Ahmedabad: 13 બેંકોમાંથી અલગ અલગ દરની 2166 નકલી ચલણી નોટો મળી
અમદાવાદની અલગ અલગ બેંકોની શાખામાંથી છેલ્લા કેટલાક માસમાં આવેલી નકલી નોટો બાબતે એસઓજી ક્રાઇમે ગુનો નોંધ્યો છે. અલગ અલગ દરની કુલ 2166 નકલી ચલણી નોટો મળી આવતા SOGએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. કેટલાક લોકો શોર્ટકટ શોધવા માટે કોઈપણ પ્રયાસ કરતા હોય છે. ખાસ કરીને ઝડપથી રૂપિયા કમાવવા માટે થોડા સમય પહેલાં ઘણા લોકોએ બોગસ ચલણી નોટો બજારમાં ફરતી કરી હતી. કેટલાક એવા લોકો પણ છે જે દેશના અર્થતંત્રને નુકસાન કરવા માટે આવી રીતે નોટો બજારમાં ફરતી કરે છે. જેમાં અમદાવાદની અલગ-અલગ બેંકની શાખામાં દરેક દરની નકલી ચલણી નોટો જમા થઇ હતી. મળતી માહિતી મુજબ, અમદાવાદ શહેરમાં અલગ અલગ બેંકોમાં જુદા જુદા દરની નકલી ચલણી નોટો જમા થવા અંગે ગુનો નોંધાયો છે. શહેરની 13 જેટલી બેંકોમાં જમા થયેલી નકલી ચલણી નોટો અંગે SOGએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ બેંકોમાં 10, 20, 50, 100, 200, 500 અને 2000ના દરની કુલ 2166 જેટલી નકલી ચલણી નોટો મળી આવી છે. એસઓજીએ સમગ્ર મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, SOGએ કુલ 13 બેંકોની શાખામાંથી 2166 નકલી ચલણી નોટો કબ્જે કરી તપાસ હાથ ધરી છે. બોગસ નોટોમાં રૂ. 10, 20, 50, 100, 200, 500 અને 2000ના દરની નોટોનો સમાવેશ છે. સમગ્ર મામલે એસઓજીએ ગુનો નોંધી નોટો ક્યાંથી આવી અને કયા ટ્રાન્જેક્શનમાં ઉપયોગમાં લેવાઇ તે તમામ બાબતે તપાસ હાથ ધરી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદની અલગ અલગ બેંકોની શાખામાંથી છેલ્લા કેટલાક માસમાં આવેલી નકલી નોટો બાબતે એસઓજી ક્રાઇમે ગુનો નોંધ્યો છે. અલગ અલગ દરની કુલ 2166 નકલી ચલણી નોટો મળી આવતા SOGએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
કેટલાક લોકો શોર્ટકટ શોધવા માટે કોઈપણ પ્રયાસ કરતા હોય છે. ખાસ કરીને ઝડપથી રૂપિયા કમાવવા માટે થોડા સમય પહેલાં ઘણા લોકોએ બોગસ ચલણી નોટો બજારમાં ફરતી કરી હતી. કેટલાક એવા લોકો પણ છે જે દેશના અર્થતંત્રને નુકસાન કરવા માટે આવી રીતે નોટો બજારમાં ફરતી કરે છે. જેમાં અમદાવાદની અલગ-અલગ બેંકની શાખામાં દરેક દરની નકલી ચલણી નોટો જમા થઇ હતી.
મળતી માહિતી મુજબ, અમદાવાદ શહેરમાં અલગ અલગ બેંકોમાં જુદા જુદા દરની નકલી ચલણી નોટો જમા થવા અંગે ગુનો નોંધાયો છે. શહેરની 13 જેટલી બેંકોમાં જમા થયેલી નકલી ચલણી નોટો અંગે SOGએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ બેંકોમાં 10, 20, 50, 100, 200, 500 અને 2000ના દરની કુલ 2166 જેટલી નકલી ચલણી નોટો મળી આવી છે. એસઓજીએ સમગ્ર મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, SOGએ કુલ 13 બેંકોની શાખામાંથી 2166 નકલી ચલણી નોટો કબ્જે કરી તપાસ હાથ ધરી છે. બોગસ નોટોમાં રૂ. 10, 20, 50, 100, 200, 500 અને 2000ના દરની નોટોનો સમાવેશ છે. સમગ્ર મામલે એસઓજીએ ગુનો નોંધી નોટો ક્યાંથી આવી અને કયા ટ્રાન્જેક્શનમાં ઉપયોગમાં લેવાઇ તે તમામ બાબતે તપાસ હાથ ધરી છે.