Ahmedabad: ગણેશ મહોત્સવને લઈને શહેર પોલીસનું જાહેરનામું
ગણેશ મૂર્તિની સ્થાપના માટે સ્થાનિક પોલીસની મંજૂરી જરૂરી લાઉડ સ્પીકર વગાડવા માટે પોલીસ સ્ટેશનથી પરમીટ લેવી પડશે સરઘસ કાઢવા માટે પણ ફરજિયાત અરજી કરવી પડશે અમદાવાદ શહેરમાં આગામી તા. 07-09-2024 થી તા. 17-09-2024 સુધી ગણેશ મહોત્સવની ઉજવણી થનાર છે. જે અંગે ખાસ પોલીસ કમિશનરની કચેરી, વિશેષ શાખા, શાહીબાગ, અમદાવાદ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. જાહેરનામામાં જણાવ્યું હતું કે, ગણેશ મૂર્તિની સ્થાપના માટે પરમીટ સ્થાનિક પોલીસ સ્ટેશન તરફથી આપવામાં આવશે. તેમજ સ્થાપનાની જગ્યાએ લાઉડ સ્પીકર વગાડવા માટેની પરમીટ પણ જે-તે પોલીસ સ્ટેશન તરફથી આપવામાં આવશે. જે દિવસે ગણેશ સ્થાપના માટેની પરમીટ મેળવવા માટે પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવે તે જ વખતે અરજદારે ગણેશ વિસર્જન માટે સરઘસ કાઢવા માટેની અરજી પણ ફરજીયાત આપવાની રહેશે. ગણેશ વિસર્જન માટે શોભાયાત્રા/સરઘસ કાઢવા માટેનો રૂટ જો એક જ ઝોન વિસ્તારમાં હોય તો જે પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગણેશ સ્થાપના થયેલ છે તે પોલીસ સ્ટેશનમાંથી વિસર્જન સરઘસ માટેની પરમીટ આપવામાં આવશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- ગણેશ મૂર્તિની સ્થાપના માટે સ્થાનિક પોલીસની મંજૂરી જરૂરી
- લાઉડ સ્પીકર વગાડવા માટે પોલીસ સ્ટેશનથી પરમીટ લેવી પડશે
- સરઘસ કાઢવા માટે પણ ફરજિયાત અરજી કરવી પડશે
અમદાવાદ શહેરમાં આગામી તા. 07-09-2024 થી તા. 17-09-2024 સુધી ગણેશ મહોત્સવની ઉજવણી થનાર છે. જે અંગે ખાસ પોલીસ કમિશનરની કચેરી, વિશેષ શાખા, શાહીબાગ, અમદાવાદ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું.
જાહેરનામામાં જણાવ્યું હતું કે, ગણેશ મૂર્તિની સ્થાપના માટે પરમીટ સ્થાનિક પોલીસ સ્ટેશન તરફથી આપવામાં આવશે. તેમજ સ્થાપનાની જગ્યાએ લાઉડ સ્પીકર વગાડવા માટેની પરમીટ પણ જે-તે પોલીસ સ્ટેશન તરફથી આપવામાં આવશે. જે દિવસે ગણેશ સ્થાપના માટેની પરમીટ મેળવવા માટે પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવે તે જ વખતે અરજદારે ગણેશ વિસર્જન માટે સરઘસ કાઢવા માટેની અરજી પણ ફરજીયાત આપવાની રહેશે.
ગણેશ વિસર્જન માટે શોભાયાત્રા/સરઘસ કાઢવા માટેનો રૂટ જો એક જ ઝોન વિસ્તારમાં હોય તો જે પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગણેશ સ્થાપના થયેલ છે તે પોલીસ સ્ટેશનમાંથી વિસર્જન સરઘસ માટેની પરમીટ આપવામાં આવશે.