Bhavnagarમાં બે ભાઈઓએ ભેગા મળીને આધેડની કરી હત્યા, માથામાં મારી લોંખડની પાઈપ

ભાવનગર જિલ્લામાં વધુ એક હત્યાનો બનાવ બનતા ચકચાર ફેલાઈ જવા પામી છે.જિલ્લાના સિહોર તાલુકાના ટોડી ગામ ખાતે 2 ભાઈઓએ એક આધેડને માથાના ભાગે માર મારી ઇજા પહોંચાડી હતી જેમાં ઇજાગ્રસ્ત આધેડનું સારવાર દરમિયાન મોત નિપજતા મારામારીનો મામલો હત્યામાં પલટાયો હતો. હત્યાનો ગુનો નોંધાયો સોનગઢ પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી એક આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથધરી છે.સિહોર તાલુકાના ટોડી ગામે રહેતા વિક્રમભાઈ શિવાભાઈ વાઘેલા નામના વ્યક્તિ પોતાના પરિવાર સાથે રહી ખેત મજૂરી કામ કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા.12 વર્ષ પહેલાં વિક્રમભાઈ વાઘેલાએ પોતાના ઘર પાસે સરકારી જગ્યામાં ઉકરડો કરવા માટે વાડો બનાવવામાં આવ્યો હતો જે 12 વર્ષ થી વિક્રમભાઈ વાઘેલાના કબ્જામાં હતો.ગત તારીખ 8 નવેમ્બરના રોજ સવારના સાડા સાત વાગ્યાની આસપાસ વિક્રમભાઈ વાઘેલા વાડીએ કામ કરવા જતાં હતાં એ દરમિયાન તે જ ગામમાં રહેતા 2 ભાઈઓ અશોક નારણભાઇ બલિયા અને ગોકુળ નારણભાઇ બલીયા હાથમાં લાકડીઓ લઈ આવી માર મારવા લાગ્યા હતા. જમીનને લઈ હતો વિવાદ જેમાં માથાના ભાગે વિક્રમભાઈને ગંભીર ઇજાઓ થતા તેમને સારવાર માટે ભાવનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાં 2 દિવસની સારવાર બાદ વિક્રમભાઈ વાઘેલાએ હોસ્પિટલમાં જ પોતાનો દમ તોડતા ડોકટર એ મરણ ગયેલ જાહેર કરેલ અને મારામારીનો બનાવ હત્યામાં પલટાયો હતો.હત્યા કરવા પાછળનું કારણ જોઈએ તો મરણજનાર વિક્રમભાઈ વાઘેલાએ સરકારી જગ્યામાં ઉકરડો બનાવવા જગ્યા વાળી હતી અને એ જગ્યા ઉપર બે ભાઈઓ અશોક અને ગોકુળ નારણભાઇ બલિયાને એ જોઈતી હતી જેથી અવારનવાર માથાકૂટ થતી હતી અને મારામારીનો બનાવ હત્યામાં પલટાયો હતો.સોનગઢ પોલીસે હત્યાની કલમ ઉમેરી આરોપી અશોક નારણ બલિયાની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.  

Bhavnagarમાં બે ભાઈઓએ ભેગા મળીને આધેડની કરી હત્યા, માથામાં મારી લોંખડની પાઈપ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ભાવનગર જિલ્લામાં વધુ એક હત્યાનો બનાવ બનતા ચકચાર ફેલાઈ જવા પામી છે.જિલ્લાના સિહોર તાલુકાના ટોડી ગામ ખાતે 2 ભાઈઓએ એક આધેડને માથાના ભાગે માર મારી ઇજા પહોંચાડી હતી જેમાં ઇજાગ્રસ્ત આધેડનું સારવાર દરમિયાન મોત નિપજતા મારામારીનો મામલો હત્યામાં પલટાયો હતો.

હત્યાનો ગુનો નોંધાયો

સોનગઢ પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી એક આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથધરી છે.સિહોર તાલુકાના ટોડી ગામે રહેતા વિક્રમભાઈ શિવાભાઈ વાઘેલા નામના વ્યક્તિ પોતાના પરિવાર સાથે રહી ખેત મજૂરી કામ કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા.12 વર્ષ પહેલાં વિક્રમભાઈ વાઘેલાએ પોતાના ઘર પાસે સરકારી જગ્યામાં ઉકરડો કરવા માટે વાડો બનાવવામાં આવ્યો હતો જે 12 વર્ષ થી વિક્રમભાઈ વાઘેલાના કબ્જામાં હતો.ગત તારીખ 8 નવેમ્બરના રોજ સવારના સાડા સાત વાગ્યાની આસપાસ વિક્રમભાઈ વાઘેલા વાડીએ કામ કરવા જતાં હતાં એ દરમિયાન તે જ ગામમાં રહેતા 2 ભાઈઓ અશોક નારણભાઇ બલિયા અને ગોકુળ નારણભાઇ બલીયા હાથમાં લાકડીઓ લઈ આવી માર મારવા લાગ્યા હતા.


જમીનને લઈ હતો વિવાદ

જેમાં માથાના ભાગે વિક્રમભાઈને ગંભીર ઇજાઓ થતા તેમને સારવાર માટે ભાવનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાં 2 દિવસની સારવાર બાદ વિક્રમભાઈ વાઘેલાએ હોસ્પિટલમાં જ પોતાનો દમ તોડતા ડોકટર એ મરણ ગયેલ જાહેર કરેલ અને મારામારીનો બનાવ હત્યામાં પલટાયો હતો.હત્યા કરવા પાછળનું કારણ જોઈએ તો મરણજનાર વિક્રમભાઈ વાઘેલાએ સરકારી જગ્યામાં ઉકરડો બનાવવા જગ્યા વાળી હતી અને એ જગ્યા ઉપર બે ભાઈઓ અશોક અને ગોકુળ નારણભાઇ બલિયાને એ જોઈતી હતી જેથી અવારનવાર માથાકૂટ થતી હતી અને મારામારીનો બનાવ હત્યામાં પલટાયો હતો.સોનગઢ પોલીસે હત્યાની કલમ ઉમેરી આરોપી અશોક નારણ બલિયાની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.