Vav By Election: ભાજપનો ઉમેદવાર જીતશે, અનેક કામો કર્યા છે: નીતિન પટેલ
વાવની પેટા ચૂંટણી પર પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે હવે નિવેદન આપ્યું છે. નીતિન પટેલે કહ્યું કે અમારી સરકારે છેવાડાના વિસ્તારમાં વિકાસના કામો કર્યા છે. વિરોધ પક્ષ વર્ષો સુધી સરકારમાં રહ્યો પણ માળખાકીય સુવિધા આપી શક્યો નથી.વિપક્ષ ખોટા આક્ષેપ કરે છેઃ નીતિન પટેલ પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે વધુમાં જણાવ્યું કે વિપક્ષ ખોટા આક્ષેપ કરે છે અને પ્રજાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહી છે. વાવમાં ખેડૂત લક્ષી સર્વે સમાજ લક્ષી યોજના અમારી સરકારે આપી છે અને વાવ વિધાનસભાના ભાજપના ઉમેદવારજ પેટાચૂંટણીમાં જીતશે. કુપોષણ મુદ્દે નીતિન પટેલે આપ્યું મહત્વનું નિવેદન મહેસાણા જિલ્લામાં કુપોષણ મુદ્દે નીતિન પટેલે નિવેદન આપતા કહ્યું કે કુપોષણની વ્યાખ્યાઓ જુદી જુદી હોય છે. PMના વડપણ હેઠળ મફત અનાજ આપવામાં આવે છે, શાળાઓમાં મધ્યાહન ભોજન યોજના છે. બાળકોથી લઈ ગર્ભવતી માતાઓ માટે વિના મૂલ્ય આહાર આપવામાં આવી છે. ત્યારે જુદા જુદા કારણોસર કુપોષણ હોઈ શકે, અમારી સરકાર તમામ મુદ્દે કાર્યરત છે. સૌથી મોટા ચોર્યાસી સમાજના ભવનનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું: નીતિન પટેલ અડાલજ પાસેના અંબાપુર નજીક ચોર્યાસી સમાજના નવનિર્મિત સમાજ સંકુલનું ઉદ્ઘાટન આજે કરવામાં આવ્યું છે. CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે સંકુલને ખુલ્લું મુકાયું છે. અંબાપુર નજીક રૂપિયા 32 કરોડના ખર્ચે અત્યાધુનિક ભવન તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં ભોજનાલય, બેન્કવેટ હોલ, હોસ્ટેલ, લાયબ્રેરીની સુવિધાથી સજ્જ છે. આ દરમિયાન કાર્યક્રમમાં CM ભૂપેન્દ્ર પટેલે નિવેદન આપતા કહ્યું કે નવા વર્ષમાં આ સંકુલ ભેટ સ્વરૂપે છે, નવા સપના સાકાર કરવાનો સંકલ્પ છે. સમાજના યુવાનોને આગળ વધવામાં સંકુલ ખૂબ ઉપયોગી થશે, સહિયારા પ્રયાસથી સમાજનો વિકાસ થતો હોય છે. GYANના સમન્વયથી PM આગળ વધવા પ્રયત્નશીલ છે. આજે ગુજરાત વિકાસનું રોલ મોડલ બન્યું છે. આ કાર્યક્રમમાં રાજ્યના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ પણ હાજર રહ્યા હતા અને તેમને કહ્યું કે સૌથી મોટા ચોર્યાસી સમાજના ભવનનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ સંકુલમાં વિદ્યાર્થીઓના અભ્યાસ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. સામાજિક પ્રવૃત્તિઓ માટે અનેક સુવિધાઓથી આ સંકુલ સજ્જ છે. રૂપિયા 32 કરોડનાં ખર્ચે આ સંકુલ તૈયાર કરવામાં આવ્યું છે. આ સંકુલ અનેક ક્ષેત્ર માટે લોકો ઉપયોગી રહેશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વાવની પેટા ચૂંટણી પર પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે હવે નિવેદન આપ્યું છે. નીતિન પટેલે કહ્યું કે અમારી સરકારે છેવાડાના વિસ્તારમાં વિકાસના કામો કર્યા છે. વિરોધ પક્ષ વર્ષો સુધી સરકારમાં રહ્યો પણ માળખાકીય સુવિધા આપી શક્યો નથી.
વિપક્ષ ખોટા આક્ષેપ કરે છેઃ નીતિન પટેલ
પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે વધુમાં જણાવ્યું કે વિપક્ષ ખોટા આક્ષેપ કરે છે અને પ્રજાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહી છે. વાવમાં ખેડૂત લક્ષી સર્વે સમાજ લક્ષી યોજના અમારી સરકારે આપી છે અને વાવ વિધાનસભાના ભાજપના ઉમેદવારજ પેટાચૂંટણીમાં જીતશે.
કુપોષણ મુદ્દે નીતિન પટેલે આપ્યું મહત્વનું નિવેદન
મહેસાણા જિલ્લામાં કુપોષણ મુદ્દે નીતિન પટેલે નિવેદન આપતા કહ્યું કે કુપોષણની વ્યાખ્યાઓ જુદી જુદી હોય છે. PMના વડપણ હેઠળ મફત અનાજ આપવામાં આવે છે, શાળાઓમાં મધ્યાહન ભોજન યોજના છે. બાળકોથી લઈ ગર્ભવતી માતાઓ માટે વિના મૂલ્ય આહાર આપવામાં આવી છે. ત્યારે જુદા જુદા કારણોસર કુપોષણ હોઈ શકે, અમારી સરકાર તમામ મુદ્દે કાર્યરત છે.
સૌથી મોટા ચોર્યાસી સમાજના ભવનનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું: નીતિન પટેલ
અડાલજ પાસેના અંબાપુર નજીક ચોર્યાસી સમાજના નવનિર્મિત સમાજ સંકુલનું ઉદ્ઘાટન આજે કરવામાં આવ્યું છે. CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે સંકુલને ખુલ્લું મુકાયું છે. અંબાપુર નજીક રૂપિયા 32 કરોડના ખર્ચે અત્યાધુનિક ભવન તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં ભોજનાલય, બેન્કવેટ હોલ, હોસ્ટેલ, લાયબ્રેરીની સુવિધાથી સજ્જ છે. આ દરમિયાન કાર્યક્રમમાં CM ભૂપેન્દ્ર પટેલે નિવેદન આપતા કહ્યું કે નવા વર્ષમાં આ સંકુલ ભેટ સ્વરૂપે છે, નવા સપના સાકાર કરવાનો સંકલ્પ છે. સમાજના યુવાનોને આગળ વધવામાં સંકુલ ખૂબ ઉપયોગી થશે, સહિયારા પ્રયાસથી સમાજનો વિકાસ થતો હોય છે. GYANના સમન્વયથી PM આગળ વધવા પ્રયત્નશીલ છે. આજે ગુજરાત વિકાસનું રોલ મોડલ બન્યું છે. આ કાર્યક્રમમાં રાજ્યના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ પણ હાજર રહ્યા હતા અને તેમને કહ્યું કે સૌથી મોટા ચોર્યાસી સમાજના ભવનનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ સંકુલમાં વિદ્યાર્થીઓના અભ્યાસ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. સામાજિક પ્રવૃત્તિઓ માટે અનેક સુવિધાઓથી આ સંકુલ સજ્જ છે. રૂપિયા 32 કરોડનાં ખર્ચે આ સંકુલ તૈયાર કરવામાં આવ્યું છે. આ સંકુલ અનેક ક્ષેત્ર માટે લોકો ઉપયોગી રહેશે.