Vav વિધાનસભા બેઠક માટે આ તારીખે ઉમેદવારનું ભાવિ થશે નક્કી

ભારતના ચૂંટણી પંચ દ્વારા બનાસકાંઠા જિલ્લામાં સમાવિષ્ટ વાવ વિધાનસભા બેઠક માટે પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી. જે અંતર્ગત તારીખ 18 ઑક્ટોબરના રોજ વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જ્યારે તારીખ 13 નવેમ્બર 2024ના રોજ મતદાન તથા તારીખ 23 નવેમ્બર 2024ના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે. વાવ વિધાનસભા બેઠક માટે કુલ 3,10,681 મતદારો જિલ્લા કલેક્ટરે માહિતી આપતા જણાવ્યું હતું કે, વાવ વિધાનસભા વિસ્તારમાં કુલ 3,10,681 મતદારો નોંધાયા છે. જેમાં 1,61,293 પુરુષ અને 1,49,387 સ્ત્રી મતદારો અને 01 અન્ય મતદારનો સમાવેશ થાય છે. વાવ વિધાનસભા બેઠક માટે તારીખ 13 નવેમ્બર 2024ના રોજ મતદાન યોજાશે. વાવ વિધાનસભા બેઠક માટે તારીખ 18 ઑક્ટોબરથી તારીખ 25 ઑક્ટોબર 2024 સુધીમાં જાહેર રજાના દિવસો સિવાય ઉમેદવારીપત્રો ભરવામાં આવ્યા છે. વાવ વિધાનસભા મતવિસ્તારમાં કુલ 321 પોલીંગ સ્ટેશન આવેલા છે. જેમાં તારીખ 15 ઑક્ટોબર 2024 સુધીમાં 1,61,293 પુરૂષ 1,49,387 સ્ત્રી અને 01 થર્ડ જેન્ડર મળી કુલ 3,10,681 મતદારોનો સમાવેશ થાય છે. કુલ 2581 P.W.D મતદારોનો સમાવેશ થાય છે. ચૂસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ચૂંટણી યોજાશે જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે, 'કુલ 07 સખી મતદાન મથકો, 01 આદર્શ મતદાન મથક તથા 1-1 P.W.D અને ઇકો ફ્રેન્ડલી મતદાન મથક ઊભું કરાશે. દરેક મતદાન મથક પર મેડિકલ સ્ટાફ રહેશે. મતદાન મથકો ખાતે કુલ 1412 જેટલા અધિકારી/કર્મચારીઓ ફરજ બજાવશે. જિલ્લા કક્ષાના વેર હાઉસ ખાતે વાવ વિધાનસભા ચૂંટણી માટે 626 સી.યું, 634 બી.યુ અને 623 વી.વી.પેટ ઉપલબ્ધ છે. રાજકીય પક્ષોમાં પ્રતિનિધિઓની હાજરીમાં રેન્ડમાઇઝેશન પ્રક્રિયા હાથ ધરાશે. પોલીસ બંદોબસ્તથી લઈને તમામ પારદર્શિત કામગીરી કરવામાં આવશે. જિલ્લામાં વિવિધ કામગીરીને લઈને નોડલ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. નિષ્પક્ષ અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી યોજાય તે માટે વહીવટી તંત્ર સક્રિય રહેશે.' સાંસદ ગેનીબેન ઠાકોર ગત લોકસભાની સામાન્ય ચૂંટણીમાં વિજેતા થવાથી તેમના રાજીનામાના કારણે વાવ વિધાનસભા બેઠક ખાલી પડી હતી. વાવ વિધાનસભાની પેટાચૂંટણી સંદર્ભે તારીખ 15/10/2024 થી આદર્શ આચારસંહિતા લાગુ કરવામાં આવી છે. • ચૂંટણી જાહેરનામું પ્રસિદ્ધ થવાની તારીખ:- 18/10/2024 • ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ:- 25/10/2024 • ઉમેદવારી ફોર્મની ચકાસણીની તારીખ:- 28/10/2024 • ઉમેદવારીપત્ર પાછું ખેંચવાની છેલ્લી તારીખ:- 30/10/2024 • મતદાનની તારીખ:- 13/11/2024 • મત ગણતરીની તારીખ:- 23/11/2024 • ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની છેલ્લી તારીખ:- 25/11/2024

Vav વિધાનસભા બેઠક માટે આ તારીખે ઉમેદવારનું ભાવિ થશે નક્કી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ભારતના ચૂંટણી પંચ દ્વારા બનાસકાંઠા જિલ્લામાં સમાવિષ્ટ વાવ વિધાનસભા બેઠક માટે પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી. જે અંતર્ગત તારીખ 18 ઑક્ટોબરના રોજ વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જ્યારે તારીખ 13 નવેમ્બર 2024ના રોજ મતદાન તથા તારીખ 23 નવેમ્બર 2024ના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે.

વાવ વિધાનસભા બેઠક માટે કુલ 3,10,681 મતદારો

જિલ્લા કલેક્ટરે માહિતી આપતા જણાવ્યું હતું કે, વાવ વિધાનસભા વિસ્તારમાં કુલ 3,10,681 મતદારો નોંધાયા છે. જેમાં 1,61,293 પુરુષ અને 1,49,387 સ્ત્રી મતદારો અને 01 અન્ય મતદારનો સમાવેશ થાય છે. વાવ વિધાનસભા બેઠક માટે તારીખ 13 નવેમ્બર 2024ના રોજ મતદાન યોજાશે. વાવ વિધાનસભા બેઠક માટે તારીખ 18 ઑક્ટોબરથી તારીખ 25 ઑક્ટોબર 2024 સુધીમાં જાહેર રજાના દિવસો સિવાય ઉમેદવારીપત્રો ભરવામાં આવ્યા છે.

વાવ વિધાનસભા મતવિસ્તારમાં કુલ 321 પોલીંગ સ્ટેશન આવેલા છે. જેમાં તારીખ 15 ઑક્ટોબર 2024 સુધીમાં 1,61,293 પુરૂષ 1,49,387 સ્ત્રી અને 01 થર્ડ જેન્ડર મળી કુલ 3,10,681 મતદારોનો સમાવેશ થાય છે. કુલ 2581 P.W.D મતદારોનો સમાવેશ થાય છે.

ચૂસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ચૂંટણી યોજાશે

જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે, 'કુલ 07 સખી મતદાન મથકો, 01 આદર્શ મતદાન મથક તથા 1-1 P.W.D અને ઇકો ફ્રેન્ડલી મતદાન મથક ઊભું કરાશે. દરેક મતદાન મથક પર મેડિકલ સ્ટાફ રહેશે. મતદાન મથકો ખાતે કુલ 1412 જેટલા અધિકારી/કર્મચારીઓ ફરજ બજાવશે. જિલ્લા કક્ષાના વેર હાઉસ ખાતે વાવ વિધાનસભા ચૂંટણી માટે 626 સી.યું, 634 બી.યુ અને 623 વી.વી.પેટ ઉપલબ્ધ છે. રાજકીય પક્ષોમાં પ્રતિનિધિઓની હાજરીમાં રેન્ડમાઇઝેશન પ્રક્રિયા હાથ ધરાશે. પોલીસ બંદોબસ્તથી લઈને તમામ પારદર્શિત કામગીરી કરવામાં આવશે. જિલ્લામાં વિવિધ કામગીરીને લઈને નોડલ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. નિષ્પક્ષ અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી યોજાય તે માટે વહીવટી તંત્ર સક્રિય રહેશે.'

સાંસદ ગેનીબેન ઠાકોર ગત લોકસભાની સામાન્ય ચૂંટણીમાં વિજેતા થવાથી તેમના રાજીનામાના કારણે વાવ વિધાનસભા બેઠક ખાલી પડી હતી. વાવ વિધાનસભાની પેટાચૂંટણી સંદર્ભે તારીખ 15/10/2024 થી આદર્શ આચારસંહિતા લાગુ કરવામાં આવી છે.

• ચૂંટણી જાહેરનામું પ્રસિદ્ધ થવાની તારીખ:- 18/10/2024

• ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ:- 25/10/2024

• ઉમેદવારી ફોર્મની ચકાસણીની તારીખ:- 28/10/2024

• ઉમેદવારીપત્ર પાછું ખેંચવાની છેલ્લી તારીખ:- 30/10/2024

• મતદાનની તારીખ:- 13/11/2024

• મત ગણતરીની તારીખ:- 23/11/2024

• ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની છેલ્લી તારીખ:- 25/11/2024