Surat : RTIના દુરુપયોગ પર પ્રતિબંધ લગાવવા MLA અરવિંદ રાણાનો CMને પત્ર

સુરતના ધારાસભ્ય અરવિંદ રાણાએ RTI મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટલને પત્ર લખ્યો. MLA અરવિંદ રાણાણે RTIના દુરુપયોગ પર પ્રતિબંધ લગાવવાની CMને લખેલ પત્રમાં રજૂઆત કરી. ધારાસભ્ય અરવિંદ રાણાનું કહેવું છે કે લોકોના ઉપયોગ માટે બનાવવામાં આવેલ RTIનો દુરુપયોગ થવા લાગ્યો છે. કેટલાક લોકો RTI કરી માહિતી મેળવી અધિકારીને ધમકી આપે છે. અધિકારીઓ પર દબાણ લાવી વ્યક્તિગત રીતે હેરાન કરે છે. આથી RTI ના દુરુપયોગ પર પ્રતિંબધ જરૂર લાગવો જોઈએ. RTI કાનૂન અધિકારીઓ માટે આફતઅરવિંદ રાણાએ મુખ્યમંત્રીને લખેલ પત્રમાં RTI કાનૂન અધિકારીઓ માટે આફત બનતો હોવાનું જણાવ્યું.કેટલાક લોકો RTI એક્ટ અંતર્ગત ખાનગી મિલકતોના બાંધકામ, રિપેરિંગ કે અન્ય બાબતે માહિતી માંગે છે. જે માહિતી મેળવ્યા બાદ અધિકારીઓ પર દબાણ લાવી વ્યક્તિગત રીતે લોકોને હેરાન-પરેશાન કરવાંમાં આવે છે. તેઓની મિલકત માલિકો પાસેથી રૂપિયાની માંગણી કરી બાંધકામ તોડાવી નાખવાની ધમકી આપે છે. સુરતમાં આવા કેટલાક કિસ્સાઓમાં માનસિક રીતે પરેશાન કરવામાં આવે છે. RTI માટે કરવામાં આવેલ અરજીની વાત કેટલીક વખત એટલી હદે પંહોચે છે કે અધિકારીઓ પરેશાન થઇ આપઘાત કરવાનો પ્રયાસ કરે છે. આવી ગંભીર સ્થિતિ સર્જાતી હોવાથી વ્યક્તિગત RTI માંગીને સામાન્ય લોકોને પરેશાન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવી જોઈએ. સ્થાનિકોની સમસ્યાની રજૂઆતશહેરના પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય અરવિંદ રાણાએ અગાઉ પણ સ્થાનિકોની સમસ્યાને લઈને રજૂઆત કરી છે. અગાઉ તેમણે શહેરના કોટ વિસ્તારમાં બિસમાર રસ્તાને સુધારવાની માંગ કરતા મેયરને પત્ર લખ્યો હતો. આ પત્રમાં તેમણે કોટ વિસ્તારમાં ટ્રાફિક સમસ્યાને પગલે રોડ પહોળવા કરવા અને સીસી રોડ બનાવવાની માંગણી કરી હતી. વરસાદમાં રોડ તૂટી જાય છે અને વારંવાર રીકાર્પેટ કરતાં તેની ઉંચાઈ વધવા લાગે છે. જેથી આસપાસના મકાનો આંગણા નીચા થવા લાગ્યા છે. આથી બિસમાર રોડના કાયમી ઉકેલ માટે સીસી રોડ બનાવવાની સ્થાનિકોની માંગને સમર્થન આપ્યું હતું. RTI કાનૂન શું છે માહિતી અધિકાર અધિનિયમ 2005 (આરટીઆઇ (RTI) ) એ ભારતીય સંસદનો કાયદો છે. તે "ભારતમાં રાષ્ટ્રીય કક્ષાએ નાગરિકો માટે માહિતી મેળવવાના અધિકારના વાસ્તવિક વહીવટની સ્થાપના કરવા" માટે માહિતીની સ્વતંત્રતાના કાયદાનું અમલીકરણ છે. આ કાયદો ભારતનાં બધાં જ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને લાગુ પડે છે. RTI હેઠળ અરજદારને 30 દિવસમાં જવાબ આપવા જે-તે અધિકારી બંધાયેલો છે. જો કોઈ અધિકારી જાણી જોઇને આપને આરટીઆઈનો જવાબ ના આપે તો અરજદાર ગુજરાત માહિતી આયોગમાં અરજી કરી શકે છે.

Surat : RTIના દુરુપયોગ પર પ્રતિબંધ લગાવવા MLA અરવિંદ રાણાનો CMને પત્ર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરતના ધારાસભ્ય અરવિંદ રાણાએ RTI મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટલને પત્ર લખ્યો. MLA અરવિંદ રાણાણે RTIના દુરુપયોગ પર પ્રતિબંધ લગાવવાની CMને લખેલ પત્રમાં રજૂઆત કરી. ધારાસભ્ય અરવિંદ રાણાનું કહેવું છે કે લોકોના ઉપયોગ માટે બનાવવામાં આવેલ RTIનો દુરુપયોગ થવા લાગ્યો છે. કેટલાક લોકો RTI કરી માહિતી મેળવી અધિકારીને ધમકી આપે છે. અધિકારીઓ પર દબાણ લાવી વ્યક્તિગત રીતે હેરાન કરે છે. આથી RTI ના દુરુપયોગ પર પ્રતિંબધ જરૂર લાગવો જોઈએ.

RTI કાનૂન અધિકારીઓ માટે આફત

અરવિંદ રાણાએ મુખ્યમંત્રીને લખેલ પત્રમાં RTI કાનૂન અધિકારીઓ માટે આફત બનતો હોવાનું જણાવ્યું.કેટલાક લોકો RTI એક્ટ અંતર્ગત ખાનગી મિલકતોના બાંધકામ, રિપેરિંગ કે અન્ય બાબતે માહિતી માંગે છે. જે માહિતી મેળવ્યા બાદ અધિકારીઓ પર દબાણ લાવી વ્યક્તિગત રીતે લોકોને હેરાન-પરેશાન કરવાંમાં આવે છે. તેઓની મિલકત માલિકો પાસેથી રૂપિયાની માંગણી કરી બાંધકામ તોડાવી નાખવાની ધમકી આપે છે. સુરતમાં આવા કેટલાક કિસ્સાઓમાં માનસિક રીતે પરેશાન કરવામાં આવે છે.

RTI માટે કરવામાં આવેલ અરજીની વાત કેટલીક વખત એટલી હદે પંહોચે છે કે અધિકારીઓ પરેશાન થઇ આપઘાત કરવાનો પ્રયાસ કરે છે. આવી ગંભીર સ્થિતિ સર્જાતી હોવાથી વ્યક્તિગત RTI માંગીને સામાન્ય લોકોને પરેશાન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવી જોઈએ.

સ્થાનિકોની સમસ્યાની રજૂઆત

શહેરના પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય અરવિંદ રાણાએ અગાઉ પણ સ્થાનિકોની સમસ્યાને લઈને રજૂઆત કરી છે. અગાઉ તેમણે શહેરના કોટ વિસ્તારમાં બિસમાર રસ્તાને સુધારવાની માંગ કરતા મેયરને પત્ર લખ્યો હતો. આ પત્રમાં તેમણે કોટ વિસ્તારમાં ટ્રાફિક સમસ્યાને પગલે રોડ પહોળવા કરવા અને સીસી રોડ બનાવવાની માંગણી કરી હતી. વરસાદમાં રોડ તૂટી જાય છે અને વારંવાર રીકાર્પેટ કરતાં તેની ઉંચાઈ વધવા લાગે છે. જેથી આસપાસના મકાનો આંગણા નીચા થવા લાગ્યા છે. આથી બિસમાર રોડના કાયમી ઉકેલ માટે સીસી રોડ બનાવવાની સ્થાનિકોની માંગને સમર્થન આપ્યું હતું.

RTI કાનૂન શું છે

માહિતી અધિકાર અધિનિયમ 2005 (આરટીઆઇ (RTI) ) એ ભારતીય સંસદનો કાયદો છે. તે "ભારતમાં રાષ્ટ્રીય કક્ષાએ નાગરિકો માટે માહિતી મેળવવાના અધિકારના વાસ્તવિક વહીવટની સ્થાપના કરવા" માટે માહિતીની સ્વતંત્રતાના કાયદાનું અમલીકરણ છે. આ કાયદો ભારતનાં બધાં જ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને લાગુ પડે છે. RTI હેઠળ અરજદારને 30 દિવસમાં જવાબ આપવા જે-તે અધિકારી બંધાયેલો છે. જો કોઈ અધિકારી જાણી જોઇને આપને આરટીઆઈનો જવાબ ના આપે તો અરજદાર ગુજરાત માહિતી આયોગમાં અરજી કરી શકે છે.