Veraval Bulldozer: યાત્રાધામ સોમનાથમાં ફરી વળ્યું બુલડોઝર, 150થી ગેરકાયદેસર દબાણો હટાવાયા
સોમનાથના ઈતિહાસમાં સૌથી મોટા ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ હતી. મંદિરના દ્વાર ખુલે એ પહેલાં જ ધાર્મિક સ્થળો સહિતના દબાણો દૂર કરવાની ફરી શરૂઆત કરાઈ. મળતી માહિતી મુજબ, યાત્રાધામ સોમનાથમાં ફરી તંત્રનું બુલડોઝર ફર્યું છે. શંખ સર્કલથી ત્રિવેણી ઘાટ સુધી નાના લારી ગલ્લા, રોડ પરના દબાણો દૂર કર્યા છે. વેરાવળમાં 150થી વધુ દબાણો દૂર કરાયા છે.યાત્રાધામ સોમનાથમાં તંત્રનું ફરીવાપ ડિમોલિશનની કામગીરી તેજ કરવામાં આવી છે. નાના લારી ગલ્લા સહિત ના રોડ પર ના દબાણો દૂર કરવા કાર્યવાહી હાથ ધરાઇ છે. વેરાવળ સોમનાથ જોડિયા શહેરમાં ત્રણ દિવસથી તંત્રની ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાઇ છે. વેરાવળમાં 150થી વધુ દબાણો દૂર કરાયા છે. સોમનાથમાં શંખ સર્કલથી ત્રિવેણી ઘાટ સુધી 150થી ગેરકાયદેસર દબાણો હટાવાયા છે. આગામી 22 તારીખથી સોમનાથ ખાતે ચિંતન શિબિર યોજાનાર છે, ત્યારે પાલિકા તંત્ર દ્વારા સૂચક ડિમોલિશનની કામગારી તેજ કરાઇ છે.ગેર કાયદેસર બાંધકામને લઈ સરકાર એલર્ટ બની છે,ગીરસોમનાથ,જૂનાગઢ,દ્રારકા,કચ્છમાં સૌથી વધારે ગેરકાયદેસર બાંધકામ થયા હોવાની માહિતી સામે આવી છે જેમાં સરકાર દ્રારા અને કલેકટર દ્રારા ગેરકાયદેસર બાંધકામને લઈ અવાર-નવાર નોટીસો આપવામાં આવે છે તેમ છત્તા બાંધકામ દૂર કરવામાં આવતું નથી જેને લઈ બુલડોઝર દ્રારા દબાણ દૂર કરી જમીનને ખુલ્લી કરવામાં આવે છે,ખંભાળીયા-જામનગર હાઈવે પર ગેરકાયદેસર બાંધકામ કરીને હોટલ ચલાવવામાં આવતી હતી.અગાઉ ગીર સોમનાથમાં મોડી રાત્રે ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ હતી. ડિમોલિશનની કામગીરી દરમિયાન સ્થાનિકોનો હોબાળો થયો હતો. ધાર્મિક સ્થળો અને ખાનગી દબાણ દૂર કરવાના પ્રયાસ સમયે હોબાળો થયો હતો. દબાણ દૂર કરવાની કામગીરીમાં સ્થાનિકોએ ખલેલ પહોંચાડી હતી. જોકે, પોલીસે સ્થાનિકોને હટાવી ડિમોલિશન શરૂ કર્યું. ડિમોલિશનની કામગીરીમાં 36 જેસીબી મશિન અને 70 ટ્રેક્ટર ટ્રોલી કામે લાગ્યા હતા. લગભગ 1500 પોલીસ કર્મચારીઓની હાજરીમાં દબાણ હટાવાયું. સમગ્ર કામગીરીમાં પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાના પોલીસ જવાનો અને SRP કંપનીનો ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવાયો છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સોમનાથના ઈતિહાસમાં સૌથી મોટા ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ હતી. મંદિરના દ્વાર ખુલે એ પહેલાં જ ધાર્મિક સ્થળો સહિતના દબાણો દૂર કરવાની ફરી શરૂઆત કરાઈ. મળતી માહિતી મુજબ, યાત્રાધામ સોમનાથમાં ફરી તંત્રનું બુલડોઝર ફર્યું છે. શંખ સર્કલથી ત્રિવેણી ઘાટ સુધી નાના લારી ગલ્લા, રોડ પરના દબાણો દૂર કર્યા છે. વેરાવળમાં 150થી વધુ દબાણો દૂર કરાયા છે.
યાત્રાધામ સોમનાથમાં તંત્રનું ફરીવાપ ડિમોલિશનની કામગીરી તેજ કરવામાં આવી છે. નાના લારી ગલ્લા સહિત ના રોડ પર ના દબાણો દૂર કરવા કાર્યવાહી હાથ ધરાઇ છે. વેરાવળ સોમનાથ જોડિયા શહેરમાં ત્રણ દિવસથી તંત્રની ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાઇ છે. વેરાવળમાં 150થી વધુ દબાણો દૂર કરાયા છે. સોમનાથમાં શંખ સર્કલથી ત્રિવેણી ઘાટ સુધી 150થી ગેરકાયદેસર દબાણો હટાવાયા છે. આગામી 22 તારીખથી સોમનાથ ખાતે ચિંતન શિબિર યોજાનાર છે, ત્યારે પાલિકા તંત્ર દ્વારા સૂચક ડિમોલિશનની કામગારી તેજ કરાઇ છે.
ગેર કાયદેસર બાંધકામને લઈ સરકાર એલર્ટ બની છે,ગીરસોમનાથ,જૂનાગઢ,દ્રારકા,કચ્છમાં સૌથી વધારે ગેરકાયદેસર બાંધકામ થયા હોવાની માહિતી સામે આવી છે જેમાં સરકાર દ્રારા અને કલેકટર દ્રારા ગેરકાયદેસર બાંધકામને લઈ અવાર-નવાર નોટીસો આપવામાં આવે છે તેમ છત્તા બાંધકામ દૂર કરવામાં આવતું નથી જેને લઈ બુલડોઝર દ્રારા દબાણ દૂર કરી જમીનને ખુલ્લી કરવામાં આવે છે,ખંભાળીયા-જામનગર હાઈવે પર ગેરકાયદેસર બાંધકામ કરીને હોટલ ચલાવવામાં આવતી હતી.
અગાઉ ગીર સોમનાથમાં મોડી રાત્રે ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ હતી. ડિમોલિશનની કામગીરી દરમિયાન સ્થાનિકોનો હોબાળો થયો હતો. ધાર્મિક સ્થળો અને ખાનગી દબાણ દૂર કરવાના પ્રયાસ સમયે હોબાળો થયો હતો. દબાણ દૂર કરવાની કામગીરીમાં સ્થાનિકોએ ખલેલ પહોંચાડી હતી. જોકે, પોલીસે સ્થાનિકોને હટાવી ડિમોલિશન શરૂ કર્યું. ડિમોલિશનની કામગીરીમાં 36 જેસીબી મશિન અને 70 ટ્રેક્ટર ટ્રોલી કામે લાગ્યા હતા. લગભગ 1500 પોલીસ કર્મચારીઓની હાજરીમાં દબાણ હટાવાયું. સમગ્ર કામગીરીમાં પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાના પોલીસ જવાનો અને SRP કંપનીનો ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવાયો છે.