Tennis ખેલાડીઓને વિદેશી કોચ દ્વારા વિનામૂલ્યે તાલીમ આપવા પસંદગી પ્રક્રિયા હાથ ધરાશે
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને અલ્ટેવોલ એલેક્ઝાન્ડર વાસ્કે ટેનીસ યુનિવર્સિટી વચ્ચે અમદાવાદ ખાતે ટેનીસ રમતનું બિન-નિવાસી કેન્દ્ર શરૂ કરવા માટે એમ.ઓ.યુ. કરવામાં આવેલ છે. જે અનુસંધાને શુકન-૬, સાયન્સ સીટી રોડ, સોલા, અમદાવાદ ખાતે કાર્યરત અલ્ટેવોલ એલેક્ઝાન્ડર વાસ્કે ટેનીસ યુનિવર્સિટી ખાતે ૧૦ થી ૧૪ વર્ષના ટેનીસ રમતના ખેલાડી ભાઇઓ-બહેનોની પસંદગી વિદેશી કોચ દ્વારા વિના મૂલ્યે તાલીમ આપવા તા.૨૫/૧૧/૨૦૨૪ થી તા.૦૬/૧૨/૨૦૨૪ સુધી સવારે ૧૦ કલાકથી પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. ઓનલાઈ કરાવો રજીસ્ટ્રેશન બનાસકાંઠા જિલ્લાના રસ ધરાવતા તમામ ટેનીસ રમતના ખેલાડીઓએ તા.૨૪/૧૧/૨૦૨૪ સુધીમાં રજીસ્ટ્રેશન કરાવી, જરૂરી પ્રમાણપત્રો (જન્મનો પુરાવો, ટેનીસ રમતની સ્પર્ધામાં મેળવેલ સિધ્ધિઓના પ્રમાણપત્રો, GSTA Ranking, AITA Ranking, IFT Ranking પ્રમાણપત્રો) સાથે હાજર રહેવા આથી જણાવવામાં આવે છે.રજીસ્ટ્રેશન માટે અલ્ટેવોલ એલેક્ઝાન્ડર વાસ્કે ટેનીસ યુનિવર્સિટી- ૯૯૭૮૯૭૧૯૧૯ અને ઇ-મેઇલ આઇડી [email protected] સંપર્ક કરવાનો રહેશે તેમ જિલ્લા રમત વિકાસ અધિકારી બનાસકાંઠા દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે. જાણો ટેબલ-ટેનિસ શું છે પ્રમાણમાં ઓછી જગ્યામાં રમી શકાય એવી લોકપ્રિય રમત. 1881માં આ રમત ઇંગ્લૅન્ડમાં શોધાઈ અને પ્રારંભમાં તે ‘ગાર્સિમા’ તરીકે અને ત્યારબાદ ‘પિંગપાગ’ તરીકે જાણીતી થઈ. આજે ચીનમાં આ રમત ‘પિંગપાગ’ તરીકે જ જાણીતી છે; પરંતુ આ રમત ટેનિસની જેમ ટેબલ પર રમાય છે એટલે તેનું નામ 1921માં ટેબલ-ટેનિસ રાખવામાં આવ્યું.આ રમતનું સૌપ્રથમ મંડળ 1920માં ઇંગ્લૅન્ડમાં રચાયું હતું. જર્મનીના ડૉ. ઓલ લેહમનના પ્રયત્નોને પરિણામે 1926માં આંતરરાષ્ટ્રીય ટેબલ-ટેનિસ ફેડરેશન(International Table Tennis Federation : I.T.T.F.)ની સ્થાપના કરવામાં આવી. 1927થી પુરુષો માટેના વિશ્વકપ ‘સ્નેથલિંગ કપ’ની અને 1934થી મહિલાઓ માટેના ‘કોરબિલન કપ’ નામના વિશ્વકપની શરૂઆત થઈ.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને અલ્ટેવોલ એલેક્ઝાન્ડર વાસ્કે ટેનીસ યુનિવર્સિટી વચ્ચે અમદાવાદ ખાતે ટેનીસ રમતનું બિન-નિવાસી કેન્દ્ર શરૂ કરવા માટે એમ.ઓ.યુ. કરવામાં આવેલ છે. જે અનુસંધાને શુકન-૬, સાયન્સ સીટી રોડ, સોલા, અમદાવાદ ખાતે કાર્યરત અલ્ટેવોલ એલેક્ઝાન્ડર વાસ્કે ટેનીસ યુનિવર્સિટી ખાતે ૧૦ થી ૧૪ વર્ષના ટેનીસ રમતના ખેલાડી ભાઇઓ-બહેનોની પસંદગી વિદેશી કોચ દ્વારા વિના મૂલ્યે તાલીમ આપવા તા.૨૫/૧૧/૨૦૨૪ થી તા.૦૬/૧૨/૨૦૨૪ સુધી સવારે ૧૦ કલાકથી પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે.
ઓનલાઈ કરાવો રજીસ્ટ્રેશન
બનાસકાંઠા જિલ્લાના રસ ધરાવતા તમામ ટેનીસ રમતના ખેલાડીઓએ તા.૨૪/૧૧/૨૦૨૪ સુધીમાં રજીસ્ટ્રેશન કરાવી, જરૂરી પ્રમાણપત્રો (જન્મનો પુરાવો, ટેનીસ રમતની સ્પર્ધામાં મેળવેલ સિધ્ધિઓના પ્રમાણપત્રો, GSTA Ranking, AITA Ranking, IFT Ranking પ્રમાણપત્રો) સાથે હાજર રહેવા આથી જણાવવામાં આવે છે.રજીસ્ટ્રેશન માટે અલ્ટેવોલ એલેક્ઝાન્ડર વાસ્કે ટેનીસ યુનિવર્સિટી- ૯૯૭૮૯૭૧૯૧૯ અને ઇ-મેઇલ આઇડી [email protected] સંપર્ક કરવાનો રહેશે તેમ જિલ્લા રમત વિકાસ અધિકારી બનાસકાંઠા દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.
જાણો ટેબલ-ટેનિસ શું છે
પ્રમાણમાં ઓછી જગ્યામાં રમી શકાય એવી લોકપ્રિય રમત. 1881માં આ રમત ઇંગ્લૅન્ડમાં શોધાઈ અને પ્રારંભમાં તે ‘ગાર્સિમા’ તરીકે અને ત્યારબાદ ‘પિંગપાગ’ તરીકે જાણીતી થઈ. આજે ચીનમાં આ રમત ‘પિંગપાગ’ તરીકે જ જાણીતી છે; પરંતુ આ રમત ટેનિસની જેમ ટેબલ પર રમાય છે એટલે તેનું નામ 1921માં ટેબલ-ટેનિસ રાખવામાં આવ્યું.આ રમતનું સૌપ્રથમ મંડળ 1920માં ઇંગ્લૅન્ડમાં રચાયું હતું. જર્મનીના ડૉ. ઓલ લેહમનના પ્રયત્નોને પરિણામે 1926માં આંતરરાષ્ટ્રીય ટેબલ-ટેનિસ ફેડરેશન(International Table Tennis Federation : I.T.T.F.)ની સ્થાપના કરવામાં આવી. 1927થી પુરુષો માટેના વિશ્વકપ ‘સ્નેથલિંગ કપ’ની અને 1934થી મહિલાઓ માટેના ‘કોરબિલન કપ’ નામના વિશ્વકપની શરૂઆત થઈ.