Surendranagar: લખતર પોલીસે મઝરલોડ બંદૂક સાથે એક ઈસમને ઝડપી પાડ્યો
સુરેન્દ્રનગરના લખતરમાં પોલીસે મઝરલોડ બંદૂક હથિયાર સાથે એક ઈસમને ઝડપી પાડ્યો છે. ડેરવાળા સાકર વચ્ચે ગડથરના પાટિયા પાસેથી હથિયાર સાથે લખતર પોલીસ દ્વારા એક વ્યક્તિને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.સુરેન્દ્રનગરમાં ફાયરિંગ તેમજ મર્ડરના ગુનાઓમાં નોંધપાત્ર વધારો થયો સાકર ગામનો જહાંગીરભાઈ જામાભાઈ બેલીમ ડેરવાડા સાકર રોડ ઉપર ગડથરના પાટિયા પાસે હાથ બનાવટી મઝરલોડ બંદૂક લઈને જતો હોવાની બાતમીના આધારે ઝડપી પાડવામાં આવ્યો હતો. સાકર ગામનો વ્યક્તિ હથિયાર લઈ જતો હોય અને ચોક્કસ બાતમી લખતર પોલીસને મળતા લખતર પીઆઈ તેમજ સ્ટાફ દ્વારા વોચ ગોઠવીને સાકર ગામના વ્યક્તિને મઝરલોડ બંદૂક હથિયાર સાથે પકડી પાડવામાં આવ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં હથિયારબંધી હોવાથી ફાયરિંગ તેમજ મર્ડરના ગુનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. જેમાં સાકર ગામે હાથ બનાવતી મઝરલોડ બંદૂક સાથે એક વ્યક્તિ ઝડપાતા આર્મ્સ એક્ટ મુજબ ગુનો દાખલ કર્યો છે. અનેક ફાયરિંગની ઘટનાઓ સામે આવી ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં જાહેરનામાને લઈ અનેક ફાયરિંગની ઘટનાઓ સામે આવી છે, જેમાં ત્રણથી ચાર લોકોના ફાયરિંગમાં મોત પણ થયા છે. જાહેરનામાના ભંગને લઈ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા દ્વારા અવાર નવાર ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે, ત્યારે હથિયારબંધી ડ્રાઈવના અનુસંધાને લખતર તાલુકાના સાકર ગામે એક ઈસમ મઝરલોડ હાથ બનાવટી બંદૂક લઈ સાકર અને ડેરવાળા તરફ આવતા હોવાની લખતર પીઆઈ વાય.પી.પટેલ તેમજ કોન્સ્ટેબલ અનિકેતસિંહ સિસોદિયા, હેડ કોન્સ્ટેબલ મહાવીરસિંહ પઢિયાર, કોન્સ્ટેબલ મેરૂભાઈ ખટાણા, કોન્સ્ટેબલ ચંદ્રેશભાઇ પરમારને મળી હતી. પોલીસે બાતમીના આધારે હથિયાર સાથે શખ્સને ઝડપી પાડ્યો આ બાતમીના આધારે લખતર પોલીસ પીઆઈ તેમજ સ્ટાફ દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી, બાતમીના આધારે અને વોચ ગોઠવતા સાકરથી ડેરવાડા તરફ આવતા ગડથરના પાટીયા પાસે જ સાકર ગામના જહાંગીરભાઈ જામાભાઈ બેલીમ જેમની ઉંમર આશરે 50 વર્ષ છે. તેમને હથિયાર સાથે લઈ આવતા હોવાનું માલુમ પડતા અને પૂછપરછ કરતા તેઓની પાસે દેશી હાથ બનાવટીની મઝરલોડ બંદૂક મળી આવી હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરેન્દ્રનગરના લખતરમાં પોલીસે મઝરલોડ બંદૂક હથિયાર સાથે એક ઈસમને ઝડપી પાડ્યો છે. ડેરવાળા સાકર વચ્ચે ગડથરના પાટિયા પાસેથી હથિયાર સાથે લખતર પોલીસ દ્વારા એક વ્યક્તિને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
સુરેન્દ્રનગરમાં ફાયરિંગ તેમજ મર્ડરના ગુનાઓમાં નોંધપાત્ર વધારો થયો
સાકર ગામનો જહાંગીરભાઈ જામાભાઈ બેલીમ ડેરવાડા સાકર રોડ ઉપર ગડથરના પાટિયા પાસે હાથ બનાવટી મઝરલોડ બંદૂક લઈને જતો હોવાની બાતમીના આધારે ઝડપી પાડવામાં આવ્યો હતો. સાકર ગામનો વ્યક્તિ હથિયાર લઈ જતો હોય અને ચોક્કસ બાતમી લખતર પોલીસને મળતા લખતર પીઆઈ તેમજ સ્ટાફ દ્વારા વોચ ગોઠવીને સાકર ગામના વ્યક્તિને મઝરલોડ બંદૂક હથિયાર સાથે પકડી પાડવામાં આવ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં હથિયારબંધી હોવાથી ફાયરિંગ તેમજ મર્ડરના ગુનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. જેમાં સાકર ગામે હાથ બનાવતી મઝરલોડ બંદૂક સાથે એક વ્યક્તિ ઝડપાતા આર્મ્સ એક્ટ મુજબ ગુનો દાખલ કર્યો છે.
અનેક ફાયરિંગની ઘટનાઓ સામે આવી
ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં જાહેરનામાને લઈ અનેક ફાયરિંગની ઘટનાઓ સામે આવી છે, જેમાં ત્રણથી ચાર લોકોના ફાયરિંગમાં મોત પણ થયા છે. જાહેરનામાના ભંગને લઈ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા દ્વારા અવાર નવાર ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે, ત્યારે હથિયારબંધી ડ્રાઈવના અનુસંધાને લખતર તાલુકાના સાકર ગામે એક ઈસમ મઝરલોડ હાથ બનાવટી બંદૂક લઈ સાકર અને ડેરવાળા તરફ આવતા હોવાની લખતર પીઆઈ વાય.પી.પટેલ તેમજ કોન્સ્ટેબલ અનિકેતસિંહ સિસોદિયા, હેડ કોન્સ્ટેબલ મહાવીરસિંહ પઢિયાર, કોન્સ્ટેબલ મેરૂભાઈ ખટાણા, કોન્સ્ટેબલ ચંદ્રેશભાઇ પરમારને મળી હતી.
પોલીસે બાતમીના આધારે હથિયાર સાથે શખ્સને ઝડપી પાડ્યો
આ બાતમીના આધારે લખતર પોલીસ પીઆઈ તેમજ સ્ટાફ દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી, બાતમીના આધારે અને વોચ ગોઠવતા સાકરથી ડેરવાડા તરફ આવતા ગડથરના પાટીયા પાસે જ સાકર ગામના જહાંગીરભાઈ જામાભાઈ બેલીમ જેમની ઉંમર આશરે 50 વર્ષ છે. તેમને હથિયાર સાથે લઈ આવતા હોવાનું માલુમ પડતા અને પૂછપરછ કરતા તેઓની પાસે દેશી હાથ બનાવટીની મઝરલોડ બંદૂક મળી આવી હતી.