Ahmedabad: 31stની ઉજવણી વચ્ચે સિંધુભવન રોડ પરથી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો
આજે અમદાવાદ સહિત ગુજરાતભરમાં નવા વર્ષનાં વધામણા કરવા માટે ઉત્સાહભેર ઉજવણી થઈ રહી છે. અમદાવાદમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને લોકો સુરક્ષિત માહોલમાં ઉજવણી કરી શકે તે માટે અમદાવાદ પોલીસ તંત્ર દ્વારા વિવિધ સ્થળે ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. દરમિયાન, અમદાવાદ ઝોન-7 LCB એ 8 ગ્રામ MD ડ્રગ્સ સાથે એક શખ્સની ધરપકડ કરી છે. જ્યારે, સિંધુભવન રોડ ખાતે વાહનો રોકી તપાસ કરાઈ રહી છે. શહેરની સુરક્ષા માટે જવાનો ખડપગે છે.આજ રોજ 31 ડિસેમ્બર ઝોન-7 LCB દ્વારા શહેરના પોશ વિસ્તારોમાં ડ્રગ્સ જેવા નશાકારક પદાર્થોની બદી પર કડક કાર્યવાહી થાય તે અર્થે પેટ્રોલિંગ રાખવામાં આવેલ. દરમ્યાન બાતમી ના આધારે અમદાવાદ શહેર ના સિંધુ ભવન રોડ જેવા પોશ વિસ્તાર પર ટાઇમ સ્ક્વેર ગ્રાન્ડ બિલ્ડીંગ પાસેથી પકડાયેલ આરોપી જયદીપ જયંતિભાઈ પરમાર ઉ.વ. ૨૪ વાળા પાસેથી આશરે ૮ ગ્રામ જેટલો મેફેડ્રોન (MD) ડ્રગ્સ Zone - 7 LCB દ્વારા પકડી પાડવામાં આવેલ છે.સિંધુ ભવન રોડ પર MD ડ્રગ્સ સાથે શખ્સ ઝડપ્યો અમદાવાદમાં લોકો હાલ 31 st ની ઉજવણીમાં વ્યસ્ત છે. ત્યારે શહેર પોલીસ લોકોની સુરક્ષામાં ખડેપગે રહી ફરજ બજાવી રહી છે. લોકો સુરક્ષિત માહોલમાં નવા વર્ષનાં વધામણા કરી શકે તે માટે પોલીસે ઠેર ઠેર ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે વિવિધ સ્થળે સઘન ચેકિંગ કરાઈ રહ્યું છે. દરમિયાન, માહિતી છે કે અમદાવાદ ઝોન-7 LCB એ 8 ગ્રામ MD ડ્રગ્સ સાથે એક શખ્સની ધરપકડ કરી છે. સિંધુ ભવન રોડ પર પેટ્રોલિંગ દરમિયાન પોલીસને આ સફળતા મળી છે. ટ્રાઈમ્સ સ્ક્વેર ગ્રાન્ડ બિલ્ડિંગ પાસે પોલીસે શખ્સને MD ડ્રગ્સ સાથે ઝડપ્યો છે. આરોપીની ઓળખ જયદીપ પરમાર તરીકે થઈ છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
આજે અમદાવાદ સહિત ગુજરાતભરમાં નવા વર્ષનાં વધામણા કરવા માટે ઉત્સાહભેર ઉજવણી થઈ રહી છે. અમદાવાદમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને લોકો સુરક્ષિત માહોલમાં ઉજવણી કરી શકે તે માટે અમદાવાદ પોલીસ તંત્ર દ્વારા વિવિધ સ્થળે ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. દરમિયાન, અમદાવાદ ઝોન-7 LCB એ 8 ગ્રામ MD ડ્રગ્સ સાથે એક શખ્સની ધરપકડ કરી છે. જ્યારે, સિંધુભવન રોડ ખાતે વાહનો રોકી તપાસ કરાઈ રહી છે. શહેરની સુરક્ષા માટે જવાનો ખડપગે છે.
આજ રોજ 31 ડિસેમ્બર ઝોન-7 LCB દ્વારા શહેરના પોશ વિસ્તારોમાં ડ્રગ્સ જેવા નશાકારક પદાર્થોની બદી પર કડક કાર્યવાહી થાય તે અર્થે પેટ્રોલિંગ રાખવામાં આવેલ. દરમ્યાન બાતમી ના આધારે અમદાવાદ શહેર ના સિંધુ ભવન રોડ જેવા પોશ વિસ્તાર પર ટાઇમ સ્ક્વેર ગ્રાન્ડ બિલ્ડીંગ પાસેથી પકડાયેલ આરોપી જયદીપ જયંતિભાઈ પરમાર ઉ.વ. ૨૪ વાળા પાસેથી આશરે ૮ ગ્રામ જેટલો મેફેડ્રોન (MD) ડ્રગ્સ Zone - 7 LCB દ્વારા પકડી પાડવામાં આવેલ છે.
સિંધુ ભવન રોડ પર MD ડ્રગ્સ સાથે શખ્સ ઝડપ્યો
અમદાવાદમાં લોકો હાલ 31 st ની ઉજવણીમાં વ્યસ્ત છે. ત્યારે શહેર પોલીસ લોકોની સુરક્ષામાં ખડેપગે રહી ફરજ બજાવી રહી છે. લોકો સુરક્ષિત માહોલમાં નવા વર્ષનાં વધામણા કરી શકે તે માટે પોલીસે ઠેર ઠેર ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે વિવિધ સ્થળે સઘન ચેકિંગ કરાઈ રહ્યું છે. દરમિયાન, માહિતી છે કે અમદાવાદ ઝોન-7 LCB એ 8 ગ્રામ MD ડ્રગ્સ સાથે એક શખ્સની ધરપકડ કરી છે. સિંધુ ભવન રોડ પર પેટ્રોલિંગ દરમિયાન પોલીસને આ સફળતા મળી છે. ટ્રાઈમ્સ સ્ક્વેર ગ્રાન્ડ બિલ્ડિંગ પાસે પોલીસે શખ્સને MD ડ્રગ્સ સાથે ઝડપ્યો છે. આરોપીની ઓળખ જયદીપ પરમાર તરીકે થઈ છે.