Junagadh જેલમાં બંદીવાન ભાઈઓને તેમની બહેનો દ્વારા રાખડી બાંધવામાં આવી
જુનાગઢ જિલ્લા જેલમાં પીઆઈ તરલ ભટ્ટ, પીએસઆઈ મુકેશ મકવાણા સહિતના ઘણા ગુનેગારો સજા ભોગવી રહ્યા છેરક્ષાબંધનના તહેવારને લઈ જેલ વિભાગ તરફથી તમામ વ્યવસ્થા કરવામાં આવી બહેનોએ ભાઈ તમામ મુશ્કેલીઓમાંથી મુક્ત થાય તેવી પ્રાર્થના કરી ભાઈ બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધન નિમિત્તે જૂનાગઢ જિલ્લા જેલમાં બંદીવાન કેદીઓને પોતાની બહેનો દ્વારા રક્ષા કવચ બાંધી રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી, સાથે બહેનોએ ભાઈ માટે તમામ મુશ્કેલીઓમાંથી અને જેલમાંથી જલ્દી મુક્ત થાય તેવી પ્રાર્થના કરી હતી. 500થી વધુ કાચા કામના અને પાકા કામના કેદીઓને પોતાની બહેનો દ્વારા રક્ષા કવચ બાંધવામાં આવ્યું રક્ષાબંધન નિમિત્તે બહેન ભાઈના ઘરે જઈ અને રક્ષા કવચ બાંધી રક્ષા માટેની પ્રાર્થના કરતા હોય છે, પરંતુ જુદા જુદા ગુનામાં જેલમાં કેદ બંદીવાન કેદીઓને પોતાની બહેન રક્ષા કવચ બાંધે તે માટે જેલ તંત્ર દ્વારા દર વર્ષે આયોજન કરવામાં આવતુ હોય છે, ત્યારે આ વર્ષે પણ જેલમાં સજા ભોગવી રહેલા 500થી વધુ કાચા કામના અને પાકા કામના કેદીઓને પોતાની બહેનો દ્વારા રક્ષા કવચ બાંધવામાં આવ્યું હતું અને રક્ષાબંધનની ઉજવણી કરી હતી. બહેનોએ ભાઈ તમામ મુશ્કેલીઓમાંથી મુક્ત થાય તેવી પ્રાર્થના કરી ઉલ્લેખનીય છે કે જુનાગઢ જિલ્લા જેલમાં પીઆઈ તરલ ભટ્ટ, પીએસઆઈ મુકેશ મકવાણા સહિતના ઘણા ગુનેગારો સજા ભોગવી રહ્યા છે, ત્યારે અધિકારીઓને પણ પોતાની બહેનો દ્વારા જેલની અંદર જઈ રક્ષા કવચ બાંધી રક્ષાબંધન નિમિત્તે ભાઈ તમામ મુશ્કેલીઓમાંથી મુક્ત થાય તેવી પ્રાર્થના કરી હતી.જેલ વિભાગ દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી રક્ષાબંધનના તહેવાર હોવાના કારણે જેલમાં રાખડી બાંધતા સમયે બહેનો ભાવવિભોર બની હતી અને ભાઈની રક્ષા માટે પ્રાર્થના કરી હતી. જેલ વિભાગ દ્વારા રક્ષાબંધનના પવિત્ર દિવસે વિધિવત રીતે બહેન પોતાના ભાઈને રાખડી બાંધી શકે તેવી તમામ વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી, જેમાં હિન્દુ મુસ્લિમ સહિત તમામ ધર્મના ભાઈઓ બહેનો આ તહેવારની ઉજવણી ઉત્સાહભેર કરી શકે તેવા હેતુથી જેલ વિભાગ દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- જુનાગઢ જિલ્લા જેલમાં પીઆઈ તરલ ભટ્ટ, પીએસઆઈ મુકેશ મકવાણા સહિતના ઘણા ગુનેગારો સજા ભોગવી રહ્યા છે
- રક્ષાબંધનના તહેવારને લઈ જેલ વિભાગ તરફથી તમામ વ્યવસ્થા કરવામાં આવી
- બહેનોએ ભાઈ તમામ મુશ્કેલીઓમાંથી મુક્ત થાય તેવી પ્રાર્થના કરી
ભાઈ બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધન નિમિત્તે જૂનાગઢ જિલ્લા જેલમાં બંદીવાન કેદીઓને પોતાની બહેનો દ્વારા રક્ષા કવચ બાંધી રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી, સાથે બહેનોએ ભાઈ માટે તમામ મુશ્કેલીઓમાંથી અને જેલમાંથી જલ્દી મુક્ત થાય તેવી પ્રાર્થના કરી હતી.
500થી વધુ કાચા કામના અને પાકા કામના કેદીઓને પોતાની બહેનો દ્વારા રક્ષા કવચ બાંધવામાં આવ્યું
રક્ષાબંધન નિમિત્તે બહેન ભાઈના ઘરે જઈ અને રક્ષા કવચ બાંધી રક્ષા માટેની પ્રાર્થના કરતા હોય છે, પરંતુ જુદા જુદા ગુનામાં જેલમાં કેદ બંદીવાન કેદીઓને પોતાની બહેન રક્ષા કવચ બાંધે તે માટે જેલ તંત્ર દ્વારા દર વર્ષે આયોજન કરવામાં આવતુ હોય છે, ત્યારે આ વર્ષે પણ જેલમાં સજા ભોગવી રહેલા 500થી વધુ કાચા કામના અને પાકા કામના કેદીઓને પોતાની બહેનો દ્વારા રક્ષા કવચ બાંધવામાં આવ્યું હતું અને રક્ષાબંધનની ઉજવણી કરી હતી.
બહેનોએ ભાઈ તમામ મુશ્કેલીઓમાંથી મુક્ત થાય તેવી પ્રાર્થના કરી
ઉલ્લેખનીય છે કે જુનાગઢ જિલ્લા જેલમાં પીઆઈ તરલ ભટ્ટ, પીએસઆઈ મુકેશ મકવાણા સહિતના ઘણા ગુનેગારો સજા ભોગવી રહ્યા છે, ત્યારે અધિકારીઓને પણ પોતાની બહેનો દ્વારા જેલની અંદર જઈ રક્ષા કવચ બાંધી રક્ષાબંધન નિમિત્તે ભાઈ તમામ મુશ્કેલીઓમાંથી મુક્ત થાય તેવી પ્રાર્થના કરી હતી.
જેલ વિભાગ દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી
રક્ષાબંધનના તહેવાર હોવાના કારણે જેલમાં રાખડી બાંધતા સમયે બહેનો ભાવવિભોર બની હતી અને ભાઈની રક્ષા માટે પ્રાર્થના કરી હતી. જેલ વિભાગ દ્વારા રક્ષાબંધનના પવિત્ર દિવસે વિધિવત રીતે બહેન પોતાના ભાઈને રાખડી બાંધી શકે તેવી તમામ વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી, જેમાં હિન્દુ મુસ્લિમ સહિત તમામ ધર્મના ભાઈઓ બહેનો આ તહેવારની ઉજવણી ઉત્સાહભેર કરી શકે તેવા હેતુથી જેલ વિભાગ દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હતી.