાં આવેલ ગ્રીન ગ્લેડ ફલેટમાં PGના યુવાનોએ મોડી રાત્રે બબાલ મચાવી.યુવાનોએ રાત્રે માથાકૂટ કર્યા બાદ સવારે પણ હોબાળો મચાવ્યો હતો. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. જેમાં દેખાય છે કે મોડી રાત્રે 8 થી 10 જેટલા યુવાનો ફલેટના ગેટની અંદર ઘૂસી જાય છે અને મારામારી કરવા લાગ્યા. આ ઘટનામાં પીજીના યુવક અને એક સ્થાનિક ઘાયલ થયા.હત્યાની ધમકી આપીસ્થાનિકોએ આ મામલે દરમ્યાનગીરી કરતાં PGના યુવાનોએ તેમને હત્યાની ધમકી આપી. આ મામલે સ્થાનિકોએ ફરિયાદ કરી કે PG તરીકે રહેવા બે લોકોની જ પરમીશન છે. પ્રતિબંધ છતાં બ્રોકર 10 લોકોને પીજી તરીકે રહેવા ફલેટ આપે છે.ફલેટમાં રહેતા યુવાનો મોડી રાત સુધી ધીંગા મસ્તી કરતા રહે છે, અને અવારનવાર તેમના બીજા સાગરિતો પણ ફલેટ પર આવતા આસપાસના સ્થાનિકોને મુશ્કેલી થાય છે. આ ઉપરાંત એક રહીશે એમ પણ કહ્યું કે અમને શંકા છે કે PG તરીકે રહેતા યુવાનો ખોટા ઓળખ કાર્ડ આપી રહે છે. PG બની સમસ્યાશહેરનો ચારેબાજુથી વિકાસ થઈ રહ્યો છે. તેની સાથે સમસ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં શહેરની વસ્તીમાં વધારો થયો છે. રોજગાર મેળવવા તેમજ ઉચ્ચતર અભ્યાસ અર્થે યુવાનો અમદાવાદ શહેર તરફ પ્રયાણ કરી રહ્યા છે. ગામડેથી આવતા તેમજ આંતરરાજ્યના લોકો શહેરના અનેક વિસ્તારમાં PG (પેઈંગ ગેસ્ટ)તરીકે રહે છે. પરંતુ PG તરીકે રહેતા યુવાનો હવે અસમાજિક તત્ત્વો બનવા લાગ્યા છે. ફલેટના માલિકો વધુ કમાણીની લાલચમાં એક કે બે નહીં પરંતુ 8 કે 10 જેટલા લોકોને પીજીમાં રાખે છે. અને આ યુવાનો બેફામ બની સ્થાનિકોને માટે સમસ્યારૂપ બનવા લાગ્યા છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદના ચાંદખેડા ગ્રીન ગ્લેડ સીટીમાં PGની બબાલની ઘટનાનો વીડિયો વાયરલ થયો. ચાંદખેડા ગ્રીન ગ્લેડ સીટીના રહીશો સાથે PGમાં રહેતા યુવકોએ માથાકૂટ કરી. ચાંદખેડા ગ્રીન ગ્લેડ સીટી ફલેટમાં મોડી રાત્રે અંદાજે 8થી વધુ યુવકો ગેટની અંદર ઘૂસી ગયા અને સ્થાનિકો સાથે કોઈ બાબતે માથાકૂટ કરવા લાગ્યા. રહીશો દ્વારા યુવાનોને રોકવામાં આવતા તેઓએ ધમકી આપી.
PGના યુવાનો કરી ધમાલ
ચાંદખેડામાં વિસ્તારમાં આવેલ ગ્રીન ગ્લેડ ફલેટમાં PGના યુવાનોએ મોડી રાત્રે બબાલ મચાવી.યુવાનોએ રાત્રે માથાકૂટ કર્યા બાદ સવારે પણ હોબાળો મચાવ્યો હતો. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. જેમાં દેખાય છે કે મોડી રાત્રે 8 થી 10 જેટલા યુવાનો ફલેટના ગેટની અંદર ઘૂસી જાય છે અને મારામારી કરવા લાગ્યા. આ ઘટનામાં પીજીના યુવક અને એક સ્થાનિક ઘાયલ થયા.
હત્યાની ધમકી આપી
સ્થાનિકોએ આ મામલે દરમ્યાનગીરી કરતાં PGના યુવાનોએ તેમને હત્યાની ધમકી આપી. આ મામલે સ્થાનિકોએ ફરિયાદ કરી કે PG તરીકે રહેવા બે લોકોની જ પરમીશન છે. પ્રતિબંધ છતાં બ્રોકર 10 લોકોને પીજી તરીકે રહેવા ફલેટ આપે છે.ફલેટમાં રહેતા યુવાનો મોડી રાત સુધી ધીંગા મસ્તી કરતા રહે છે, અને અવારનવાર તેમના બીજા સાગરિતો પણ ફલેટ પર આવતા આસપાસના સ્થાનિકોને મુશ્કેલી થાય છે. આ ઉપરાંત એક રહીશે એમ પણ કહ્યું કે અમને શંકા છે કે PG તરીકે રહેતા યુવાનો ખોટા ઓળખ કાર્ડ આપી રહે છે.
PG બની સમસ્યા
શહેરનો ચારેબાજુથી વિકાસ થઈ રહ્યો છે. તેની સાથે સમસ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં શહેરની વસ્તીમાં વધારો થયો છે. રોજગાર મેળવવા તેમજ ઉચ્ચતર અભ્યાસ અર્થે યુવાનો અમદાવાદ શહેર તરફ પ્રયાણ કરી રહ્યા છે. ગામડેથી આવતા તેમજ આંતરરાજ્યના લોકો શહેરના અનેક વિસ્તારમાં PG (પેઈંગ ગેસ્ટ)તરીકે રહે છે. પરંતુ PG તરીકે રહેતા યુવાનો હવે અસમાજિક તત્ત્વો બનવા લાગ્યા છે. ફલેટના માલિકો વધુ કમાણીની લાલચમાં એક કે બે નહીં પરંતુ 8 કે 10 જેટલા લોકોને પીજીમાં રાખે છે. અને આ યુવાનો બેફામ બની સ્થાનિકોને માટે સમસ્યારૂપ બનવા લાગ્યા છે.