વડોદરામાં યુનાઇટેડ વે ગરબામાં બાઉન્સરોની દાદાગીરી, ખેલૈયાને માર માર્યાનો આરોપ
સતત વિવાદમાં રહેલું યુનાઈટેડ વે ફરી એકવાર વિવાદમાં આવ્યું છે. જેમાં ખેલૈયાઓ પાસે 5000 રૂપિયા લીધા પછી કોઈ સુવિધા ન આપીને કાદવમાં ગરબા રમાડનારા યુનાઈટેડ વેમાં બાઉન્સરની દાદાગીરી સામે આવી છે. જેમાં ખેલૈયાઓને બાઉન્સરોએ માર માર્યો હોવાના આરોપ લગાવવામાં આવી રહ્યા છે. ખેલૈયાને બાઉનસરોએ માર માર્યાના આરોપ થતા મામલો ઉગ્ર બન્યો છે. ત્યારે ખેલૈયાઓ અને બાઉન્સરો વચ્ચે શાબ્દિક ટપાટપી પણ થઈ હોવાનું સામે આવી રહ્યું છે.પોલીસે ઘટના સ્થળે પહોંચીને મામલો થાળે પાડ્યો મહત્વનું કહી શકાય કે, વડોદરામાં યુનાઇટેડ વે ગરબામાં ખેલૈયાઓ અને બાઉન્સરો વચ્ચે શાબ્દિક ટપાટપી બાદ પોલીસે ઘટના સ્થળે પહોંચીને મામલો થાળે પાડ્યો હતો. સાથે જ યુવકોને છુટા પણ પાડ્યા હતા. ત્યારે ગરબાના પાસ મામલે આ માથાકૂટ થઈ હોવાનું સામે આવ્યું હતું. માં અંબા આદ્યશક્તિની આરાધનાનો પર્વનવરાત્રી એટલે ઉત્સાહ અને ઉમંગનો પર્વ. નવરાત્રીમાં યુવાઓ હિલોળે ચઢે છે. વર્ષો પહેલા લોકો અલગ અલગ વિસ્તારમાં નવ દિવસ શેરી ગરબાનું આયોજન કરીને માં અંબા આદ્યશક્તિની આરાધના કરતા હતા.પરંતુ સમય બદલાતો ગયો અને આ શેરી ગરબાનું સ્થાન પાર્ટી પ્લોટના ગરબાએ મેળવી લીધું છે. રાજકોટમાં ફિલ્મી ગીતોના વાયરલ વિડીયોનો મામલો રાજકોટમાં નવરાત્રીના આયોજનમાં ફિલ્મી ગીતોને લઈને વિવાદ થયો હતો. જેમાં રાજકોટના નિલ સીટી ક્લબના નવરાત્રીના આયોજનમાં ફિલ્મી ગીતોના વાયરલ વિડીયોનો મામલો સામે આવ્યો હતો. ત્યારે તેને લઈને હિન્દૂ જાગરણ મંચના સંયોજક મંગેશ દેસાઈનું નિવેદન સામે આવ્યું હતું. જેને લઈને પોલીસ ફરિયાદ નોંધવા અરજી કરવામાં આવી હતી. જેને લઈને પોલીસ કમિશ્નર દ્વારા કાર્યવાહી કરવા ખાતરી આપી હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સતત વિવાદમાં રહેલું યુનાઈટેડ વે ફરી એકવાર વિવાદમાં આવ્યું છે. જેમાં ખેલૈયાઓ પાસે 5000 રૂપિયા લીધા પછી કોઈ સુવિધા ન આપીને કાદવમાં ગરબા રમાડનારા યુનાઈટેડ વેમાં બાઉન્સરની દાદાગીરી સામે આવી છે. જેમાં ખેલૈયાઓને બાઉન્સરોએ માર માર્યો હોવાના આરોપ લગાવવામાં આવી રહ્યા છે. ખેલૈયાને બાઉનસરોએ માર માર્યાના આરોપ થતા મામલો ઉગ્ર બન્યો છે. ત્યારે ખેલૈયાઓ અને બાઉન્સરો વચ્ચે શાબ્દિક ટપાટપી પણ થઈ હોવાનું સામે આવી રહ્યું છે.
પોલીસે ઘટના સ્થળે પહોંચીને મામલો થાળે પાડ્યો
મહત્વનું કહી શકાય કે, વડોદરામાં યુનાઇટેડ વે ગરબામાં ખેલૈયાઓ અને બાઉન્સરો વચ્ચે શાબ્દિક ટપાટપી બાદ પોલીસે ઘટના સ્થળે પહોંચીને મામલો થાળે પાડ્યો હતો. સાથે જ યુવકોને છુટા પણ પાડ્યા હતા. ત્યારે ગરબાના પાસ મામલે આ માથાકૂટ થઈ હોવાનું સામે આવ્યું હતું.
માં અંબા આદ્યશક્તિની આરાધનાનો પર્વ
નવરાત્રી એટલે ઉત્સાહ અને ઉમંગનો પર્વ. નવરાત્રીમાં યુવાઓ હિલોળે ચઢે છે. વર્ષો પહેલા લોકો અલગ અલગ વિસ્તારમાં નવ દિવસ શેરી ગરબાનું આયોજન કરીને માં અંબા આદ્યશક્તિની આરાધના કરતા હતા.પરંતુ સમય બદલાતો ગયો અને આ શેરી ગરબાનું સ્થાન પાર્ટી પ્લોટના ગરબાએ મેળવી લીધું છે.
રાજકોટમાં ફિલ્મી ગીતોના વાયરલ વિડીયોનો મામલો
રાજકોટમાં નવરાત્રીના આયોજનમાં ફિલ્મી ગીતોને લઈને વિવાદ થયો હતો. જેમાં રાજકોટના નિલ સીટી ક્લબના નવરાત્રીના આયોજનમાં ફિલ્મી ગીતોના વાયરલ વિડીયોનો મામલો સામે આવ્યો હતો. ત્યારે તેને લઈને હિન્દૂ જાગરણ મંચના સંયોજક મંગેશ દેસાઈનું નિવેદન સામે આવ્યું હતું. જેને લઈને પોલીસ ફરિયાદ નોંધવા અરજી કરવામાં આવી હતી. જેને લઈને પોલીસ કમિશ્નર દ્વારા કાર્યવાહી કરવા ખાતરી આપી હતી.