ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં વિદ્યાર્થિની સાથે યુવકે બિભત્સ હરકતો કરતા ભારે હોબાળો
Gujarat University: ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં સાંજના સમયે કેટલીક વિદ્યાર્થિનીઓ આઈએએસ ટ્રેનિંગ સેન્ટરથી નીકળીને લાઈબ્રેરી પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે બહારના એક યુવકે વિદ્યાર્થિનીઓ સાથે બિભત્સ હરકતો કરી હતી અને જેમાંથી એક વિદ્યાર્થિનીને નજીક બોલાવીને છેડતી કરી હતી. જેને પગલે ભારે હોબાળો મચ્યો હતો. આ ઘટનાને પગલે એનએસયુઆઈના વિદ્યાર્થી નેતાઓ કુલપતિ ઓફિસમાં પહોંચી ગયા હતા અને પોલીસ ફરિયાદ કરવાની ઉગ્ર માંગ કરી હતી.પગલાં લેવા અને સુરક્ષા વધારવા વીસી ઓફિસમાં હંગામોયુનિવર્સિટી કેમ્પસમાં સિક્યુરિટીને લઈને ફરી એકવાર મોટી ઘટના સામે આવી છે. એક બાજુ વર્ષોથી યુનિવર્સિટીમાં સિક્યુરિટી એજન્સી બદલાતી નથી અને સિક્યુરિટી વધારવામા નથી આવતી ત્યારે સુરક્ષાને લઈને થતી ફરિયાદો વચ્ચે આજે એક વિદ્યાર્થિની સાથે એક બહારના યુવકે બિભત્સ હરકતો કરી હતી. આ પણ વાંચો: મ્યુનિ.ગાર્ડનોનુ વેપારીકરણ, મોન્ટેકાર્લો, ગોટીલા ગાર્ડનમાં જનારા પાસેથી દસ રુપિયા ફી વસૂલાશેવિદ્યાર્થિની સાથે યુવકે બિભત્સ હરકતો કરી સાંજના સમયે કેટલીક વિદ્યાર્થિનીઓ યુનિવર્સિટી કેમ્પસના આઈએએસ ટ્રેનિંગ સેન્ટરથી કોચિંગ કલાસ ભરીને લાઈબ્રેરી તરફથી પસાર થઈ રહી હતી. ત્યારે આ સમયે એક 40 વર્ષીય યુવકે વિદ્યાર્થિનીઓને ઈશારો કર્યો હતો અને એક વિદ્યાર્થિનીને નજીક બોલાવીને પ્રાઈવેટ પાર્ટ બતાવવા સહિતની ગંભીર બિભત્સ હરકત કરી હતી. જેને પગલે વિદ્યાર્થિનીએ સિક્યુરિટી ગાર્ડને બોલાવ્યા હતા અને ત્યારબાદ સંલગ્ન વિભાગના પ્રોફેસર પણ ઘટના સ્થળે આવી ગયા હતા. યુનિવર્સિટી કેમ્પસમાં વિદ્યાર્થિનીઓની સુરક્ષાને પ્રશ્ન ઉભો થયોઆ ઘટનાની જાણ થતાં એનએસયુઆઈના કાર્યકરો કુલપતિ ઓફિસમાં પહોંચી ગયા હતા અને વિદ્યાર્થિનીને જાણી જોઈને યુનિવર્સિટીના સ્ટાફ દ્વારા ત્યાંથી દૂર કરીને કોઈ પોલીસ કાર્યવાહી ન કરી હોવાનો આક્ષેપ કરાયો હતો. એનએસયુઆઈના કાર્યકરોએ કુલપતિની ઓફિસરમાં ભારે હંગામો મચાવ્યો હતો અને પોલીસ ફરિયાદની માંગ કરી હતી. જેને પગલે સિક્યુરિટીના માણસોને મોકલીને પોલીસ ફરિયાદ માટે તજવીજ હાથ ધરાઈ હતી જો કે પોલીસ તપાસમાં આ યુવક માનસિક રીતે અસ્થિર હોવાનું જાણવા મળ્યુ હતુ.પોલીસે વિદ્યાર્થિનીને પણ બોલાવી હતી અને તમામ વિગતો જાણી હતી. મહત્વનુ છે કે આ ઘટનાને લઈને યુનિવર્સિટી કેમ્પસમાં વિદ્યાર્થિનીઓની સુરક્ષાને લઈને ફરી એકવાર પ્રશ્ન ઉભો થયો છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Gujarat University: ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં સાંજના સમયે કેટલીક વિદ્યાર્થિનીઓ આઈએએસ ટ્રેનિંગ સેન્ટરથી નીકળીને લાઈબ્રેરી પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે બહારના એક યુવકે વિદ્યાર્થિનીઓ સાથે બિભત્સ હરકતો કરી હતી અને જેમાંથી એક વિદ્યાર્થિનીને નજીક બોલાવીને છેડતી કરી હતી. જેને પગલે ભારે હોબાળો મચ્યો હતો. આ ઘટનાને પગલે એનએસયુઆઈના વિદ્યાર્થી નેતાઓ કુલપતિ ઓફિસમાં પહોંચી ગયા હતા અને પોલીસ ફરિયાદ કરવાની ઉગ્ર માંગ કરી હતી.
પગલાં લેવા અને સુરક્ષા વધારવા વીસી ઓફિસમાં હંગામો
યુનિવર્સિટી કેમ્પસમાં સિક્યુરિટીને લઈને ફરી એકવાર મોટી ઘટના સામે આવી છે. એક બાજુ વર્ષોથી યુનિવર્સિટીમાં સિક્યુરિટી એજન્સી બદલાતી નથી અને સિક્યુરિટી વધારવામા નથી આવતી ત્યારે સુરક્ષાને લઈને થતી ફરિયાદો વચ્ચે આજે એક વિદ્યાર્થિની સાથે એક બહારના યુવકે બિભત્સ હરકતો કરી હતી.
વિદ્યાર્થિની સાથે યુવકે બિભત્સ હરકતો કરી
સાંજના સમયે કેટલીક વિદ્યાર્થિનીઓ યુનિવર્સિટી કેમ્પસના આઈએએસ ટ્રેનિંગ સેન્ટરથી કોચિંગ કલાસ ભરીને લાઈબ્રેરી તરફથી પસાર થઈ રહી હતી. ત્યારે આ સમયે એક 40 વર્ષીય યુવકે વિદ્યાર્થિનીઓને ઈશારો કર્યો હતો અને એક વિદ્યાર્થિનીને નજીક બોલાવીને પ્રાઈવેટ પાર્ટ બતાવવા સહિતની ગંભીર બિભત્સ હરકત કરી હતી. જેને પગલે વિદ્યાર્થિનીએ સિક્યુરિટી ગાર્ડને બોલાવ્યા હતા અને ત્યારબાદ સંલગ્ન વિભાગના પ્રોફેસર પણ ઘટના સ્થળે આવી ગયા હતા.
યુનિવર્સિટી કેમ્પસમાં વિદ્યાર્થિનીઓની સુરક્ષાને પ્રશ્ન ઉભો થયો
આ ઘટનાની જાણ થતાં એનએસયુઆઈના કાર્યકરો કુલપતિ ઓફિસમાં પહોંચી ગયા હતા અને વિદ્યાર્થિનીને જાણી જોઈને યુનિવર્સિટીના સ્ટાફ દ્વારા ત્યાંથી દૂર કરીને કોઈ પોલીસ કાર્યવાહી ન કરી હોવાનો આક્ષેપ કરાયો હતો.
એનએસયુઆઈના કાર્યકરોએ કુલપતિની ઓફિસરમાં ભારે હંગામો મચાવ્યો હતો અને પોલીસ ફરિયાદની માંગ કરી હતી. જેને પગલે સિક્યુરિટીના માણસોને મોકલીને પોલીસ ફરિયાદ માટે તજવીજ હાથ ધરાઈ હતી જો કે પોલીસ તપાસમાં આ યુવક માનસિક રીતે અસ્થિર હોવાનું જાણવા મળ્યુ હતુ.
પોલીસે વિદ્યાર્થિનીને પણ બોલાવી હતી અને તમામ વિગતો જાણી હતી. મહત્વનુ છે કે આ ઘટનાને લઈને યુનિવર્સિટી કેમ્પસમાં વિદ્યાર્થિનીઓની સુરક્ષાને લઈને ફરી એકવાર પ્રશ્ન ઉભો થયો છે.