Jamnagar જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં હોબાળો, અધિકારી પર હુમલાની ઘટનાને વખોડાઈ
જામનગર જિલ્લા પંચાયતની આજે સામાન્ય સભા યોજાઈ હતી જેમાં થોડા સમય પહેલા એક અધિકારી પર હુમલો કરાયો હતો તે પેઢીને બ્લેકલિસ્ટ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. જોકે આ કાર્યવાહીમાં શાસક પક્ષના સભ્યોએ કંપનીની તરફેણ કરી અને કોન્ટ્રાકટર દ્વાર જે કામો ચાલુ છે તે પુરા કરવા અને નવા કામો ન આપવા નિર્ણય કર્યો છે. ત્યારે વિપક્ષના સભ્યોએ વિરોધ દર્શાવ્યો હતો. અધુરા કામો પુરા કરવા તાકીદ કરાઈ જિલ્લા પંચાયતના સામાન્ય સભા ખંડમાં પ્રમુખ મયીબેન ગરચરના અઘ્યક્ષ સ્થાને એક મિટીંગ મળી હતી, જેમાં 2024-25ના વર્ષમાં મળેલી સામાન્ય સભામાં કેટલાક એજન્ડાને મંજૂરી આપવામાં આવી હતી. થોડા સમય પહેલા જિલ્લા પંચાયતના એક અધિકારી પર હુમલો કરાયા બાદ તેની સામે કાર્યવાહી કરવામાં આવી હતી, ત્યારે આજે આ સભામાં સ્વસ્તીક કન્ટ્રકસન નામની પેઢીને બ્લેક લિસ્ટ કરવામાં આવી છે. ત્યારે તેના અધુરા રહેલા કામો પુરા કરવા તેને તાકીદ કરવા સભ્યોએ સુર પુરાવ્યો હતો. કંપનીને કરો બ્લેક લિસ્ટ જેના વર્ક ઓર્ડર અપાયા નથી તેવા કામો ન કરાવવા અને ત્રણ વર્ષ માટે તેને બ્લેક લીસ્ટ કરવી. જોકે સામાન્ય સભામાં પણ કેટલાક સભ્યોએ કહ્યું હતું કે, આ કંપની દ્વારા જે કામ ચાલું કરાયા છે તે પુરા કરવા દો અને ત્યારબાદ નવા કામો ન આપતા, આમ કર્મચારી પર હુમલો કરનાર કંપનીના માલીક સામે વધુ તરફદારી કરી હતી.બીજી તરફ આ સામાન્ય સભામાં સતાધારી પક્ષ કાલાવડના ધારાસભ્ય મેઘજી ચાવડા ઉપસ્થતિ રહ્યાં હતા અને તેઓએ જણાવ્યું હતું કે ઘણા સમયથી મારી ગ્રાન્ટમાંથી 5.5 કરોડના કામો મે સુચવ્યા છે તે હજુ સુધી શા માટે કરવામાં આવ્યા નથી ? વર્ક ઓર્ડર આપી દીધા છે તે કામો તો પુરા કરાવો કામ કરનારાઓ સામે પગલા લેવા જોઇએ.આ ઉપરાંત સભ્યોએ કહ્યું કે, ખીમરાણા-શેખપાટ, ઇટાળા-સુમરા, મકાજી મેઘપર-વિભાણીયા, લલોઇ-ભગેણી જેવા કામો વર્ષોથી ચાલું છે, પરંતુ હજુ સુધી પુરા થયા નથી.જિલ્લા પંચાયતમાં ઓકટો-23 થી માર્ચ-24 સુધીના હીસાબોને બહાલી અપાઇ હતી, 15માં નાણાપંચના જિલ્લાકક્ષાના કામો અન્વયે સુધારા મંજુર કરાયા હતાં, સ્ટેમ્પ ડયુટીની વર્ષ 2022-23 અને 23-24ના વર્ષના કામો મંજુર કરાયા હતાં તેમજ રેતી રોયલ્ટીના કામોને વિવિધ સમીતીની બેઠકની કાર્યવાહીની નોંધ કરવામાં આવી હતી. ત્યારે સવાલ એ થાય છે કે વિકાસના કામોમાં ધીમીગતિ અને લાલીયાવાડી કેટલો સમય ચાલશે. હાલ તો આ બધા વચ્ચે જિલ્લા પંચાયતના સતાધારી પક્ષના સભ્યો અને વિપક્ષ સભ્યો બંને પ્રજાના કામો કયારે કરશે તેતો આગળનો સમય જ કહેશે..
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
જામનગર જિલ્લા પંચાયતની આજે સામાન્ય સભા યોજાઈ હતી જેમાં થોડા સમય પહેલા એક અધિકારી પર હુમલો કરાયો હતો તે પેઢીને બ્લેકલિસ્ટ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. જોકે આ કાર્યવાહીમાં શાસક પક્ષના સભ્યોએ કંપનીની તરફેણ કરી અને કોન્ટ્રાકટર દ્વાર જે કામો ચાલુ છે તે પુરા કરવા અને નવા કામો ન આપવા નિર્ણય કર્યો છે. ત્યારે વિપક્ષના સભ્યોએ વિરોધ દર્શાવ્યો હતો.
અધુરા કામો પુરા કરવા તાકીદ કરાઈ
જિલ્લા પંચાયતના સામાન્ય સભા ખંડમાં પ્રમુખ મયીબેન ગરચરના અઘ્યક્ષ સ્થાને એક મિટીંગ મળી હતી, જેમાં 2024-25ના વર્ષમાં મળેલી સામાન્ય સભામાં કેટલાક એજન્ડાને મંજૂરી આપવામાં આવી હતી. થોડા સમય પહેલા જિલ્લા પંચાયતના એક અધિકારી પર હુમલો કરાયા બાદ તેની સામે કાર્યવાહી કરવામાં આવી હતી, ત્યારે આજે આ સભામાં સ્વસ્તીક કન્ટ્રકસન નામની પેઢીને બ્લેક લિસ્ટ કરવામાં આવી છે. ત્યારે તેના અધુરા રહેલા કામો પુરા કરવા તેને તાકીદ કરવા સભ્યોએ સુર પુરાવ્યો હતો.
કંપનીને કરો બ્લેક લિસ્ટ
જેના વર્ક ઓર્ડર અપાયા નથી તેવા કામો ન કરાવવા અને ત્રણ વર્ષ માટે તેને બ્લેક લીસ્ટ કરવી. જોકે સામાન્ય સભામાં પણ કેટલાક સભ્યોએ કહ્યું હતું કે, આ કંપની દ્વારા જે કામ ચાલું કરાયા છે તે પુરા કરવા દો અને ત્યારબાદ નવા કામો ન આપતા, આમ કર્મચારી પર હુમલો કરનાર કંપનીના માલીક સામે વધુ તરફદારી કરી હતી.બીજી તરફ આ સામાન્ય સભામાં સતાધારી પક્ષ કાલાવડના ધારાસભ્ય મેઘજી ચાવડા ઉપસ્થતિ રહ્યાં હતા અને તેઓએ જણાવ્યું હતું કે ઘણા સમયથી મારી ગ્રાન્ટમાંથી 5.5 કરોડના કામો મે સુચવ્યા છે તે હજુ સુધી શા માટે કરવામાં આવ્યા નથી ?
વર્ક ઓર્ડર આપી દીધા છે તે કામો તો પુરા કરાવો
કામ કરનારાઓ સામે પગલા લેવા જોઇએ.આ ઉપરાંત સભ્યોએ કહ્યું કે, ખીમરાણા-શેખપાટ, ઇટાળા-સુમરા, મકાજી મેઘપર-વિભાણીયા, લલોઇ-ભગેણી જેવા કામો વર્ષોથી ચાલું છે, પરંતુ હજુ સુધી પુરા થયા નથી.જિલ્લા પંચાયતમાં ઓકટો-23 થી માર્ચ-24 સુધીના હીસાબોને બહાલી અપાઇ હતી, 15માં નાણાપંચના જિલ્લાકક્ષાના કામો અન્વયે સુધારા મંજુર કરાયા હતાં, સ્ટેમ્પ ડયુટીની વર્ષ 2022-23 અને 23-24ના વર્ષના કામો મંજુર કરાયા હતાં તેમજ રેતી રોયલ્ટીના કામોને વિવિધ સમીતીની બેઠકની કાર્યવાહીની નોંધ કરવામાં આવી હતી. ત્યારે સવાલ એ થાય છે કે વિકાસના કામોમાં ધીમીગતિ અને લાલીયાવાડી કેટલો સમય ચાલશે. હાલ તો આ બધા વચ્ચે જિલ્લા પંચાયતના સતાધારી પક્ષના સભ્યો અને વિપક્ષ સભ્યો બંને પ્રજાના કામો કયારે કરશે તેતો આગળનો સમય જ કહેશે..