Surendranagar: પોલીસ વાનને નડ્યો અકસ્માત, બે પોલીસકર્મીને થઈ સામાન્ય ઈજા

સુરેન્દ્રનગરમાં પોલીસ વાનને અકસ્માત નડ્યો છે. સાંસદનું પાઈલોટિંગ કરી પરત જતાં સમયે ચોટીલાની પોલીસ વાનનો અક્સ્માત સર્જાયો હતો. સાયલા હાઈવે પર ઓચિંતો આખલો આડો ઉતરતા પોલીસ વાન રોડ નીચે નાળામાં ઉતરી ગઈ હતી.અચાનક આખલો આવી જતા પોલીસ વાનનો અકસ્માત સર્જાયો જણાવી દઈએ કે સાંસદ પુરુષોત્તમ રૂપાલાના પાઈલોટિંગ માટે ગયેલી આ પોલીસ વાનને અક્સ્માત નડ્યો હતો. સામતપર બોર્ડ પાસે અકસ્માત સર્જાયો હતો અને આ અકસ્માતમાં પોલીસ વાનમાં સવાર બે પોલીસ કર્મીઓને સામાન્ય ઈજાઓ પહોંચી હતી, પરંતુ સદનસીબે બંને પોલીસ કર્મીઓનો આબાદ બચાવ થયો હતો. રખડતા પશુઓને કારણે વાંરવાર થાય છે અકસ્માત ઉલ્લેખનીય છે કે રોડ પર રખડતા પશુઓને કારણે અકસ્માતો સર્જાવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. સાયલા ચોટીલા હાઈવે પર છેલ્લા ત્રણ માસમાં આ ચોથી વખત પોલીસ વાન અક્સ્માતનો ભોગ બની ચૂકી છે. 9 સપ્ટેમ્બરે સાયલા હાઈવે પર મોટો અકસ્માત સર્જાયો હતો 9 સપ્ટેમ્બરે જ સાયલા હાઈવે પર મોટો અકસ્માત સર્જાયો હતો અને તેમાં બે લોકોના મોત થયા હતા અને ત્રણ લોકોને ઈજા પહોંચી હતી. સાયલા હાઈવે પર મોડેલ સ્કૂલ સામે આ અકસ્માત સર્જાયો હતો. શટલ રિક્ષા આઈશર ટ્રકની પાછળ ઘૂસી જતાં અક્સ્માત થયો હતો અને આ અકસ્માતમાં અઢી માસના બાળક અને એક યુવતીનું મોત થયું હતું. ત્યારે 3 લોકો ઈજાગ્રસ્ત થયા હતા, જેમાં બે લોકોની હાલત ગંભીર હતી. જો કે આ ત્રણેય ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં ખસેડાયા હતા. રિક્ષામાં પરિવાર ચોટીલા પાસે માતાજીના દર્શને જતો હતો અને આ દરમિયાન અકસ્માત સર્જાયો હતો. જામનગર ગ્રામ્યમાં આખલાનો ત્રાસ જામનગરમાં ગ્રામ્ય પંથકમાં આખલાનો ત્રાસ સામે આવ્યો છે. જામનગર નજીક નાઘેડી ગામ પાસે આવેલી સોસાયટીમાં એક આખલાએ વૃદ્ધાને અડફેટે લીધા હતા. માધવ રેસીડેન્સી નામની સોસાયટીમાં આખલાએ વૃદ્ધને કચડી કુદકા માર્યા હતા. આ બનાવ બનતા હાજર મહિલાએ વૃદ્ધાને બચાવ્યા હતા અને આ ઘટના સમયે અન્ય વ્યક્તિનો પણ આખાલાથી આકસ્મિક બચાવ થયો હતો. આ બનાવમાં વૃદ્ધને સામાન્ય ઈજા પહોંચી હતી અને આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. 

Surendranagar: પોલીસ વાનને નડ્યો અકસ્માત, બે પોલીસકર્મીને થઈ સામાન્ય ઈજા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરેન્દ્રનગરમાં પોલીસ વાનને અકસ્માત નડ્યો છે. સાંસદનું પાઈલોટિંગ કરી પરત જતાં સમયે ચોટીલાની પોલીસ વાનનો અક્સ્માત સર્જાયો હતો. સાયલા હાઈવે પર ઓચિંતો આખલો આડો ઉતરતા પોલીસ વાન રોડ નીચે નાળામાં ઉતરી ગઈ હતી.

અચાનક આખલો આવી જતા પોલીસ વાનનો અકસ્માત સર્જાયો

જણાવી દઈએ કે સાંસદ પુરુષોત્તમ રૂપાલાના પાઈલોટિંગ માટે ગયેલી આ પોલીસ વાનને અક્સ્માત નડ્યો હતો. સામતપર બોર્ડ પાસે અકસ્માત સર્જાયો હતો અને આ અકસ્માતમાં પોલીસ વાનમાં સવાર બે પોલીસ કર્મીઓને સામાન્ય ઈજાઓ પહોંચી હતી, પરંતુ સદનસીબે બંને પોલીસ કર્મીઓનો આબાદ બચાવ થયો હતો.

રખડતા પશુઓને કારણે વાંરવાર થાય છે અકસ્માત

ઉલ્લેખનીય છે કે રોડ પર રખડતા પશુઓને કારણે અકસ્માતો સર્જાવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. સાયલા ચોટીલા હાઈવે પર છેલ્લા ત્રણ માસમાં આ ચોથી વખત પોલીસ વાન અક્સ્માતનો ભોગ બની ચૂકી છે.

9 સપ્ટેમ્બરે સાયલા હાઈવે પર મોટો અકસ્માત સર્જાયો હતો

9 સપ્ટેમ્બરે જ સાયલા હાઈવે પર મોટો અકસ્માત સર્જાયો હતો અને તેમાં બે લોકોના મોત થયા હતા અને ત્રણ લોકોને ઈજા પહોંચી હતી. સાયલા હાઈવે પર મોડેલ સ્કૂલ સામે આ અકસ્માત સર્જાયો હતો. શટલ રિક્ષા આઈશર ટ્રકની પાછળ ઘૂસી જતાં અક્સ્માત થયો હતો અને આ અકસ્માતમાં અઢી માસના બાળક અને એક યુવતીનું મોત થયું હતું. ત્યારે 3 લોકો ઈજાગ્રસ્ત થયા હતા, જેમાં બે લોકોની હાલત ગંભીર હતી. જો કે આ ત્રણેય ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં ખસેડાયા હતા. રિક્ષામાં પરિવાર ચોટીલા પાસે માતાજીના દર્શને જતો હતો અને આ દરમિયાન અકસ્માત સર્જાયો હતો.

જામનગર ગ્રામ્યમાં આખલાનો ત્રાસ

જામનગરમાં ગ્રામ્ય પંથકમાં આખલાનો ત્રાસ સામે આવ્યો છે. જામનગર નજીક નાઘેડી ગામ પાસે આવેલી સોસાયટીમાં એક આખલાએ વૃદ્ધાને અડફેટે લીધા હતા. માધવ રેસીડેન્સી નામની સોસાયટીમાં આખલાએ વૃદ્ધને કચડી કુદકા માર્યા હતા. આ બનાવ બનતા હાજર મહિલાએ વૃદ્ધાને બચાવ્યા હતા અને આ ઘટના સમયે અન્ય વ્યક્તિનો પણ આખાલાથી આકસ્મિક બચાવ થયો હતો. આ બનાવમાં વૃદ્ધને સામાન્ય ઈજા પહોંચી હતી અને આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.