Ahmedabadના ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરોમાં ભરાયા વરસાદી પાણી, ડાંગરના પાકને મોટુ નુકસાન

અમદાવાદ ગ્રામ્યમાં ભારે વરસાદ વરસતા ખેતરોમાં જળબંબાકારી સ્થિતિ ડાંગરના ઉભા પાકમાં પાણી ફરી વળતા પાક ગયો નિષ્ફળ પાણી એટલા ભરાયા કે રોડ છે કે ખેતર તે જ ખબર ના રહી અમદાવાદ શહેર અને અમદાવાદ ગ્રામ્ય વિસ્તારોમા ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયુ છે.અમદાવાદ શહેરમાં તો પાણી ઓસરી ગયા પરતું અમદાવાદના ગ્રામ્ય વિસ્તારો હજી પણ જળબંબાકાર સ્થિતિમાં છે,આવી જ એક સ્થિતિ અમદાવાદ ગ્રામ્યના નાનોદરા ગામે બની છે જેમા ખેતરો જળબંબાકાર થતા ડાંગરનો ઉભો પાક નિષ્ફળ ગયો છે. ગ્રામ્ય વિસ્તારોમાં ભરાયા વરસાદી પાણી અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદી પાણી ભરાઈ ગયા છે.ખેતરો જાણે દરિયામાં ફેરવાઈ ગયા હોય તેવી સ્થિતિનું સર્જન થયું છે.સતત ચાર દિવસથી વરસાદ વરસતા ગ્રામ્ય વિસ્તારોની સ્થિતિ ખરાબ થઈ છે.બાવળા તાલુકાના નાનોદરા,વાસણા,ચવલા,સાકોડ,ઢેઢાળવાસણા, મેટાળ,અમીપુરા,કેસરડી વગેરે ગામોમાં ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતને માથે હાથ મૂકીને રડવાનો વારો આવ્યો છે.હજારો એક જમીનમાં ડાંગરના પાક પર પાણી ફરી વળતા ખેડૂતને આખા વર્ષની મહેનત પાણીમાં ગઈ છે. ડાંગરને ભારે નુકસાન અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો મોટા ભાગે ડાંગરના પાકની ખેતી કરે છે,આ ખેતી વર્ષમાં એક વાર વરસાદના સમયે વધારે કરવામાં આવતી હોય છે,એક તરફ વરસાદ આવતો ન હતો જેના કારણે ખેડૂતો હેરાન હતા,તો બીજી તરફ ભારે વરસાદ આવતા ખેડૂતને પડયા પર પાટા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે,ડાંગરના પાકમાં પાણી ભરાઈ જતા ઉભો પાક નીચે નમી ગયો છે,જેના કારણે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે,તંત્ર દ્રારા ખેતરોમાંથી પાણી દૂર કરવાની પણ કામગીરી કરવામાં આવતી નથી તેવો આક્ષેપ કરાયો છે. ખેડૂતો માટે સરકારે જાહેર કર્યુ છે પેકેજ કૃષિમંત્રી રાઘવજી પટેલે ખેડૂતોને નુકશાની બદલ સહાય પેકેજ જાહેર કર્યું છે.350 કરોડનું સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. ભારે વરસાદના કારણે ખેડૂતોને થયેલા નુકશાન બદલ સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે.SDRFના નિયમો ઉપરાંત સરકારે પોતાના ભંડોળની જાહેરાત કરી છે. બિન પિયત ખેતી પાકના નુકશાન બદલ સરકાર ખેડૂતોને રૂ. 11 હજાર પ્રતિ હેકટર 2 હેકટરની મર્યાદામાં ચૂકવાશે. પિયત પાકોના નુકશાન બદલ સરકાર ખેડૂતોને રૂ. 22 હજાર પ્રતિ હેકટર 2 હેકટરની મર્યાદામાં ચૂકવાશે. પાકોના નુકશાન બદલ સરકાર ખેડૂતોને રૂ. 22500 પ્રતિ હેક્ટર 2 હેકટરની મર્યાદામાં ચૂકવશે.   

Ahmedabadના ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરોમાં ભરાયા વરસાદી પાણી, ડાંગરના પાકને મોટુ નુકસાન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અમદાવાદ ગ્રામ્યમાં ભારે વરસાદ વરસતા ખેતરોમાં જળબંબાકારી સ્થિતિ
  • ડાંગરના ઉભા પાકમાં પાણી ફરી વળતા પાક ગયો નિષ્ફળ
  • પાણી એટલા ભરાયા કે રોડ છે કે ખેતર તે જ ખબર ના રહી

અમદાવાદ શહેર અને અમદાવાદ ગ્રામ્ય વિસ્તારોમા ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયુ છે.અમદાવાદ શહેરમાં તો પાણી ઓસરી ગયા પરતું અમદાવાદના ગ્રામ્ય વિસ્તારો હજી પણ જળબંબાકાર સ્થિતિમાં છે,આવી જ એક સ્થિતિ અમદાવાદ ગ્રામ્યના નાનોદરા ગામે બની છે જેમા ખેતરો જળબંબાકાર થતા ડાંગરનો ઉભો પાક નિષ્ફળ ગયો છે.

ગ્રામ્ય વિસ્તારોમાં ભરાયા વરસાદી પાણી

અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદી પાણી ભરાઈ ગયા છે.ખેતરો જાણે દરિયામાં ફેરવાઈ ગયા હોય તેવી સ્થિતિનું સર્જન થયું છે.સતત ચાર દિવસથી વરસાદ વરસતા ગ્રામ્ય વિસ્તારોની સ્થિતિ ખરાબ થઈ છે.બાવળા તાલુકાના નાનોદરા,વાસણા,ચવલા,સાકોડ,ઢેઢાળવાસણા, મેટાળ,અમીપુરા,કેસરડી વગેરે ગામોમાં ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતને માથે હાથ મૂકીને રડવાનો વારો આવ્યો છે.હજારો એક જમીનમાં ડાંગરના પાક પર પાણી ફરી વળતા ખેડૂતને આખા વર્ષની મહેનત પાણીમાં ગઈ છે.


ડાંગરને ભારે નુકસાન

અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો મોટા ભાગે ડાંગરના પાકની ખેતી કરે છે,આ ખેતી વર્ષમાં એક વાર વરસાદના સમયે વધારે કરવામાં આવતી હોય છે,એક તરફ વરસાદ આવતો ન હતો જેના કારણે ખેડૂતો હેરાન હતા,તો બીજી તરફ ભારે વરસાદ આવતા ખેડૂતને પડયા પર પાટા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે,ડાંગરના પાકમાં પાણી ભરાઈ જતા ઉભો પાક નીચે નમી ગયો છે,જેના કારણે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે,તંત્ર દ્રારા ખેતરોમાંથી પાણી દૂર કરવાની પણ કામગીરી કરવામાં આવતી નથી તેવો આક્ષેપ કરાયો છે.


ખેડૂતો માટે સરકારે જાહેર કર્યુ છે પેકેજ

કૃષિમંત્રી રાઘવજી પટેલે ખેડૂતોને નુકશાની બદલ સહાય પેકેજ જાહેર કર્યું છે.350 કરોડનું સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. ભારે વરસાદના કારણે ખેડૂતોને થયેલા નુકશાન બદલ સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે.SDRFના નિયમો ઉપરાંત સરકારે પોતાના ભંડોળની જાહેરાત કરી છે. બિન પિયત ખેતી પાકના નુકશાન બદલ સરકાર ખેડૂતોને રૂ. 11 હજાર પ્રતિ હેકટર 2 હેકટરની મર્યાદામાં ચૂકવાશે. પિયત પાકોના નુકશાન બદલ સરકાર ખેડૂતોને રૂ. 22 હજાર પ્રતિ હેકટર 2 હેકટરની મર્યાદામાં ચૂકવાશે. પાકોના નુકશાન બદલ સરકાર ખેડૂતોને રૂ. 22500 પ્રતિ હેક્ટર 2 હેકટરની મર્યાદામાં ચૂકવશે.