CHhotaudepur: નેશનલ હાઇવે 56 પર ભારજ નદીનો પુલ ધરાશાયી થતા વાહનચાલકોને હાલાકી

છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી સમાન નેશનલ હાઇવે 56 ઉપર ભારજ નદીનો પુલ તુટી જતાં જિલ્લાની જનતાને ભારે હાલાકીનો સામનો કરવાનો આવ્યો છે જેને લઇને સ્થાનિક લોકોએ જનતા ડાયવર્ઝન બનાવીને લોકોને પડતી હાલકીમાંથી બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો છે છોટા ઉદેપુર જીલ્લાની જીવાદોરી સમાન નેશનલ હાઇવે 56 ઉપર શિહોદ પાસે ભારજ નદી પરનો પુલ ગત 26 ઓગસ્ટના રોજ તૂટી ગયો હતી સાથે સાથે સરકારી ડાયવર્ઝન પણ તૂટી ગયું હતું. જેને લઇને જીલ્લાની જનાતાને 35 થી 40 કિલોમીટરનો લાંબો ફેરાવો ફરવાનો વારો આવ્યો છે. જેનાથી સ્થાનિક જનતા ખૂબ જ ત્રાસી ગઈ હતી. અને વૈકલ્પિક રસ્તાઓ શોધો રહી હતી. અને ટૂંકો રસ્તો શોધવા માટે જીવના જોખમે રેલવેના પુલ પર ચાલીને નદી પસાર કરતા હતા,તો કેટલાક લોકો ભારજ નદીના ધસમસતા પાણીના પ્રવાહમાં પોતાની બાઈક જીવના જોખમે ઉતારીને પસાર પણ કરતા નજરે પડતા હતા.સ્થાનિક જનતા આ ત્રાસમાંથી છુટકારો મેળવવા માટે રસ્તો શોધી રહી હતી ત્યારે શિહોદ, શિથોલ,મોટી રાસલી,પાવી જેતપુર, લોઢણ ગામના લોકોએ ભારાજ નદીમાં જનતા ડાયવર્ઝન બનાવવાની શરૂઆત કરી હતી, એક વખત બનાવ્યું અને બાઈક દિવસે સુખી ડેમનું પાણી છોડતા તૂટી ગયું હતું, જેથી બ્લફરીથી બનાવવા માટે તૈયારી કરતા પાવી જેતપુરના વેપારીઓ,સ્થાનિક લીઝ ધારકો એ જનતા ડાયવર્ઝન બનાવાવમાં મહત્વનું યોગદાન આપીને ગઈકાલે જનતા ડાયવર્ઝન બનાવી દીધું છે અને આ ડાયવર્ઝન પરથી લોકો જણાંએ જંગ જીત્યા હોય તેવું ખુશી સાથે પસાર થતા નજરે પાડી રહ્યા છે.એટલું તો ઠીક જિલ્લાની જનતા જે બીમાર પડે છે તેઓને વધુ સારવાર માટે બોડેલી અથવા વડોદરા જવું પડે છે તેઓને લઈ જતી 108ને પણ ખૂબ મોટો રાહત થઈ છે. અને ડાયવર્ઝન ચાલુ થતા તેના પરથી 108 પણ પસાર થઈ રહી છે. હાલ તો જનતા ડાયવર્ઝન કાર્યરત થઇ ગયું છે પરંતુ સરકારી ડાયવર્ઝન ક્યારે બને છે અને તેના પરથી જનતા ક્યારે પસાર થશે તે એક સવાલ છે.

CHhotaudepur: નેશનલ હાઇવે 56 પર ભારજ નદીનો પુલ ધરાશાયી થતા વાહનચાલકોને હાલાકી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી સમાન નેશનલ હાઇવે 56 ઉપર ભારજ નદીનો પુલ તુટી જતાં જિલ્લાની જનતાને ભારે હાલાકીનો સામનો કરવાનો આવ્યો છે જેને લઇને સ્થાનિક લોકોએ જનતા ડાયવર્ઝન બનાવીને લોકોને પડતી હાલકીમાંથી બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો છે

છોટા ઉદેપુર જીલ્લાની જીવાદોરી સમાન નેશનલ હાઇવે 56 ઉપર શિહોદ પાસે ભારજ નદી પરનો પુલ ગત 26 ઓગસ્ટના રોજ તૂટી ગયો હતી સાથે સાથે સરકારી ડાયવર્ઝન પણ તૂટી ગયું હતું. જેને લઇને જીલ્લાની જનાતાને 35 થી 40 કિલોમીટરનો લાંબો ફેરાવો ફરવાનો વારો આવ્યો છે. જેનાથી સ્થાનિક જનતા ખૂબ જ ત્રાસી ગઈ હતી. અને વૈકલ્પિક રસ્તાઓ શોધો રહી હતી. અને ટૂંકો રસ્તો શોધવા માટે જીવના જોખમે રેલવેના પુલ પર ચાલીને નદી પસાર કરતા હતા,તો કેટલાક લોકો ભારજ નદીના ધસમસતા પાણીના પ્રવાહમાં પોતાની બાઈક જીવના જોખમે ઉતારીને પસાર પણ કરતા નજરે પડતા હતા.

સ્થાનિક જનતા આ ત્રાસમાંથી છુટકારો મેળવવા માટે રસ્તો શોધી રહી હતી ત્યારે શિહોદ, શિથોલ,મોટી રાસલી,પાવી જેતપુર, લોઢણ ગામના લોકોએ ભારાજ નદીમાં જનતા ડાયવર્ઝન બનાવવાની શરૂઆત કરી હતી, એક વખત બનાવ્યું અને બાઈક દિવસે સુખી ડેમનું પાણી છોડતા તૂટી ગયું હતું, જેથી બ્લફરીથી બનાવવા માટે તૈયારી કરતા પાવી જેતપુરના વેપારીઓ,સ્થાનિક લીઝ ધારકો એ જનતા ડાયવર્ઝન બનાવાવમાં મહત્વનું યોગદાન આપીને ગઈકાલે જનતા ડાયવર્ઝન બનાવી દીધું છે અને આ ડાયવર્ઝન પરથી લોકો જણાંએ જંગ જીત્યા હોય તેવું ખુશી સાથે પસાર થતા નજરે પાડી રહ્યા છે.

એટલું તો ઠીક જિલ્લાની જનતા જે બીમાર પડે છે તેઓને વધુ સારવાર માટે બોડેલી અથવા વડોદરા જવું પડે છે તેઓને લઈ જતી 108ને પણ ખૂબ મોટો રાહત થઈ છે. અને ડાયવર્ઝન ચાલુ થતા તેના પરથી 108 પણ પસાર થઈ રહી છે. હાલ તો જનતા ડાયવર્ઝન કાર્યરત થઇ ગયું છે પરંતુ સરકારી ડાયવર્ઝન ક્યારે બને છે અને તેના પરથી જનતા ક્યારે પસાર થશે તે એક સવાલ છે.