Vadodara: 3 દિવસથી 4 બિલ્ડર ગ્રુપ પર આવકવેરાના દરોડા, 30 બેન્ક-લોકર સીલ
વડોદરામાં 3 દિવસથી 4 બિલ્ડરોના ત્યાં IT વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. દિવાળીના ચોપડા પૂજન પહેલા જૂના ચોપડા પર આવકવેરાની નજર પડી છે. વડોદરા શહેરના આવકવેરા વિભાગ મોટા દરોડા પાડ્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. વડોદરામાં 3 દિવસથી રત્નમ, કોર્ટયાર્ડ ગ્રુપ અને સીધેશ્વર-ન્યાલકરણ, શ્રીમય જૂથને ત્યાં IT વિભાગના દરોડા યથાવત છે. 4 બિલ્ડરોના ત્યાં દરોડામાં ITને બેનામી વ્યવહારો મળ્યાની માહિતી મળી છે. ઇલેક્ટ્રોનિક વ્યવહાર, દસ્તાવેજ, હાર્ડ ડિસ્ક સહિતનો સામાન ITએ જપ્ત કર્યો છે. આ સાથે તપાસમાં બેહિસાબી નાણાં વ્યવહારોની ડાયરી મળી આવી છે. ચારેય બિલ્ડરોના 30 જેટલા બેન્ક લોકર સીલ કરવામાં આવ્યા છે. સૂત્રો પ્રમાણે મળતી માહિતી અનુસાર વડોદરા શહેરના હરણી મોટનાથ મંદિર પાસે નિર્માણ પામી રહેલી રત્નમ ગ્રૂપની સ્કીમના સંચાલક નિલેશ શેઠ તેના ભાઈ પ્રકાશ શેઠ સહિત તેમના ભાગીદારોના નિવાસ્થાન તેમજ ઓફિસોમાં પણ આજે સવારથી જ દરોડાની કાર્યવાહી ચાલી રહી છે. રત્નમ ગ્રૂપ સાથે સંકળાયેલા આર્કિટેક તેમજ અન્ય ફાઈનાન્સરને ત્યાં પણ આવકવેરા વિભાગે તપાસ હાથ ધરી હોવાનું જાણવા છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરામાં 3 દિવસથી 4 બિલ્ડરોના ત્યાં IT વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. દિવાળીના ચોપડા પૂજન પહેલા જૂના ચોપડા પર આવકવેરાની નજર પડી છે. વડોદરા શહેરના આવકવેરા વિભાગ મોટા દરોડા પાડ્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે.
વડોદરામાં 3 દિવસથી રત્નમ, કોર્ટયાર્ડ ગ્રુપ અને સીધેશ્વર-ન્યાલકરણ, શ્રીમય જૂથને ત્યાં IT વિભાગના દરોડા યથાવત છે. 4 બિલ્ડરોના ત્યાં દરોડામાં ITને બેનામી વ્યવહારો મળ્યાની માહિતી મળી છે. ઇલેક્ટ્રોનિક વ્યવહાર, દસ્તાવેજ, હાર્ડ ડિસ્ક સહિતનો સામાન ITએ જપ્ત કર્યો છે. આ સાથે તપાસમાં બેહિસાબી નાણાં વ્યવહારોની ડાયરી મળી આવી છે. ચારેય બિલ્ડરોના 30 જેટલા બેન્ક લોકર સીલ કરવામાં આવ્યા છે.
સૂત્રો પ્રમાણે મળતી માહિતી અનુસાર વડોદરા શહેરના હરણી મોટનાથ મંદિર પાસે નિર્માણ પામી રહેલી રત્નમ ગ્રૂપની સ્કીમના સંચાલક નિલેશ શેઠ તેના ભાઈ પ્રકાશ શેઠ સહિત તેમના ભાગીદારોના નિવાસ્થાન તેમજ ઓફિસોમાં પણ આજે સવારથી જ દરોડાની કાર્યવાહી ચાલી રહી છે. રત્નમ ગ્રૂપ સાથે સંકળાયેલા આર્કિટેક તેમજ અન્ય ફાઈનાન્સરને ત્યાં પણ આવકવેરા વિભાગે તપાસ હાથ ધરી હોવાનું જાણવા છે.