Surendranagar: ચુડામાં ટ્રેક્ટર ખાડામાં ખાબક્યુ, 3 લોકો ઈજાગ્રસ્ત

સુરેન્દ્રનગરના ચુડા શહેરમાં અકસ્માતની વણઝાર જોવા મળી રહી છે. ચુડામાં એક મોટો અકસ્માત સર્જાયો છે, જેમાં 3 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ચુડા મામલતદાર કચેરી રોડ પર ટ્રેકટર ઊથલી ખાડામાં ખાબકતા મોટી દોડધામ મચી હતી, જો કે સદનસીબે આ અકસ્માતમાં જાનહાનિની કોઈ ઘટના બની નથી.ટ્રેક્ટર રોડની બાજુમાં આવેલા ખાડામાં ખાબક્યું ખેતરેથી કામ કરીને પરત ફરતા ટ્રેકટરના ચાલકે સ્ટીયરિંગ પરથી અચાનક કાબૂ ગુમાવતા ટ્રેકટર મામલતદાર કચેરી રોડ પર રસ્તાની બાજુમાં આવેલા ખાડામાં ખાબક્યું હતું. ત્યારે આ દરમિયાન ટ્રેક્ટરમાં 2 મહિલાઓ સહિત 3 વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે ચુડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે ખસેડાયા હતા. ચુડા લીંબડી રોડ પર અકસ્માતમાં 2 લોકોના મોત બીજી તરફ આજે જ ચુડા લીંબડી રોડ પર અકસ્માત સર્જાયો હતો, જેમાં 2 લોકોના મોત થયા છે. ચુડા ખાતે જીન રોડ પર બે બાઈકો સામ સામે અથડાતા બે વ્યક્તિઓના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત થયા હતા. ચુડા લીંબડી રોડ પર પાટીદાર જીનીંગ ફેકટરી નજીક અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો જોરદાર હતો કે એક બાઈક પર નીકળેલા બંને વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે જ મોત થયા હતા. આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત અન્ય બાઈક સવારોને તાત્કાલિક લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી અને વધુ સારવાર માટે સુરેન્દ્રનગર ખસેડાયા હતા. જો કે આ બનાવ બાદ ચુડા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી છે. સુરેન્દ્રનગર માલવણ હાઈવે પર હિટ એન્ડ રન સુરેન્દ્રનગર હાઈવે અકસ્માતોનો સિલસિલો યથાવત જોવા મળ્યો છે, ત્યારે 3 નવેમ્બરના રોજ સુરેન્દ્રનગરથી પાટડી શક્તિમાંના દર્શન અર્થે ચાલીને યાત્રીઓ જઈ રહ્યા હતા, જેમાં રાત્રિના સમયે એક ટ્રક ચાલકે ચાલીને જતા યાત્રી રમેશભાઈ કાળુભાઈ ભડાણીયાને ટક્કર મારી ફરાર થયો હતો, યાત્રિકને ટક્કર લાગતા માથાના હાથના અને પગના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી, ઈજાગ્રસ્ત રમેશભાઈ કાળુભાઈ ભડાણીયાને ખાનગી વાહન માફક સુરેન્દ્રનગર મેડિકલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો, જેમાં રમેશભાઈને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ લખતર પોલીસને થતા લખતર પોલીસ દ્વારા અજાણ્યા વાહન ચાલક દ્વારા યાત્રિકને ટક્કર માર્યાનો ગુનો દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો.

Surendranagar: ચુડામાં ટ્રેક્ટર ખાડામાં ખાબક્યુ, 3 લોકો ઈજાગ્રસ્ત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરેન્દ્રનગરના ચુડા શહેરમાં અકસ્માતની વણઝાર જોવા મળી રહી છે. ચુડામાં એક મોટો અકસ્માત સર્જાયો છે, જેમાં 3 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ચુડા મામલતદાર કચેરી રોડ પર ટ્રેકટર ઊથલી ખાડામાં ખાબકતા મોટી દોડધામ મચી હતી, જો કે સદનસીબે આ અકસ્માતમાં જાનહાનિની કોઈ ઘટના બની નથી.

ટ્રેક્ટર રોડની બાજુમાં આવેલા ખાડામાં ખાબક્યું

ખેતરેથી કામ કરીને પરત ફરતા ટ્રેકટરના ચાલકે સ્ટીયરિંગ પરથી અચાનક કાબૂ ગુમાવતા ટ્રેકટર મામલતદાર કચેરી રોડ પર રસ્તાની બાજુમાં આવેલા ખાડામાં ખાબક્યું હતું. ત્યારે આ દરમિયાન ટ્રેક્ટરમાં 2 મહિલાઓ સહિત 3 વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે ચુડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે ખસેડાયા હતા.

ચુડા લીંબડી રોડ પર અકસ્માતમાં 2 લોકોના મોત

બીજી તરફ આજે જ ચુડા લીંબડી રોડ પર અકસ્માત સર્જાયો હતો, જેમાં 2 લોકોના મોત થયા છે. ચુડા ખાતે જીન રોડ પર બે બાઈકો સામ સામે અથડાતા બે વ્યક્તિઓના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત થયા હતા. ચુડા લીંબડી રોડ પર પાટીદાર જીનીંગ ફેકટરી નજીક અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો જોરદાર હતો કે એક બાઈક પર નીકળેલા બંને વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે જ મોત થયા હતા. આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત અન્ય બાઈક સવારોને તાત્કાલિક લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી અને વધુ સારવાર માટે સુરેન્દ્રનગર ખસેડાયા હતા. જો કે આ બનાવ બાદ ચુડા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી છે.

સુરેન્દ્રનગર માલવણ હાઈવે પર હિટ એન્ડ રન

સુરેન્દ્રનગર હાઈવે અકસ્માતોનો સિલસિલો યથાવત જોવા મળ્યો છે, ત્યારે 3 નવેમ્બરના રોજ સુરેન્દ્રનગરથી પાટડી શક્તિમાંના દર્શન અર્થે ચાલીને યાત્રીઓ જઈ રહ્યા હતા, જેમાં રાત્રિના સમયે એક ટ્રક ચાલકે ચાલીને જતા યાત્રી રમેશભાઈ કાળુભાઈ ભડાણીયાને ટક્કર મારી ફરાર થયો હતો, યાત્રિકને ટક્કર લાગતા માથાના હાથના અને પગના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી, ઈજાગ્રસ્ત રમેશભાઈ કાળુભાઈ ભડાણીયાને ખાનગી વાહન માફક સુરેન્દ્રનગર મેડિકલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો, જેમાં રમેશભાઈને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ લખતર પોલીસને થતા લખતર પોલીસ દ્વારા અજાણ્યા વાહન ચાલક દ્વારા યાત્રિકને ટક્કર માર્યાનો ગુનો દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો.