Suratમાં નેશનલ હાઈવે પર અકસ્માતમાં એક પોલીસકર્મીનું મોત, કાર પડીકુ બની ગઈ
સુરત જિલ્લામાં નેશનલ હાઇવે 48 પર રાજકોટ LCB ટીમને અકસ્માત નડયો છે જેમાં એક પોલીસકર્મીનું ઘટના સ્થળે મોત થયું છે.માંગરોળના નાના બોરસરા ગામ પાસે રાજકોટ LCBની ખાનગી કારને એક ટ્રકે ટક્કર મારી જેને લઇને કાર આગળ ચાલી રહેલ વાહનમાં ઘુસી ગઈ હતી જેમાં ઘટના સ્થળે એક પોલીસકર્મીનું મોત થયું હતુ,જેના કારણે પોલીસબેડામાં શોકની લાગણી છવાઈ હતી. એક પોલીસકર્મીનું મોત રાજકોટથી પોલીસ આરોપી લેવા માટે સુરત તરફ ગઈ હતી ત્યારે આરોપીને લઈ પોલીસ રાજકોટ તરફ આવી રહી હતી તે દરમિયાન એક ટ્રકે કારને ટક્કર મારી હતી અને કાર આગળ જતા ટ્રકમાં ઘુસી ગઈ હતી જેના કારણે કારમાં રહેલા ચાર વ્યકિતઓને ઈજા પહોંચી હતી અને એક પોલીસકર્મીનું મોત થયું છે.કારમાં પોલીસકર્મીઓની સાથે એક આરોપી પણ હતો જેને રાજકોટ લઈ જવાનો હતો.સુરતની કોસંબા પોલીસે હાલ આગળની કાર્યવાહી હાથધરી છે. મૃતદેહને પીએમ અર્થે મોકલાયોસમગ્ર ઘટનામાં સુરત કોસંબા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને કાર્યવાહી હાથધરી હતી,પોલીસના મૃતદેહને પીએમ અર્થે મોકલી આપ્યો છે તો કારને નુકસાન થતા ક્રેઈન વડે તેને ખસેડવામાં આવી છે,ત્યારે અન્ય પોલીસકર્મીઓના નિવેદન પણ લેવામાં આવ્યા છે અને આસપાસના સીસીટીવીના આધારે પોલીસે તપાસ હાથધરી છે.આ અકસ્માતમાં કોનો વાંક છે તે સીસીટીવીના આધારે પોલીસને ખ્યાલ આવશે તેવો અંદાજો લગાવી રહ્યા છે,પરંતુ જે ટ્રકે કારને ટક્કર મારી હતી તે ટ્રકચાલક હજી પોલીસની પકડમાં આવ્યો નથી. ઘટના સ્થળે ઉમટયા લોકોના ટોળા ઘટના બનતાની સાથે આસપાસ લોકોના ટોળા ઉમટી પડયા હતા અને કારમાંથી લોકોને બહાર કાઢી હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા,અકસ્માત થતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા જેના કારણે ટ્રાફિક પોલીસે ઘટના સ્થળે પહોંચીને ટ્રાફિક દૂર કરવાની કામગીરી કરી હતી,પોલીસકર્મીનું મોત થતા પોલીસબેડામાં શોકનો માહોલ છવાયો છે.ત્યારે ટ્રક ચાલક ઝડપથી પકડાય અને તેની સામે કડક કાર્યવાહી કરાય તેવી સ્થાનિકોની માગ ઉઠી હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરત જિલ્લામાં નેશનલ હાઇવે 48 પર રાજકોટ LCB ટીમને અકસ્માત નડયો છે જેમાં એક પોલીસકર્મીનું ઘટના સ્થળે મોત થયું છે.માંગરોળના નાના બોરસરા ગામ પાસે રાજકોટ LCBની ખાનગી કારને એક ટ્રકે ટક્કર મારી જેને લઇને કાર આગળ ચાલી રહેલ વાહનમાં ઘુસી ગઈ હતી જેમાં ઘટના સ્થળે એક પોલીસકર્મીનું મોત થયું હતુ,જેના કારણે પોલીસબેડામાં શોકની લાગણી છવાઈ હતી.
એક પોલીસકર્મીનું મોત
રાજકોટથી પોલીસ આરોપી લેવા માટે સુરત તરફ ગઈ હતી ત્યારે આરોપીને લઈ પોલીસ રાજકોટ તરફ આવી રહી હતી તે દરમિયાન એક ટ્રકે કારને ટક્કર મારી હતી અને કાર આગળ જતા ટ્રકમાં ઘુસી ગઈ હતી જેના કારણે કારમાં રહેલા ચાર વ્યકિતઓને ઈજા પહોંચી હતી અને એક પોલીસકર્મીનું મોત થયું છે.કારમાં પોલીસકર્મીઓની સાથે એક આરોપી પણ હતો જેને રાજકોટ લઈ જવાનો હતો.સુરતની કોસંબા પોલીસે હાલ આગળની કાર્યવાહી હાથધરી છે.
મૃતદેહને પીએમ અર્થે મોકલાયો
સમગ્ર ઘટનામાં સુરત કોસંબા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને કાર્યવાહી હાથધરી હતી,પોલીસના મૃતદેહને પીએમ અર્થે મોકલી આપ્યો છે તો કારને નુકસાન થતા ક્રેઈન વડે તેને ખસેડવામાં આવી છે,ત્યારે અન્ય પોલીસકર્મીઓના નિવેદન પણ લેવામાં આવ્યા છે અને આસપાસના સીસીટીવીના આધારે પોલીસે તપાસ હાથધરી છે.આ અકસ્માતમાં કોનો વાંક છે તે સીસીટીવીના આધારે પોલીસને ખ્યાલ આવશે તેવો અંદાજો લગાવી રહ્યા છે,પરંતુ જે ટ્રકે કારને ટક્કર મારી હતી તે ટ્રકચાલક હજી પોલીસની પકડમાં આવ્યો નથી.
ઘટના સ્થળે ઉમટયા લોકોના ટોળા
ઘટના બનતાની સાથે આસપાસ લોકોના ટોળા ઉમટી પડયા હતા અને કારમાંથી લોકોને બહાર કાઢી હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા,અકસ્માત થતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા જેના કારણે ટ્રાફિક પોલીસે ઘટના સ્થળે પહોંચીને ટ્રાફિક દૂર કરવાની કામગીરી કરી હતી,પોલીસકર્મીનું મોત થતા પોલીસબેડામાં શોકનો માહોલ છવાયો છે.ત્યારે ટ્રક ચાલક ઝડપથી પકડાય અને તેની સામે કડક કાર્યવાહી કરાય તેવી સ્થાનિકોની માગ ઉઠી હતી.