Ahmedabad Rain NEWS: અમદાવાદમાં સિઝનનો 33 % વરસાદ ત્રણ દિવસમાં જ ખાબક્યો

શનિવાર રાતથી મંગળવાર સાંજ સુધીમાં શહેરમાં 13 ઈંચ વરસાદ વરસ્યોગત વર્ષની સરખામણીએ અત્યાર સુધીમાં 7.08 ઈંચ એટલે કે, 28 ટકા વધુ વરસાદ અત્યાર સુધીમાં શહેરમાં સરેરાશ 32.12 ઈંચ વરસાદ થયો, ગત વર્ષે 25.04 ઈંચ હતો અમદાવાદ સહિત રાજ્યમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી ભારે વરસાદી માહોલ સર્જાયો છે. અમદાવાદ શહેરમાં શનિવાર રાતથી જ ભારે વરસાદ પડવાનો શરૂ થયો હતો જે આજે મંગળવારે પણ અવિરત વરસાદી માહોલ રહ્યો છે. રવિવાર રાતથી લઈને મંગળવાર સાંજ સુધીમાં શહેરમાં 13 ઈંચ જેટલો એટલે કે, કુલ વરસાદનો 32.59 ટકા વરસાદ ખાબક્યો છે. અમદાવાદ શહેરમાં સિઝનના કુલ વરસાદની સરેરાશ 32.64 ટકા છે જેની સામે અત્યાર સુધીમાં 32.12 ઈંચ વરસાદ પડયો છે. એટલે 98.40 ટકા વરસાદ વરસી ગયો છે. ગત વર્ષે 25.04 ઈંચ વરસાદ થયો હતો. આમ ગત વર્ષની સરખામણીએ શહેરમાં આ વખતે 7.08 ઈંચ એટલે કે, 28 ટકા જેટલો વધુ વરસાદ પડયો છે. અમદાવાદ શહેરમાં સોમવાર સવારનાં 6 વાગ્યા સુધીના વિતેલા 24 કલાકમાં સરેરાશ 6 ઈંચ જેટલો વરસાદ થયો હતો. એ પછી આજે મંગળવાર સવારનાં 6 વાગ્યા સુધીના વિતેલા 24 કલાકમાં 7.44 ઈંચ અને મંગળવાર દિવસ દરમિયાન 2 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. છેલ્લા ત્રણ જ દિવસમાં અમદાવાદ શહેરમાં 32.59 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. ત્રણ દિવસ પહેલા શહેરનો સરેરાશ વરસાદ 21.48 ઈંચ એટલે કે, 65.81 ટકા હતો, જે વધીને આજે 98.40 ટકાએ પહોચી ગયો છે. ઉત્તર ઝોનમાં 14 જગ્યાએ રોડ બેસી ગયા : પાણી ભરાવાની 557 ફરિયાદો શહેરમાં વરસાદ દરમિયાન સોમવારે વરસાદી પાણી ભરાવા, ઝાડ પડવા, ભૂવા પડવા, રોડ બેસી જવો, ભયજનક મકાન જેવી અલગ અલગ ફરિયાદોનો છસ્ઝ્ર દ્વારા નિકાલ કરાયો હતો. ઉત્તર ઝોનમાં 14 જગ્યાએ રોડ બેસી ગયા હતા. સોમવારે શહેરમાં વરસાદી પાણી ભરાવવાની કુલ 557 જેટલી ફરિયાદો મળી હતી. જેમાં સાંજે છ વાગ્યા સુધીમાં 15 જેટલા સ્થળોએ પાણીનો નિકાલ જ થઈ શક્યો ન હતો. સૌથી વધારે પૂર્વ વિસ્તારમાં ઝોનમાં 125 અને પૂર્વ ઝોનમાં 108 જગ્યાએ વરસાદી પાણી ભરાવ્વાની ફ્રિયાદ મળી હતી. 88 જગ્યાએ ઝાડ પડવાની ફરિયાદો મળી હતી, જેમાં સૌથી વધારે મધ્ય ઝોનમાં 27 જેટલા ઝાડ પડયા હતા. ભયજનક મકાન અંગે 28 જેટલી ફરિયાદો મળી હતી. જેમાં મધ્ય ઝોનમાં 10 ફરિયાદો મળી હતી. સરસપુર, નારોલ, દાણીલીમડામાં વરસાદી પાણી ઘરમાં ઘૂસ્યા સોમવારે રાત્રે દાણીલીમડા વિસ્તારમાં આવેલા નારોલ પાસને બેરલ માર્કેટમાં પણ વરસાદી પાણી ઘરમાં ઘૂસી ગયા હતા. લોકોના ઘરમાં પાણી ભરાઈ જવાના કારણે તેઓના ઘરવખરીને નુકસાન થયું હતું. આ વિસ્તારમાં લોકોના મકાનોમાં પાણી ભરાઈ જતાં આખી રાત ઉજાગરો કરીને લોકોએ પાણી ઉલેચવા પડયા હતા. આ ઉપરાંત હાટકેશ્વર, ખોખરા અને મણિનગર, સરસપુરમાં પણ ઘરોમાં પાણી ઘૂસ્યા હતા. એરપોર્ટ પાસે આઈકોનિક રોડ પાણીમાં ગરકાવ છસ્ઝ્ર દ્વારા શહેરના એરપોર્ટ સર્કલથી ઇંદિરા બ્રિજ સુધી તૈયાર કરવામાં આવેલો આઈકોનિકલ રોડ પર પાણી ફરી વળતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. અમદાવાદનો આઇકોનિક રોડ પર પાણીમાં ગરકાવ થઈ જવાને કારણે વાહન ચાલકોના વાહન પાણીમાં ફ્સાઈ ગયા હતા અને કેટલાંક લોકોના વાહનો બંધ પડી જતાં વાહનોને ધક્કા મારવાની ફરજ પડી હતી.

Ahmedabad Rain NEWS: અમદાવાદમાં સિઝનનો 33 % વરસાદ ત્રણ દિવસમાં જ ખાબક્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • શનિવાર રાતથી મંગળવાર સાંજ સુધીમાં શહેરમાં 13 ઈંચ વરસાદ વરસ્યો
  • ગત વર્ષની સરખામણીએ અત્યાર સુધીમાં 7.08 ઈંચ એટલે કે, 28 ટકા વધુ વરસાદ
  • અત્યાર સુધીમાં શહેરમાં સરેરાશ 32.12 ઈંચ વરસાદ થયો, ગત વર્ષે 25.04 ઈંચ હતો

અમદાવાદ સહિત રાજ્યમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી ભારે વરસાદી માહોલ સર્જાયો છે. અમદાવાદ શહેરમાં શનિવાર રાતથી જ ભારે વરસાદ પડવાનો શરૂ થયો હતો જે આજે મંગળવારે પણ અવિરત વરસાદી માહોલ રહ્યો છે.

રવિવાર રાતથી લઈને મંગળવાર સાંજ સુધીમાં શહેરમાં 13 ઈંચ જેટલો એટલે કે, કુલ વરસાદનો 32.59 ટકા વરસાદ ખાબક્યો છે. અમદાવાદ શહેરમાં સિઝનના કુલ વરસાદની સરેરાશ 32.64 ટકા છે જેની સામે અત્યાર સુધીમાં 32.12 ઈંચ વરસાદ પડયો છે. એટલે 98.40 ટકા વરસાદ વરસી ગયો છે. ગત વર્ષે 25.04 ઈંચ વરસાદ થયો હતો. આમ ગત વર્ષની સરખામણીએ શહેરમાં આ વખતે 7.08 ઈંચ એટલે કે, 28 ટકા જેટલો વધુ વરસાદ પડયો છે.

અમદાવાદ શહેરમાં સોમવાર સવારનાં 6 વાગ્યા સુધીના વિતેલા 24 કલાકમાં સરેરાશ 6 ઈંચ જેટલો વરસાદ થયો હતો. એ પછી આજે મંગળવાર સવારનાં 6 વાગ્યા સુધીના વિતેલા 24 કલાકમાં 7.44 ઈંચ અને મંગળવાર દિવસ દરમિયાન 2 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. છેલ્લા ત્રણ જ દિવસમાં અમદાવાદ શહેરમાં 32.59 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. ત્રણ દિવસ પહેલા શહેરનો સરેરાશ વરસાદ 21.48 ઈંચ એટલે કે, 65.81 ટકા હતો, જે વધીને આજે 98.40 ટકાએ પહોચી ગયો છે.

ઉત્તર ઝોનમાં 14 જગ્યાએ રોડ બેસી ગયા : પાણી ભરાવાની 557 ફરિયાદો

શહેરમાં વરસાદ દરમિયાન સોમવારે વરસાદી પાણી ભરાવા, ઝાડ પડવા, ભૂવા પડવા, રોડ બેસી જવો, ભયજનક મકાન જેવી અલગ અલગ ફરિયાદોનો છસ્ઝ્ર દ્વારા નિકાલ કરાયો હતો. ઉત્તર ઝોનમાં 14 જગ્યાએ રોડ બેસી ગયા હતા. સોમવારે શહેરમાં વરસાદી પાણી ભરાવવાની કુલ 557 જેટલી ફરિયાદો મળી હતી. જેમાં સાંજે છ વાગ્યા સુધીમાં 15 જેટલા સ્થળોએ પાણીનો નિકાલ જ થઈ શક્યો ન હતો. સૌથી વધારે પૂર્વ વિસ્તારમાં ઝોનમાં 125 અને પૂર્વ ઝોનમાં 108 જગ્યાએ વરસાદી પાણી ભરાવ્વાની ફ્રિયાદ મળી હતી. 88 જગ્યાએ ઝાડ પડવાની ફરિયાદો મળી હતી, જેમાં સૌથી વધારે મધ્ય ઝોનમાં 27 જેટલા ઝાડ પડયા હતા. ભયજનક મકાન અંગે 28 જેટલી ફરિયાદો મળી હતી. જેમાં મધ્ય ઝોનમાં 10 ફરિયાદો મળી હતી.

સરસપુર, નારોલ, દાણીલીમડામાં વરસાદી પાણી ઘરમાં ઘૂસ્યા

સોમવારે રાત્રે દાણીલીમડા વિસ્તારમાં આવેલા નારોલ પાસને બેરલ માર્કેટમાં પણ વરસાદી પાણી ઘરમાં ઘૂસી ગયા હતા. લોકોના ઘરમાં પાણી ભરાઈ જવાના કારણે તેઓના ઘરવખરીને નુકસાન થયું હતું. આ વિસ્તારમાં લોકોના મકાનોમાં પાણી ભરાઈ જતાં આખી રાત ઉજાગરો કરીને લોકોએ પાણી ઉલેચવા પડયા હતા. આ ઉપરાંત હાટકેશ્વર, ખોખરા અને મણિનગર, સરસપુરમાં પણ ઘરોમાં પાણી ઘૂસ્યા હતા.

એરપોર્ટ પાસે આઈકોનિક રોડ પાણીમાં ગરકાવ

છસ્ઝ્ર દ્વારા શહેરના એરપોર્ટ સર્કલથી ઇંદિરા બ્રિજ સુધી તૈયાર કરવામાં આવેલો આઈકોનિકલ રોડ પર પાણી ફરી વળતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. અમદાવાદનો આઇકોનિક રોડ પર પાણીમાં ગરકાવ થઈ જવાને કારણે વાહન ચાલકોના વાહન પાણીમાં ફ્સાઈ ગયા હતા અને કેટલાંક લોકોના વાહનો બંધ પડી જતાં વાહનોને ધક્કા મારવાની ફરજ પડી હતી.