Umreth: BAPS મંદિરના પૂજારીએ યુવતી પર દુષ્કર્મ આચરી ગર્ભવતી કર્યાનો આક્ષેપ

ઉમરેઠના BAPS મંદિરના પૂજારી પર ગંભીર આરોપ લાગ્યો છે. BAPS મંદિરના પૂજારી પર યુવતીને અવારનવાર દુષ્કર્મ કરીને ગર્ભવતી બનાવવાનો આક્ષેપ કર્યો. પીડિતાના પરિવારજનોએ આ અંગેની ફરિયાદ કરતા જણાવ્યું છે કે, મંદિરનો પૂજારી અમારી મંદબુદ્ધિની દીકરીને ધાકધમકી આપીને દુષ્કર્મ ગુજારતો હતો. આણંદના ઉમરેઠમાં થોડાક દિવસ પહેલા મૃત નવજાત બાળક મળી આવ્યું હતું. આ બાળકને કોઈ ત્યજીને ત્યાંથી જતું રહ્યું હતું. ત્યારે આ મૃત બાળક મામલે પોલીસે સઘન તપાસ આદરી હતી. મૃત નવજાત મામલે મોટો ખુલાસો સામે આવતા સમગ્ર ઉમરેઠમાં હડકંપ મચી ગયો છે. દુષ્કર્મ આચરતા યુવતીને ગર્ભ રહી ગયો દુષ્કર્મ આચરતા યુવતીને ગર્ભ રહી ગયો હતો. ઉમરેઠ પોલીસે ભોગ બનનારી યુવતીના પરિવારની અરજી લઇ વધુ તપાસ શરૂ કરી છે. હાલમાં યુવતીને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. પીડિતાના પિતાએ જણાવ્યું કે આ સ્વામિનારાયણ મંદિરની જ્યારથી ઈંટ મૂકી ત્યારથી મારા માતા અહીં કામ કરતા હતા. તેમના ગુજરી ગયા બાદ મારી પત્ની અને મંદબુદ્ધિની દીકરી અહીં કામ કરતી હતી. મારી દીકરી પર પૂજારીએ દુષ્કર્મ આચર્યું અને ગર્ભવતી કરી મારી દીકરીને પૂજારીએ દુષ્કર્મ આચરીને ગર્ભવતી બનાવી છે. મારી દીકરી સવારે ચાર વાગે આંગણવાડી વોશરૂમ માટે ગઈ ત્યારે જ બાળક બહાર આવી ગયું હતું. બાળકને ત્યાંજ અમે મૂક્યું અને દીકરીને નડિયાદ સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. બાદમાં ત્યાંથી અમને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઇ ગયા હતા. ઉમરેઠ પોલીસે ભોગ બનનારી યુવતીના પરિવારની અરજી લઈને તપાસ આદરી હતી. પૂજારી દ્વારા દુષ્કર્મના આરોપ પર અમિત ચાવડાનું નિવેદન અમિત ચાવડાએ કહ્યુ કે, પ્રાથમિક મળેલી માહિતી મુજબ આ ઘટના ખૂબ દુર્ભાગ્યપૂર્ણ છે. ધાર્મિક સંસ્થાના સંત દ્વારા આવું કૃત્ય આઘાતજનક છે. આવું કૃત્ય ધર્મ અને તેની સાથે જોડાયેલા માટે આઘાતજનક છે. ઘટનાની ચોક્કસ તપાસ થવી જોઈએ. કોઈપણ સંપ્રદાયના સંત હોય, તેને ખુલ્લો પાડવો જોઈએ. તેની સામે કડક કાર્યવાહી થવી જોઈએ.

Umreth: BAPS મંદિરના પૂજારીએ યુવતી પર દુષ્કર્મ આચરી ગર્ભવતી કર્યાનો આક્ષેપ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ઉમરેઠના BAPS મંદિરના પૂજારી પર ગંભીર આરોપ લાગ્યો છે. BAPS મંદિરના પૂજારી પર યુવતીને અવારનવાર દુષ્કર્મ કરીને ગર્ભવતી બનાવવાનો આક્ષેપ કર્યો. પીડિતાના પરિવારજનોએ આ અંગેની ફરિયાદ કરતા જણાવ્યું છે કે, મંદિરનો પૂજારી અમારી મંદબુદ્ધિની દીકરીને ધાકધમકી આપીને દુષ્કર્મ ગુજારતો હતો.

આણંદના ઉમરેઠમાં થોડાક દિવસ પહેલા મૃત નવજાત બાળક મળી આવ્યું હતું. આ બાળકને કોઈ ત્યજીને ત્યાંથી જતું રહ્યું હતું. ત્યારે આ મૃત બાળક મામલે પોલીસે સઘન તપાસ આદરી હતી. મૃત નવજાત મામલે મોટો ખુલાસો સામે આવતા સમગ્ર ઉમરેઠમાં હડકંપ મચી ગયો છે.

દુષ્કર્મ આચરતા યુવતીને ગર્ભ રહી ગયો

દુષ્કર્મ આચરતા યુવતીને ગર્ભ રહી ગયો હતો. ઉમરેઠ પોલીસે ભોગ બનનારી યુવતીના પરિવારની અરજી લઇ વધુ તપાસ શરૂ કરી છે. હાલમાં યુવતીને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. પીડિતાના પિતાએ જણાવ્યું કે આ સ્વામિનારાયણ મંદિરની જ્યારથી ઈંટ મૂકી ત્યારથી મારા માતા અહીં કામ કરતા હતા. તેમના ગુજરી ગયા બાદ મારી પત્ની અને મંદબુદ્ધિની દીકરી અહીં કામ કરતી હતી.

મારી દીકરી પર પૂજારીએ દુષ્કર્મ આચર્યું અને ગર્ભવતી કરી

મારી દીકરીને પૂજારીએ દુષ્કર્મ આચરીને ગર્ભવતી બનાવી છે. મારી દીકરી સવારે ચાર વાગે આંગણવાડી વોશરૂમ માટે ગઈ ત્યારે જ બાળક બહાર આવી ગયું હતું. બાળકને ત્યાંજ અમે મૂક્યું અને દીકરીને નડિયાદ સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. બાદમાં ત્યાંથી અમને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઇ ગયા હતા. ઉમરેઠ પોલીસે ભોગ બનનારી યુવતીના પરિવારની અરજી લઈને તપાસ આદરી હતી.

પૂજારી દ્વારા દુષ્કર્મના આરોપ પર અમિત ચાવડાનું નિવેદન

અમિત ચાવડાએ કહ્યુ કે, પ્રાથમિક મળેલી માહિતી મુજબ આ ઘટના ખૂબ દુર્ભાગ્યપૂર્ણ છે. ધાર્મિક સંસ્થાના સંત દ્વારા આવું કૃત્ય આઘાતજનક છે. આવું કૃત્ય ધર્મ અને તેની સાથે જોડાયેલા માટે આઘાતજનક છે. ઘટનાની ચોક્કસ તપાસ થવી જોઈએ. કોઈપણ સંપ્રદાયના સંત હોય, તેને ખુલ્લો પાડવો જોઈએ. તેની સામે કડક કાર્યવાહી થવી જોઈએ.