Surat: જાહેરમાં ચપ્પુની અણીએ લૂંટ કરવાનો પ્રયાસ કરનાર આરોપીનું પોલીસે સરઘસ કાઢ્યું

મોબાઇલ લૂંટવવાનો પ્રયાસ કરનાર આરોપીનો વીડિયો વાઈરલ જયાં હુમલો કર્યો ત્યાં પોલીસે આરોપીઓનું સરઘસ કાઢ્યું અંધારાનો લાભ લઈ બે શખ્સોએ લૂંટવાનો પ્રયાસ કર્યો હતો સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા શિવ નગર પાસે ત્રણ દિવસ પહેલા બે ભાઈઓ રેલ્વે સ્ટેશન જઇ રહ્યા હતા. તે દરમિયાન અંધારાનો લાભ લઇ બે શખસો બાઈક ઉપર આવ્યા હતા અને તેની પાસેનો મોબાઇલ લૂંટ ચલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને ચપ્પુ વડે હુમલો કર્યો હતો. આ ઘટનાનો વીડિયો વાઈરલ થયો હતો. આખરે પોલીસે આરોપીઓની ધરપકડ કરેલ છે. આરોપીઓએ જ્યાં આ કૃત્ય આચર્યું હતું ત્યાં આરોપીઓને લઇ જઈ સરઘસ કાઢવામાં આવ્યું હતું અને આરોપીઓએ જાહેરમાં લોકોની માફી પણ માંગી હતી. પાંડેસરા પોલીસની સતર્કતાથી આરોપીઓની ધરપકડ રેલવે સ્ટેશન જઇ રહેલા બન્ને ભાઈઓએ મોબાઈલ લૂંટનો પ્રતિકાર કર્યો હતો. જેથી બે પૈકીના એક આરોપીએ આ રાહદારી ઉપર જાહેરમાં ચપ્પુ વડે હુમલો કર્યો હતો. જ્યારે ત્યાંથી પસાર થતાં લોકોએ આ યુવાનને છોડાવવાનો પ્રયાસ કર્યો ત્યારે આરોપીઓ દ્વારા તેમને પણ ચપ્પુ બતાવી ડરનો માહોલ ઊભો કર્યો હતો. બાદમાં આ બંને આરોપીઓ બાઈક પર બેસી ત્યાંથી ભાગી છુટ્યા હતા. આ લૂંટની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. ત્યારબાદ પાંડેસરા પોલીસ હરકતમાં આવી હતી. પોલીસે તાત્કાલિક ફરિયાદીનો સંપર્ક કરી આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો અને તેમની ઓળખ પરેડ કરવાનો પ્રયાસ કર્યો હતો. 7 જેટલી ટીમો બનાવી હતી પોલીસ તપાસ દરમિયાન બે પૈકી એક આરોપી સોહેલ ઉર્ફે અલ્લુ રહે-ઉનપાટીયાનો હોવાનું બહાર આવ્યું હતું. જેથી પોલીસે તેની શોધખોળ હાથ ધરી હતી. પાંડેસરા અને ભેસ્તાન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસોની અલગ અલગ 7 જેટલી ટીમો બનાવી આરોપીઓ શોધી કાઢવા વર્કઆઉટ કરવામાં આવ્યું હતું. જે દરમ્યાન આરોપીઓને ટ્રેશ કરી સોહેલ ઉર્ફે અલ્લુ ગુલામ સાદિક શેખ અને એક બાળકિશોર નામના આરોપીઓને પકડી પાડયા હતા. પોલીસે આરોપીઓને જાહેરમાં માફી મંગાવી પોલીસ પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તેઓને મોજશોખ કરવાની આદત હોય અને રૂપિયાની જરૂરીયાત હોય શોહેલ ઉર્ફે અલ્લુ શેખ નાઓએ પ્લાન બનાવેલ કે આપણે રાહદારીઓનો મોબાઇલ ચોરી કરી તેને વેચી તેના રૂપિયામાંથી ભાગ પાડી લઇશુ. ત્યારબાદ સોહેલ ઉર્ફે અલ્લુ શેખ તથા તેની સાથેના તેના મિત્રએ તા. 27 ઓગસ્ટના સાંજના સમયે તેઓ ઓળખાઇ ના જાય તે માટે અંધારૂ થયા બાદ ઉનપાટીયા ખાતેથી તેઓના પાસેની મોટર સાઇકલ લઇને નીકળ્યા હતા અને ફરતા-ફરતા પાંડેસરા પીયૂષ પોઇન્ટ પાસે પહોચેલ જ્યાં એક રાહદારી તેનો મોબાઇલ હાથમાં લઇને જતો હોય તેની પાસેનો મોબાઇલ સોહેલ ઉર્ફે અલ્લુએ ખેંચવાની કોશીષ કરી પરંતુ તે રાહદારીએ મોબાઇલ આપેલ નહી અને તેઓનો પ્રતીકાર કરી પકડી રાખેલ. જેથી સોહેલ ઉર્ફે અલ્લુએ તેની પાસેનું ચપ્પુ કાઢી આ રાહદારીને આડેધડ હુમલો કરવા લાગ્યો હતો. પાંડેસરા પોલીસે લોકોનો ભય દૂર થાય તે માટે આરોપીઓને શિવ નગર ખાતે સરઘસ કાઢવામાં આવ્યું હતું અને આરોપીઓએ જાહેરમાં લોકોની માફી પણ માંગી હતી.

Surat: જાહેરમાં ચપ્પુની અણીએ લૂંટ કરવાનો પ્રયાસ કરનાર આરોપીનું પોલીસે સરઘસ કાઢ્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • મોબાઇલ લૂંટવવાનો પ્રયાસ કરનાર આરોપીનો વીડિયો વાઈરલ
  • જયાં હુમલો કર્યો ત્યાં પોલીસે આરોપીઓનું સરઘસ કાઢ્યું
  • અંધારાનો લાભ લઈ બે શખ્સોએ લૂંટવાનો પ્રયાસ કર્યો હતો

સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા શિવ નગર પાસે ત્રણ દિવસ પહેલા બે ભાઈઓ રેલ્વે સ્ટેશન જઇ રહ્યા હતા. તે દરમિયાન અંધારાનો લાભ લઇ બે શખસો બાઈક ઉપર આવ્યા હતા અને તેની પાસેનો મોબાઇલ લૂંટ ચલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને ચપ્પુ વડે હુમલો કર્યો હતો. આ ઘટનાનો વીડિયો વાઈરલ થયો હતો. આખરે પોલીસે આરોપીઓની ધરપકડ કરેલ છે. આરોપીઓએ જ્યાં આ કૃત્ય આચર્યું હતું ત્યાં આરોપીઓને લઇ જઈ સરઘસ કાઢવામાં આવ્યું હતું અને આરોપીઓએ જાહેરમાં લોકોની માફી પણ માંગી હતી.

પાંડેસરા પોલીસની સતર્કતાથી આરોપીઓની ધરપકડ

રેલવે સ્ટેશન જઇ રહેલા બન્ને ભાઈઓએ મોબાઈલ લૂંટનો પ્રતિકાર કર્યો હતો. જેથી બે પૈકીના એક આરોપીએ આ રાહદારી ઉપર જાહેરમાં ચપ્પુ વડે હુમલો કર્યો હતો. જ્યારે ત્યાંથી પસાર થતાં લોકોએ આ યુવાનને છોડાવવાનો પ્રયાસ કર્યો ત્યારે આરોપીઓ દ્વારા તેમને પણ ચપ્પુ બતાવી ડરનો માહોલ ઊભો કર્યો હતો. બાદમાં આ બંને આરોપીઓ બાઈક પર બેસી ત્યાંથી ભાગી છુટ્યા હતા. આ લૂંટની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. ત્યારબાદ પાંડેસરા પોલીસ હરકતમાં આવી હતી. પોલીસે તાત્કાલિક ફરિયાદીનો સંપર્ક કરી આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો અને તેમની ઓળખ પરેડ કરવાનો પ્રયાસ કર્યો હતો.

7 જેટલી ટીમો બનાવી હતી

પોલીસ તપાસ દરમિયાન બે પૈકી એક આરોપી સોહેલ ઉર્ફે અલ્લુ રહે-ઉનપાટીયાનો હોવાનું બહાર આવ્યું હતું. જેથી પોલીસે તેની શોધખોળ હાથ ધરી હતી. પાંડેસરા અને ભેસ્તાન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસોની અલગ અલગ 7 જેટલી ટીમો બનાવી આરોપીઓ શોધી કાઢવા વર્કઆઉટ કરવામાં આવ્યું હતું. જે દરમ્યાન આરોપીઓને ટ્રેશ કરી સોહેલ ઉર્ફે અલ્લુ ગુલામ સાદિક શેખ અને એક બાળકિશોર નામના આરોપીઓને પકડી પાડયા હતા.

પોલીસે આરોપીઓને જાહેરમાં માફી મંગાવી

પોલીસ પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તેઓને મોજશોખ કરવાની આદત હોય અને રૂપિયાની જરૂરીયાત હોય શોહેલ ઉર્ફે અલ્લુ શેખ નાઓએ પ્લાન બનાવેલ કે આપણે રાહદારીઓનો મોબાઇલ ચોરી કરી તેને વેચી તેના રૂપિયામાંથી ભાગ પાડી લઇશુ. ત્યારબાદ સોહેલ ઉર્ફે અલ્લુ શેખ તથા તેની સાથેના તેના મિત્રએ તા. 27 ઓગસ્ટના સાંજના સમયે તેઓ ઓળખાઇ ના જાય તે માટે અંધારૂ થયા બાદ ઉનપાટીયા ખાતેથી તેઓના પાસેની મોટર સાઇકલ લઇને નીકળ્યા હતા અને ફરતા-ફરતા પાંડેસરા પીયૂષ પોઇન્ટ પાસે પહોચેલ જ્યાં એક રાહદારી તેનો મોબાઇલ હાથમાં લઇને જતો હોય તેની પાસેનો મોબાઇલ સોહેલ ઉર્ફે અલ્લુએ ખેંચવાની કોશીષ કરી પરંતુ તે રાહદારીએ મોબાઇલ આપેલ નહી અને તેઓનો પ્રતીકાર કરી પકડી રાખેલ. જેથી સોહેલ ઉર્ફે અલ્લુએ તેની પાસેનું ચપ્પુ કાઢી આ રાહદારીને આડેધડ હુમલો કરવા લાગ્યો હતો. પાંડેસરા પોલીસે લોકોનો ભય દૂર થાય તે માટે આરોપીઓને શિવ નગર ખાતે સરઘસ કાઢવામાં આવ્યું હતું અને આરોપીઓએ જાહેરમાં લોકોની માફી પણ માંગી હતી.