Monsoon 2024: આવતીકાલે રાજ્યમાં ભારે વરસાદની આગાહી: હવામાન વિભાગ
1થી 6 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદની આગાહી બે દિવસ સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા વરસાદની આગાહી બંગાળની ખાડીમાં ડિપ્રેશનથી વરસાદની શક્યતા બે ત્રણ દિવસ પહેલા જ મેઘરાજાએ સમગ્ર રાજ્યને પાણીથી જળમગ્ન કરી દીધુ છે. ત્યારે હવે ફરી એક વખત રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે મોટી આગાહી વ્યક્ત કરી છે. આવતીકાલે રાજ્યમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. 1થી 6 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદની આગાહી રાજ્યમાં આવતીકાલે ભારે વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગે કરી છે. 1થી 6 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે આજે છૂટાછવાયા વરસાદની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે. જો કે રાજ્યમાં આજે વરસાદનું જોર ઘટ્યું છે પણ આગામી બે દિવસ સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં ડિપ્રેશન બનવાને લઈ ગુજરાતમાં વરસાદ વરસવાની શક્યતા બંગાળની ખાડીમાં ડિપ્રેશન બનવાની શક્યતાના કારણે ગુજરાતમાં વરસાદ વરસવાની શક્યતા છે. હાલમાં ચક્રવાત નલિયાથી 360 કિલોમીટર આગળ વધ્યું છે. અત્યાર સુધી આવી સિસ્ટમ માત્ર 3 વખત બની છે. આ પહેલા વર્ષ 1944માં ઝારખંડ નજીક, વર્ષ 1976માં ઓડિશા નજીક અને વર્ષ 1986માં દક્ષિણ ગુજરાતમાં આવી સિસ્ટમ બની હતી. રાજ્યના 108 જળાશયો સંપૂર્ણ ભરાતા હાઈ એલર્ટ જાહેર કરાયું ચોમાસા દરમિયાન રાજ્યમાં મેઘરાજાની મહેરના પરિણામે 206 જળાશયોમાંથી 108 જળાશયો સંપૂર્ણ રીતે પાણીથી ભરાઈ ગયા છે. જ્યારે 44 જળાશય અને ડેમ 70થી 100 ટકા જેટલા ભરાતા હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાય રાજ્યના 20 ડેમ 50 ટકાથી 70 ટકા જેટલા ભરાતા એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે 22 ડેમ 25થી 50 ટકા વચ્ચે તેમજ 12 ડેમ 25 ટકાથી ઓછા ભરાયા છે. અંબાલાલ પટેલે વરસાદને લઈને કરી આ મોટી આગાહી બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ વરસાદને લઈને મોટી આગાહી વ્યક્ત કરી છે, તેમને કહ્યું કે રાજ્યમાં 4થી 10 સપ્ટેમ્બર દરમિયાન ભારેથી અતિભારે વરસાદ ખાબકશે. હાલમાં ગુજરાતમાં વરસાદની કોઈ સિસ્ટમ સક્રિય નથી પણ 3 સપ્ટેમ્બરની આસપાસ વરસાદની સિસ્ટમ સક્રિય થશે, જેના કારણે ગુજરાતમાં ભારે વરસાદ વરસશે અને પૂર આવવાની પણ શક્યતાઓ રહેલી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- 1થી 6 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદની આગાહી
- બે દિવસ સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા વરસાદની આગાહી
- બંગાળની ખાડીમાં ડિપ્રેશનથી વરસાદની શક્યતા