Banaskanthaના પાલનપુરમાં 17 મીટર ઉંચાઈ વાળો થ્રી એલિવેટેડ બ્રિજનું આવતીકાલે થશે ઉદ્ઘાટન

બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરમાં દેશનો બીજા નંબરનો 17 મીટર ઊંચાઈ વાળો થ્રિ એલિવેટેડ બ્રિજ બનીને તૈયાર થઈ ગયો છે અને તેનું આવતીકાલે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા ઉદ્ઘાટન કરાશે ,બ્રિજ તૈયાર થતાં પાલનપુરથી અંબાજી તરફ જતા વાહન ચાલકોને ટ્રાફિકજામ માંથી મુક્તિ મળશે તો બ્રિજના નિર્માણ સમયે 11 મહિના પહેલા બ્રિજના 6 ગડર તૂટી પડતા બે યુવકોના મોત નિપજ્યા હતા અને બ્લેક લિસ્ટેડ કંપનીએ ફરીથી બ્રિજનું કામ પૂર્ણ કરતા બ્રિજની કામગીરી ઉપર સ્થાનિક લોકો અનેક સવાલો પણ ઉઠાવી રહ્યા છે. સૌથી મોટો બ્રિજ માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય ભારત સરકારના સહયોગથી બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેર ખાતે રાષ્ટ્રિય ધોરીમાર્ગ 58 અને રાષ્ટ્રિય ધોરીમાર્ગ 27 પર એલ.સી. 165 પર 17 મીટર ઊંચાઈ પર રોટરી વાળો દેશનો બીજો અને ગુજરાતનો આ પ્રથમ અને પિલ્લર પર થ્રી લેગ એલિવેટેડ બ્રિજ બનીને તૈયાર થઈ ગયો છે. આવો થ્રી લેગ એલિવેટેડ બ્રિજ સૌપ્રથમ ચેન્નઈમાં બન્યો હતો.અને હવે પાલનપુરમાં બન્યો છે, આ બ્રિજની વિશેષતાઓ એ છે કે બ્રિજમાં 16000 મેટ્રિક ટન સિમેન્ટ વપરાયો છે તેમજ 3600 મેટ્રિક ટન લોખંડનો વપરાશ કરવામાં આવ્યો છે. જયારે આ બ્રિજમાં પાલનપુર અને આબુરોડ તરફ બે લાઈન અને અંબાજી તરફ ફોરલાઇન લેગ બનાવવામાં આવ્યા છે. જીપી કસ્ટ્રકશન કંપની દ્વારા આ બ્રિજનું કામ કરાયું છે આ આખો બ્રિજ 79 પિલ્લર પર ઉભો છે. જેમાં 84 મીટર.ના ઘેરાવોનું સર્કલ સેલ્ફ પોઈન્ટ બનાવવામાં આવ્યુ છે. આ બ્રિજમાં કુલ 180 ગડર કોક્રિટના છે અને 32 ગડર સ્ટીલના લગાવવામાં આવ્યા છે. પેરાપીડ સાથે આ બ્રિજની ઊંચાઈ ૧૮ મીટર છે. આ બ્રિજ પર આબુરોડ થી અંબાજી તરફ જતા વાહનો પસાર થશે અને પાલનપુર થી અંબાજી તરફ જતા વાહનો પસાર થશે. જોકે ભાદરવી પૂનમનો મહામેળો શરૂ થતાં પહેલાં જ આવતીકાલે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા આ બ્રિજનું ઑપનિંગ કરવામાં આવશે .બ્રિજના ઉદ્ઘાટનને લઈને બ્રિજને રોશનીથી સજાવવામાં આવ્યો છે. આ બ્રિજના લોકાર્પણથી પાલનપુર અને આબુરોડ તરફથી અંબાજી જતા લોકોને અવરજવરથી સુવિધા સાથે ટ્રાફિક સમસ્યામાંથી છુટકારો મળશે. બ્રિજ બનતી વખતે બે લોકોના થયા મોત ઉલ્લેખનીય છે કે પાલનપુરમાં કરોડો રૂપિયાના ખર્ચે બની રહેલા થ્રીલેયર એલિવેટેડ બ્રિજના કામકાજ દરમિયાન 11 મહિના પહેલા આરટીઓ સર્કલથી અંબાજી તરફ જતા ઓવરબ્રિજના 6 સ્લેબ તૂટી પડતા તેણી નીચે બ્રિજના સ્લેબના મલબામાં રિક્ષામાં દટાયેલો 30 વર્ષીય અજય શ્રીમાળીનું મોત નિપજ્યું હતું તો રીક્ષા માંથી ઉતરીને ભાગીને બચવાનો પ્રયાસ કરતો 18 વર્ષીય યુવક મયુર ચાંદરેઠીયાનું પણ દટાવવાથી મોત નિપજ્યું હતું ,બ્રિજ તૂટવાથી પાલનપુરના બે યુવકોના મોત નિપજતાં બ્રિજ બનાવનાર GPC ઇન્ફા કંપનીના 7 ડિરેક્ટરો અને 4 એન્જિનિયરો સામે કલમ 304 અને 114 મુજબ ફરિયાદ નોંધાઇ હતી. સરકાર દ્વારા આ કંપનીને બ્લેક લિસ્ટ પણ કરાઈ હતી ફરીથી સરકાર દ્વારા આ બ્લેક લિસ્ટેડ કંપનીને બ્રિજનું અધૂરું કામ સોંપવામાં આવ્યું હતું જોકે આવતીકાલે બ્રિજનું ઉદ્ઘાટન કરવાનું હોવા છતાં પણ આજે બ્રિજ ઉપર 17 મીટરની ઊંચાઈ ઉપર મજૂરો કોઈપણ પ્રકારની સેફટી વગર કામ કરી રહ્યા છે જેને લઈને મજૂરોનો ભોગ લેવાય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા તો બ્રિજ બનાવનાર કંપનીને તેના કામ દરમિયાન કોઈનું મોત થાય તો તેને કોઈ જ પરવા ન હોવાનું તેમજ એન્જિનિયરોને પણ સેફટી વગર કામ કરતા મજૂરો દેખાતા ન હોવાનું સામે આવ્યું હતું તો બીજી તરફ પાલનપુરના સ્થાનિક લોકોએ પણ બ્રિજની કામગીરી ઉપર અનેક સવાલો ઉઠાવ્યા હતા અને બ્રિજ ઉપર પહેલા બ્રિજ બનાવનાર કંપનીના ,એન્જિનિયરો અને નેતાઓના વાહનો ચલાવ્યા બાદ જ લોકોના વાહનો ચલાવવા દેવાની અપીલ કરી હતી.

Banaskanthaના પાલનપુરમાં 17 મીટર ઉંચાઈ વાળો થ્રી એલિવેટેડ બ્રિજનું આવતીકાલે થશે ઉદ્ઘાટન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરમાં દેશનો બીજા નંબરનો 17 મીટર ઊંચાઈ વાળો થ્રિ એલિવેટેડ બ્રિજ બનીને તૈયાર થઈ ગયો છે અને તેનું આવતીકાલે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા ઉદ્ઘાટન કરાશે ,બ્રિજ તૈયાર થતાં પાલનપુરથી અંબાજી તરફ જતા વાહન ચાલકોને ટ્રાફિકજામ માંથી મુક્તિ મળશે તો બ્રિજના નિર્માણ સમયે 11 મહિના પહેલા બ્રિજના 6 ગડર તૂટી પડતા બે યુવકોના મોત નિપજ્યા હતા અને બ્લેક લિસ્ટેડ કંપનીએ ફરીથી બ્રિજનું કામ પૂર્ણ કરતા બ્રિજની કામગીરી ઉપર સ્થાનિક લોકો અનેક સવાલો પણ ઉઠાવી રહ્યા છે.

સૌથી મોટો બ્રિજ

માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય ભારત સરકારના સહયોગથી બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેર ખાતે રાષ્ટ્રિય ધોરીમાર્ગ 58 અને રાષ્ટ્રિય ધોરીમાર્ગ 27 પર એલ.સી. 165 પર 17 મીટર ઊંચાઈ પર રોટરી વાળો દેશનો બીજો અને ગુજરાતનો આ પ્રથમ અને પિલ્લર પર થ્રી લેગ એલિવેટેડ બ્રિજ બનીને તૈયાર થઈ ગયો છે. આવો થ્રી લેગ એલિવેટેડ બ્રિજ સૌપ્રથમ ચેન્નઈમાં બન્યો હતો.અને હવે પાલનપુરમાં બન્યો છે, આ બ્રિજની વિશેષતાઓ એ છે કે બ્રિજમાં 16000 મેટ્રિક ટન સિમેન્ટ વપરાયો છે તેમજ 3600 મેટ્રિક ટન લોખંડનો વપરાશ કરવામાં આવ્યો છે. જયારે આ બ્રિજમાં પાલનપુર અને આબુરોડ તરફ બે લાઈન અને અંબાજી તરફ ફોરલાઇન લેગ બનાવવામાં આવ્યા છે.


જીપી કસ્ટ્રકશન કંપની દ્વારા આ બ્રિજનું કામ કરાયું છે

આ આખો બ્રિજ 79 પિલ્લર પર ઉભો છે. જેમાં 84 મીટર.ના ઘેરાવોનું સર્કલ સેલ્ફ પોઈન્ટ બનાવવામાં આવ્યુ છે. આ બ્રિજમાં કુલ 180 ગડર કોક્રિટના છે અને 32 ગડર સ્ટીલના લગાવવામાં આવ્યા છે. પેરાપીડ સાથે આ બ્રિજની ઊંચાઈ ૧૮ મીટર છે. આ બ્રિજ પર આબુરોડ થી અંબાજી તરફ જતા વાહનો પસાર થશે અને પાલનપુર થી અંબાજી તરફ જતા વાહનો પસાર થશે. જોકે ભાદરવી પૂનમનો મહામેળો શરૂ થતાં પહેલાં જ આવતીકાલે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા આ બ્રિજનું ઑપનિંગ કરવામાં આવશે .બ્રિજના ઉદ્ઘાટનને લઈને બ્રિજને રોશનીથી સજાવવામાં આવ્યો છે. આ બ્રિજના લોકાર્પણથી પાલનપુર અને આબુરોડ તરફથી અંબાજી જતા લોકોને અવરજવરથી સુવિધા સાથે ટ્રાફિક સમસ્યામાંથી છુટકારો મળશે.

બ્રિજ બનતી વખતે બે લોકોના થયા મોત

ઉલ્લેખનીય છે કે પાલનપુરમાં કરોડો રૂપિયાના ખર્ચે બની રહેલા થ્રીલેયર એલિવેટેડ બ્રિજના કામકાજ દરમિયાન 11 મહિના પહેલા આરટીઓ સર્કલથી અંબાજી તરફ જતા ઓવરબ્રિજના 6 સ્લેબ તૂટી પડતા તેણી નીચે બ્રિજના સ્લેબના મલબામાં રિક્ષામાં દટાયેલો 30 વર્ષીય અજય શ્રીમાળીનું મોત નિપજ્યું હતું તો રીક્ષા માંથી ઉતરીને ભાગીને બચવાનો પ્રયાસ કરતો 18 વર્ષીય યુવક મયુર ચાંદરેઠીયાનું પણ દટાવવાથી મોત નિપજ્યું હતું ,બ્રિજ તૂટવાથી પાલનપુરના બે યુવકોના મોત નિપજતાં બ્રિજ બનાવનાર GPC ઇન્ફા કંપનીના 7 ડિરેક્ટરો અને 4 એન્જિનિયરો સામે કલમ 304 અને 114 મુજબ ફરિયાદ નોંધાઇ હતી.


સરકાર દ્વારા આ કંપનીને બ્લેક લિસ્ટ પણ કરાઈ હતી

ફરીથી સરકાર દ્વારા આ બ્લેક લિસ્ટેડ કંપનીને બ્રિજનું અધૂરું કામ સોંપવામાં આવ્યું હતું જોકે આવતીકાલે બ્રિજનું ઉદ્ઘાટન કરવાનું હોવા છતાં પણ આજે બ્રિજ ઉપર 17 મીટરની ઊંચાઈ ઉપર મજૂરો કોઈપણ પ્રકારની સેફટી વગર કામ કરી રહ્યા છે જેને લઈને મજૂરોનો ભોગ લેવાય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા તો બ્રિજ બનાવનાર કંપનીને તેના કામ દરમિયાન કોઈનું મોત થાય તો તેને કોઈ જ પરવા ન હોવાનું તેમજ એન્જિનિયરોને પણ સેફટી વગર કામ કરતા મજૂરો દેખાતા ન હોવાનું સામે આવ્યું હતું તો બીજી તરફ પાલનપુરના સ્થાનિક લોકોએ પણ બ્રિજની કામગીરી ઉપર અનેક સવાલો ઉઠાવ્યા હતા અને બ્રિજ ઉપર પહેલા બ્રિજ બનાવનાર કંપનીના ,એન્જિનિયરો અને નેતાઓના વાહનો ચલાવ્યા બાદ જ લોકોના વાહનો ચલાવવા દેવાની અપીલ કરી હતી.