Surat: સૈયદપુરા ડિમોલિશનના આકાશી દ્રશ્યો આવ્યા સામે, 3થી 4 ડોમ હટાવવામાં આવ્યા
સુરત સૈયદપુરા ડિમોલિશનના આકાશી દ્રશ્ય સામે આવ્યા છે. ઉત્તરપ્રદેશની યોગી સરકારની પેટર્નમાં શહેરમાં ડિમોલિશન કરવામાં આવ્યું છે અને હવે પથ્થરમારાના સ્થળેથી દબાણ હટાવવાના આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા છે.ગેરકાયદે નોનવેજ દુકાનો તોડી પાડવામાં આવી તમને જણાવી દઈએ કે સુરત મહાનગરપાલિકા દ્વારા ગેરકાયદેસર દબાણ હટાવવામાં આવી રહ્યું છે અને શહેરના સૈયદપુરા વિસ્તારમાં આ દબાણ હટાવવામાં આવ્યું છે. મનપા અને પોલીસ દ્વારા સખત કાર્યવાહી કરવામાં આવી રહી છે અને શહેરની તમામ ગેરકાયદેસર નોનવેજ દુકાનો તોડી પાડવામાં આવી છે. આ સ્થળે 3થી 4 જેટલા ડોમ હતા તે હટાવવામાં આવ્યા છે. 6 જેટલા બાળકોએ પથ્થરમારો કર્યો હતો: સુરત પોલીસ કમિશનર ઉલ્લેખનીય છે કે ગઈકાલે સુરતના સૈયદપુર વિસ્તારમાં રાત્રે થયેલા પથ્થરમારાને લઈને સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જાણકારી આપી હતી કે શહેરમાં બહારથી આવેલા અસામાજિક તત્વોએ રીક્ષામાંથી પથ્થરમારો કર્યો હતો અને આ પથ્થરમારમાં 12થી 13 વર્ષની ઉંમરના 6 જેટલા બાળકોએ પથ્થરો ફેંક્યા હતા. ત્યારે આ બાળકો સામે ગુનો પણ નોંધવામાં આવ્યો છે અને બાળકોને સબક મળે તેને લઈ ગુનો નોંધવામાં આવ્યો. સમગ્ર ઘટનાને લઈ પોલીસે અલગ-અલગ કલમો ઉમેરીને બાળકો સામે ગુનો નોંધ્યો છે. પોલીસ કમિશનરે વધુ માહિતી આપતા કહ્યું કે સમગ્ર ઘટનાને લઈ 3 ગુના નોંધવામાં આવ્યા, ત્રણ પૈકી એક જુવેનાઈલ એક્ટ મુજબનો ગુનો નોંધવામાં આવ્યો છે, પોલીસ દ્વારા એસોલ્ટની કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે, ગાડી સળગાવાનો ગુનો નોંધવામાં આવ્યો છે અને સાથે સાથે ટોળા વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સુરતની ઘટના બાદ હવે અમદાવાદ પોલીસ પણ એલર્ટ બીજી તરફ સુરતની ઘટના બાદ હવે અમદાવાદ પોલીસ પણ એલર્ટ થઈ ગઈ છે. કારણ કે 16 સપ્ટેમ્બરે ઈદ છે અને 17મી સપ્ટેમ્બરે ગણેશ વિસર્જન છે. જેના કારણે અમદાવાદમાં બે દિવસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત રહેશે અને કોઈ અણબનાવની ઘટના ના બને તે માટે પોલીસ સતર્ક રહેશે. આ સાથે જ પોલીસ સોશિયલ મીડિયા પર પણ ધ્યાન રાખશે. શહેરમાં બોડી વોર્મ કેમેરા સાથે ટીમો એક્ટિવ રહેશે. તમને જણાવી દઈએ કે અમદાવાદમાં મોટી સાઈઝના 627 ગણેશની સ્થાપના કરવામાં આવી છે અને AMCના 50 કુંડમાં ગણેશજીનું વિસર્જન થશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરત સૈયદપુરા ડિમોલિશનના આકાશી દ્રશ્ય સામે આવ્યા છે. ઉત્તરપ્રદેશની યોગી સરકારની પેટર્નમાં શહેરમાં ડિમોલિશન કરવામાં આવ્યું છે અને હવે પથ્થરમારાના સ્થળેથી દબાણ હટાવવાના આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા છે.
ગેરકાયદે નોનવેજ દુકાનો તોડી પાડવામાં આવી
તમને જણાવી દઈએ કે સુરત મહાનગરપાલિકા દ્વારા ગેરકાયદેસર દબાણ હટાવવામાં આવી રહ્યું છે અને શહેરના સૈયદપુરા વિસ્તારમાં આ દબાણ હટાવવામાં આવ્યું છે. મનપા અને પોલીસ દ્વારા સખત કાર્યવાહી કરવામાં આવી રહી છે અને શહેરની તમામ ગેરકાયદેસર નોનવેજ દુકાનો તોડી પાડવામાં આવી છે. આ સ્થળે 3થી 4 જેટલા ડોમ હતા તે હટાવવામાં આવ્યા છે.
6 જેટલા બાળકોએ પથ્થરમારો કર્યો હતો: સુરત પોલીસ કમિશનર
ઉલ્લેખનીય છે કે ગઈકાલે સુરતના સૈયદપુર વિસ્તારમાં રાત્રે થયેલા પથ્થરમારાને લઈને સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જાણકારી આપી હતી કે શહેરમાં બહારથી આવેલા અસામાજિક તત્વોએ રીક્ષામાંથી પથ્થરમારો કર્યો હતો અને આ પથ્થરમારમાં 12થી 13 વર્ષની ઉંમરના 6 જેટલા બાળકોએ પથ્થરો ફેંક્યા હતા. ત્યારે આ બાળકો સામે ગુનો પણ નોંધવામાં આવ્યો છે અને બાળકોને સબક મળે તેને લઈ ગુનો નોંધવામાં આવ્યો. સમગ્ર ઘટનાને લઈ પોલીસે અલગ-અલગ કલમો ઉમેરીને બાળકો સામે ગુનો નોંધ્યો છે.
પોલીસ કમિશનરે વધુ માહિતી આપતા કહ્યું કે સમગ્ર ઘટનાને લઈ 3 ગુના નોંધવામાં આવ્યા, ત્રણ પૈકી એક જુવેનાઈલ એક્ટ મુજબનો ગુનો નોંધવામાં આવ્યો છે, પોલીસ દ્વારા એસોલ્ટની કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે, ગાડી સળગાવાનો ગુનો નોંધવામાં આવ્યો છે અને સાથે સાથે ટોળા વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
સુરતની ઘટના બાદ હવે અમદાવાદ પોલીસ પણ એલર્ટ
બીજી તરફ સુરતની ઘટના બાદ હવે અમદાવાદ પોલીસ પણ એલર્ટ થઈ ગઈ છે. કારણ કે 16 સપ્ટેમ્બરે ઈદ છે અને 17મી સપ્ટેમ્બરે ગણેશ વિસર્જન છે. જેના કારણે અમદાવાદમાં બે દિવસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત રહેશે અને કોઈ અણબનાવની ઘટના ના બને તે માટે પોલીસ સતર્ક રહેશે. આ સાથે જ પોલીસ સોશિયલ મીડિયા પર પણ ધ્યાન રાખશે. શહેરમાં બોડી વોર્મ કેમેરા સાથે ટીમો એક્ટિવ રહેશે. તમને જણાવી દઈએ કે અમદાવાદમાં મોટી સાઈઝના 627 ગણેશની સ્થાપના કરવામાં આવી છે અને AMCના 50 કુંડમાં ગણેશજીનું વિસર્જન થશે.