18મો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા ન થયો હોય તો અનુસરો આ માર્ગદર્શિકા

પીએમ કિસાન સમ્માન નિધિએ ભારત સરકારની મુખ્ય ખેડૂત કલ્યાણની યોજના છે. પીએમ કિસાન એ લઘુત્તમ આવક સહાયક યોજના છે. પીએમ કિસાન યોજના હેઠળ પાત્ર ખેડૂત પરિવારોને 6000 રૂપિયાની નાણાંકીય સહાય રૂ. 2000ના સમાન ત્રણ હપ્તામાં વાર્ષિક આપવામાં આવે છે. પીએમ કિસાનનો પ્રાથમિક ઉદ્દેશ્ય દરેક પાક ચક્રના અંતે નાના અને સીમાંત ખેડૂતોની આવકને પૂરક બનાવવાનો છે.પીએમ કિસાન યોજનાનો 18મો હપ્તો પીએમ કિસાન હેઠળની નાણાંકીય સહાય ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) પદ્ધતિનો ઉપયોગ કરીને લાભાર્થીના બેંક ખાતામાં સીધી ટ્રાન્સફર કરવામાં આવે છે. ભૌતિક વિતરણથી વિપરીત, પીએમ કિસાન સહાયનો ખેડૂતોના બેંક ખાતામાં DBT ના માધ્યમથી નાણાંના વિતરણમાં પારદર્શિતાની ખાતરી કરે છે.જે અંતર્ગત વડાપ્રધાનના વરદહસ્તે તા. 05/10/2024 ના રોજ પીએમ કિસાન યોજનાનો 18મો હપ્તો ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવ્યો છે. તો ખેડૂતમિત્રો આ સહાયની રકમ તમારા બેંક ખાતામાં જમા થઈ છે કે કેમ? ઘણી વાર રજીસ્ટર મોબાઇલ નંબર પર ટેકનિકલ કારણોસર હપ્તો જમા થવાનો મેસેજ નથી આવતો, ત્યારે આપના બેંક ખાતાની પાસબુકમાં એન્ટ્રી પડાવી લેવી. જો આપ એક કરતાં વધુ બેંક એકાઉન્ટ ધરાવો છો તો દરેક એકાઉન્ટમાં ચેક કરવું જરૂરી બને છે. કેમ કે સરકારશ્રી દ્વારા પીએમ કિસાન યોજનામાં આધાર બેઇઝ પેમેન્ટ સિસ્ટમથી હપ્તો જમા કરવામાં આવે છે. જેથી ઓટોમેટિકલી છેલ્લી વાર આધાર સાથે લીંક થયેલ ખાતામાં સહાયની રકમ જમા થઈ હશે. વેબસાઇટ ઉપર જઈને પણ ચેક કરી શકો છો આ ઉપરાંત તમે પીએમ કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટ ઉપર જઈને KNOW YOUR STATUS ટેબમાં જઈને આપના પીએમ કિસાન યોજનાનો Registration No દાખલ કરી, બાજુમાં દર્શાવેલ Captcha Code નાખી→ Get OTP બટન દબાવાનું રહેશે → આપના રજીસ્ટર મોબાઈલ નંબર આવેલ ચાર અંકોનો OTP નંબર નાખીને આપના હપ્તાનું સ્ટેટસ જાણી શકો છો.જો આપને પીએમ કિસાન યોજનાનો Registration No ની જાણકારી નથી તો આપ KNOW YOUR STATUS ટેબમાં જઈને → રજીસ્ટર મોબાઈલ નંબર અથવા આધાર કાર્ડ નંબર નાખી, બાજુમાં દર્શાવેલ Captcha Code નાખી → Get OTP બટન દબાવાનું રહેશે → આપના રજીસ્ટર મોબાઈલ નંબર આવેલ ચાર અંકોનો OTP નંબર નાખીને આપનો Registration No જાણી શકો છો. ELIGIBILITY STATUS ચકાસો ઉપરોકત જણાવ્યા મુજબ ચકાસણી કર્યા બાદ પણ પીએમ કિસાન યોજનાનો હપ્તો જમા થયેલ બતાવતા નથી અને ELIGIBILITY STATUSમાં જો બાજુમાં દર્શાવેલ LAND SEEDING, e-KYC STATUS અને AADHAR BANK ACCOUNT SEEDING પૈકી એક પણમાં X NO દર્શાવતું હશે તો પીએમ કિસાન યોજનાનો હપ્તો જમા થશે નહીં.AADHAR BANK ACCOUNT SEEDINGમાં NO દર્શાવતું હોય તો, જે બેંકમાં આપ બેંક એકાઉન્ટ ધરાવતા હોય ત્યાં રૂબરૂ જઈને બેંક એકાઉન્ટ સાથે આધાર કાર્ડ લીંક કરીને AADHAR DBT ENABLE કરાવી શકો છો. જો LAND SEEDING અને e-KYC STATUS X NO દર્શાવતું હોય તો જરૂરી જમીન ધારકતાના આધાર પુરાવા સાથે આપના વિસ્તારના ગ્રામસેવકશ્રીનો રૂબરૂ સંપર્ક કરી LAND SEEDING અને e-KYC પૂર્ણ કરી શકશો. જેની સહુ ખેડૂતમિત્રોએ નોંધ લેવા બોટાદ જિલ્લા ખેતી વાડી અધિકારીશ્રી દ્વારા અનુરોધ કરવામાં આવે છે.

18મો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા ન થયો હોય તો અનુસરો આ માર્ગદર્શિકા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

પીએમ કિસાન સમ્માન નિધિએ ભારત સરકારની મુખ્ય ખેડૂત કલ્યાણની યોજના છે. પીએમ કિસાન એ લઘુત્તમ આવક સહાયક યોજના છે. પીએમ કિસાન યોજના હેઠળ પાત્ર ખેડૂત પરિવારોને 6000 રૂપિયાની નાણાંકીય સહાય રૂ. 2000ના સમાન ત્રણ હપ્તામાં વાર્ષિક આપવામાં આવે છે. પીએમ કિસાનનો પ્રાથમિક ઉદ્દેશ્ય દરેક પાક ચક્રના અંતે નાના અને સીમાંત ખેડૂતોની આવકને પૂરક બનાવવાનો છે.

પીએમ કિસાન યોજનાનો 18મો હપ્તો
પીએમ કિસાન હેઠળની નાણાંકીય સહાય ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) પદ્ધતિનો ઉપયોગ કરીને લાભાર્થીના બેંક ખાતામાં સીધી ટ્રાન્સફર કરવામાં આવે છે. ભૌતિક વિતરણથી વિપરીત, પીએમ કિસાન સહાયનો ખેડૂતોના બેંક ખાતામાં DBT ના માધ્યમથી નાણાંના વિતરણમાં પારદર્શિતાની ખાતરી કરે છે.જે અંતર્ગત વડાપ્રધાનના વરદહસ્તે તા. 05/10/2024 ના રોજ પીએમ કિસાન યોજનાનો 18મો હપ્તો ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવ્યો છે.

તો ખેડૂતમિત્રો આ સહાયની રકમ તમારા બેંક ખાતામાં જમા થઈ છે કે કેમ?
ઘણી વાર રજીસ્ટર મોબાઇલ નંબર પર ટેકનિકલ કારણોસર હપ્તો જમા થવાનો મેસેજ નથી આવતો, ત્યારે આપના બેંક ખાતાની પાસબુકમાં એન્ટ્રી પડાવી લેવી. જો આપ એક કરતાં વધુ બેંક એકાઉન્ટ ધરાવો છો તો દરેક એકાઉન્ટમાં ચેક કરવું જરૂરી બને છે. કેમ કે સરકારશ્રી દ્વારા પીએમ કિસાન યોજનામાં આધાર બેઇઝ પેમેન્ટ સિસ્ટમથી હપ્તો જમા કરવામાં આવે છે. જેથી ઓટોમેટિકલી છેલ્લી વાર આધાર સાથે લીંક થયેલ ખાતામાં સહાયની રકમ જમા થઈ હશે.

વેબસાઇટ ઉપર જઈને પણ ચેક કરી શકો છો
આ ઉપરાંત તમે પીએમ કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટ ઉપર જઈને KNOW YOUR STATUS ટેબમાં જઈને આપના પીએમ કિસાન યોજનાનો Registration No દાખલ કરી, બાજુમાં દર્શાવેલ Captcha Code નાખી→ Get OTP બટન દબાવાનું રહેશે → આપના રજીસ્ટર મોબાઈલ નંબર આવેલ ચાર અંકોનો OTP નંબર નાખીને આપના હપ્તાનું સ્ટેટસ જાણી શકો છો.જો આપને પીએમ કિસાન યોજનાનો Registration No ની જાણકારી નથી તો આપ KNOW YOUR STATUS ટેબમાં જઈને → રજીસ્ટર મોબાઈલ નંબર અથવા આધાર કાર્ડ નંબર નાખી, બાજુમાં દર્શાવેલ Captcha Code નાખી → Get OTP બટન દબાવાનું રહેશે → આપના રજીસ્ટર મોબાઈલ નંબર આવેલ ચાર અંકોનો OTP નંબર નાખીને આપનો Registration No જાણી શકો છો.

ELIGIBILITY STATUS ચકાસો
ઉપરોકત જણાવ્યા મુજબ ચકાસણી કર્યા બાદ પણ પીએમ કિસાન યોજનાનો હપ્તો જમા થયેલ બતાવતા નથી અને ELIGIBILITY STATUSમાં જો બાજુમાં દર્શાવેલ LAND SEEDING, e-KYC STATUS અને AADHAR BANK ACCOUNT SEEDING પૈકી એક પણમાં X NO દર્શાવતું હશે તો પીએમ કિસાન યોજનાનો હપ્તો જમા થશે નહીં.AADHAR BANK ACCOUNT SEEDINGમાં NO દર્શાવતું હોય તો, જે બેંકમાં આપ બેંક એકાઉન્ટ ધરાવતા હોય ત્યાં રૂબરૂ જઈને બેંક એકાઉન્ટ સાથે આધાર કાર્ડ લીંક કરીને AADHAR DBT ENABLE કરાવી શકો છો. જો LAND SEEDING અને e-KYC STATUS X NO દર્શાવતું હોય તો જરૂરી જમીન ધારકતાના આધાર પુરાવા સાથે આપના વિસ્તારના ગ્રામસેવકશ્રીનો રૂબરૂ સંપર્ક કરી LAND SEEDING અને e-KYC પૂર્ણ કરી શકશો. જેની સહુ ખેડૂતમિત્રોએ નોંધ લેવા બોટાદ જિલ્લા ખેતી વાડી અધિકારીશ્રી દ્વારા અનુરોધ કરવામાં આવે છે.