Gandhinagarના દહેગામમાં 2 કલાકમાં 2 ઈંચ વરસાદ પડતા નિચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી

આજે વહેલી સવારથી જ વરસાદે તોફાની બેટિંગ ચાલુ કરી બે કલાકમાં બે ઇંચ વરસાદ ખાબકતા ભરાયા વરસાદી પાણી નિચાણવાળા વિસ્તારોમાં રહેતા સ્થાનિકો હેરાન થયા ગાંધીનગરના દહેગામમાં બે કલાકમાં બે ઈંચ વરસાદ પડતા નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરવાની શરૂઆત થઈ છે,હાલ સમગ્ર ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે,સાથે સાથે ગઈકાલે પણ દહેગામમાં વરસાદ પડતા પાણી દુકાનોમાં ઘુસી ગયા હતા,હવામાન વિભાગે આગાહી કરી છે કે,સમગ્ર ગુજરાતમાં વરસાદ સારો એવો પડશે. નિચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી દહેગામમાં સામાન્ય વરસાદમા નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે.નગરપાલિકાનો પ્રિ-મોન્સૂન પ્લાન પણ ધોવાઈ ગયો છે,ત્યારે નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા સ્થાનિકો હેરાન થયા છે અને તેમનો આક્ષેપ છે કે,તંત્ર દ્રારા કોઈ સુવિધા પૂરી પાડવામાં આવતી નથી અને કોઈ ધારાસભ્ય પણ આવ્યું નથી,વરસાદના પાણીની સાથે ગટરના પાણી પણ બેક મારવાની શરૂઆત થઈ છે જેના કારણે અમુક વિસ્તારોમાં દુર્ગંધ પણ મારી રહી છે. દુકાનો સુધી પહોંચ્યા વરસાદી પાણી સામાન્ય વરસાદમાં પાણી દુકાનમાં ઘુસી ગયા છે,વેપારીઓનો આક્ષેપ છે કે 10 વર્ષથી આવી જ સ્થિતિ છે અને નગરપાલિકા પણ આ બાબતે કોઈ વાત ધ્યાને લેતી નથી,વેપારીઓનો આક્ષેપ એ પણ છે કે આ સૌથી ઉંચો વિસ્તાર હતો અને અહીંયા પાણી ભરાવાની સમસ્યા સર્જાતી ન હતી,પરંતુ હાઈવે બનતાની સાથે વિસ્તાર નીચે આવ્યો અને તેના કારણે હવે દુકાનોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે.નગરપાલિકાને આ બાબતે રજૂઆત કરી છે પણ કોઈ નિરાકરણ આવતું નથી. જાણો આજે કયા જિલ્લામાં અપાયું ઓરન્જ,યલો અને રેડ એલર્ટ હવામાન વિભાગની આગાહી મૂજબ આજે નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ,તાપી, નવસારી, અમરેલી,ભાવનગર,અમદાવાદ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.વલસાડ ,દમણ,દાદરાનગર હવેલીમાં અત્યંત ભારે વરસાદ સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.બનાસકાંઠા,પાટણ,મેહસાણા,સાબરકાંઠા,અરવલ્લી,ગાંધીનગર,ખેડા,આણંદ,પંચમહાલમાં ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે.દાહોદ,મહીસાગર,છોટા ઉદેપુર,વડોદરા,સુરેન્દ્રનગર,રાજકોટ,જૂનાગઢ,ગીર સોમનાથ,બોટાદ અને કચ્છમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

Gandhinagarના દહેગામમાં 2 કલાકમાં 2 ઈંચ વરસાદ પડતા નિચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • આજે વહેલી સવારથી જ વરસાદે તોફાની બેટિંગ ચાલુ કરી
  • બે કલાકમાં બે ઇંચ વરસાદ ખાબકતા ભરાયા વરસાદી પાણી
  • નિચાણવાળા વિસ્તારોમાં રહેતા સ્થાનિકો હેરાન થયા

ગાંધીનગરના દહેગામમાં બે કલાકમાં બે ઈંચ વરસાદ પડતા નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરવાની શરૂઆત થઈ છે,હાલ સમગ્ર ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે,સાથે સાથે ગઈકાલે પણ દહેગામમાં વરસાદ પડતા પાણી દુકાનોમાં ઘુસી ગયા હતા,હવામાન વિભાગે આગાહી કરી છે કે,સમગ્ર ગુજરાતમાં વરસાદ સારો એવો પડશે.

નિચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી

દહેગામમાં સામાન્ય વરસાદમા નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે.નગરપાલિકાનો પ્રિ-મોન્સૂન પ્લાન પણ ધોવાઈ ગયો છે,ત્યારે નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા સ્થાનિકો હેરાન થયા છે અને તેમનો આક્ષેપ છે કે,તંત્ર દ્રારા કોઈ સુવિધા પૂરી પાડવામાં આવતી નથી અને કોઈ ધારાસભ્ય પણ આવ્યું નથી,વરસાદના પાણીની સાથે ગટરના પાણી પણ બેક મારવાની શરૂઆત થઈ છે જેના કારણે અમુક વિસ્તારોમાં દુર્ગંધ પણ મારી રહી છે.

દુકાનો સુધી પહોંચ્યા વરસાદી પાણી

સામાન્ય વરસાદમાં પાણી દુકાનમાં ઘુસી ગયા છે,વેપારીઓનો આક્ષેપ છે કે 10 વર્ષથી આવી જ સ્થિતિ છે અને નગરપાલિકા પણ આ બાબતે કોઈ વાત ધ્યાને લેતી નથી,વેપારીઓનો આક્ષેપ એ પણ છે કે આ સૌથી ઉંચો વિસ્તાર હતો અને અહીંયા પાણી ભરાવાની સમસ્યા સર્જાતી ન હતી,પરંતુ હાઈવે બનતાની સાથે વિસ્તાર નીચે આવ્યો અને તેના કારણે હવે દુકાનોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે.નગરપાલિકાને આ બાબતે રજૂઆત કરી છે પણ કોઈ નિરાકરણ આવતું નથી.


જાણો આજે કયા જિલ્લામાં અપાયું ઓરન્જ,યલો અને રેડ એલર્ટ

હવામાન વિભાગની આગાહી મૂજબ આજે નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ,તાપી, નવસારી, અમરેલી,ભાવનગર,અમદાવાદ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.વલસાડ ,દમણ,દાદરાનગર હવેલીમાં અત્યંત ભારે વરસાદ સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.બનાસકાંઠા,પાટણ,મેહસાણા,સાબરકાંઠા,અરવલ્લી,ગાંધીનગર,ખેડા,આણંદ,પંચમહાલમાં ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે.દાહોદ,મહીસાગર,છોટા ઉદેપુર,વડોદરા,સુરેન્દ્રનગર,રાજકોટ,જૂનાગઢ,ગીર સોમનાથ,બોટાદ અને કચ્છમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.