Junagadhમા ખેડૂતોએ શિયાળુ પાકની કરી તૈયારી, ખાતરની અછત સર્જાતા મૂકાયા મુશ્કેલીમાં
આ વર્ષે જૂનાગઢ જિલ્લામાં ધોધમાર વરસાદ પડવાને લઈને મગફળીના ખૂબ જ સારો પાકનું ઉત્પાદન થશે તેવી ખેડૂતો આશા રાખી રહ્યા છે સાથે સાથે શિયાળુ પાક માટે હવે ખેડૂતો તૈયારી કરી રહ્યા છે ત્યારે ખાતરની અછત ઊભી થઈ છે.ખેડૂતોનો આક્ષેપ છે કે પાક માટે જે ખાતરની માગ છે તે ખાતર બજારમાં મળી રહ્યું નથી જેને લઈ પાકનું વાવેતર કરવું અઘરૂ છે. મંડળી પાસે ખાતરની અછત જૂનાગઢ જિલ્લામાં ખૂબ જ મોટા પ્રમાણમાં મગફળીનું વાવેતર કરવામાં આવ્યું હતું અને આ વર્ષે વરસાદ સારો પડવાને કારણે હવે મગફળી પણ ઉતારા ઉપર આવી ગઈ છે ખેતરોમાંથી મગફળી ખેડૂતો હવે ઉપાડી રહ્યા છે ત્યારે શિયાળુ પાકનું વાવેતર માટે ખેડૂતોને ખાતરની જરૂરિયાત ઊભી થઈ છે પરંતુ જૂનાગઢ જિલ્લામાં ખાતરની મોટા પ્રમાણમાં અછત ઊભી થઈ છે અને જેને લઈને ખેડૂતોને શહેર સુધી ધક્કા ખાવા પડે છે.મંડળીઓ દ્વારા આપવામાં આવતા ખાતરનો જથ્થો પણ હવે પૂરો થઈ ગયો છે જેથી મંડળીઓ પાસે પણ ખાતરની અછત છે. કૃષિ મંત્રીનું ધ્યાન દોરાયું બીજી તરફની અસર અછત ઉભી થતા મંડળીઓ દ્વારા પણ કંપનીઓમાં ફરિયાદ કરવામાં આવી છે અને ખેડૂતોને જરૂર હવે ખાતરની પડવાની છે અને તે માટે પૂરતો જથ્થો ન હોવાને લીધે ખેડૂતોનું શિયાળુ પાકના વાવેતરમાં વિલંબ ન પડે તે માટે કૃષિ મંત્રીને પણ રજૂઆત કરવામાં આવી છે.સાથે સાથે ખાતરનો જથ્થો પૂરતો ન હોવાને લઈને કેટલાક ભાગો તત્વ દ્વારા પણ નકલી ખાતર ખેડૂતોને આપી દેવાના કિસ્સાઓને લઈને કૃષિ મંત્રીનું ધ્યાન દોરાયું છે. ખેડૂતોએ આંદોલનની ઉચ્ચારી ચિમકી આમ ખેડૂતોને જરૂરિયાત એવી ખાતરની અછત દૂર કરીને તાત્કાલિક ખેડૂતોને ખાતર પૂરું પાડવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.સાથે સાથે ખેડૂતોએ એ પણ ચિમકી ઉચ્ચારી છે કે આગામી સમયમાં જો ખાતરની માગ સંતોષાશે નહી તો આંદોલન પણ કરવામાં આવશે તેવી ચિમકી ઉચ્ચારવામાં આવી છે,ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આ ખાતરની માગ કયારે પૂરી થાય છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
આ વર્ષે જૂનાગઢ જિલ્લામાં ધોધમાર વરસાદ પડવાને લઈને મગફળીના ખૂબ જ સારો પાકનું ઉત્પાદન થશે તેવી ખેડૂતો આશા રાખી રહ્યા છે સાથે સાથે શિયાળુ પાક માટે હવે ખેડૂતો તૈયારી કરી રહ્યા છે ત્યારે ખાતરની અછત ઊભી થઈ છે.ખેડૂતોનો આક્ષેપ છે કે પાક માટે જે ખાતરની માગ છે તે ખાતર બજારમાં મળી રહ્યું નથી જેને લઈ પાકનું વાવેતર કરવું અઘરૂ છે.
મંડળી પાસે ખાતરની અછત
જૂનાગઢ જિલ્લામાં ખૂબ જ મોટા પ્રમાણમાં મગફળીનું વાવેતર કરવામાં આવ્યું હતું અને આ વર્ષે વરસાદ સારો પડવાને કારણે હવે મગફળી પણ ઉતારા ઉપર આવી ગઈ છે ખેતરોમાંથી મગફળી ખેડૂતો હવે ઉપાડી રહ્યા છે ત્યારે શિયાળુ પાકનું વાવેતર માટે ખેડૂતોને ખાતરની જરૂરિયાત ઊભી થઈ છે પરંતુ જૂનાગઢ જિલ્લામાં ખાતરની મોટા પ્રમાણમાં અછત ઊભી થઈ છે અને જેને લઈને ખેડૂતોને શહેર સુધી ધક્કા ખાવા પડે છે.મંડળીઓ દ્વારા આપવામાં આવતા ખાતરનો જથ્થો પણ હવે પૂરો થઈ ગયો છે જેથી મંડળીઓ પાસે પણ ખાતરની અછત છે.
કૃષિ મંત્રીનું ધ્યાન દોરાયું
બીજી તરફની અસર અછત ઉભી થતા મંડળીઓ દ્વારા પણ કંપનીઓમાં ફરિયાદ કરવામાં આવી છે અને ખેડૂતોને જરૂર હવે ખાતરની પડવાની છે અને તે માટે પૂરતો જથ્થો ન હોવાને લીધે ખેડૂતોનું શિયાળુ પાકના વાવેતરમાં વિલંબ ન પડે તે માટે કૃષિ મંત્રીને પણ રજૂઆત કરવામાં આવી છે.સાથે સાથે ખાતરનો જથ્થો પૂરતો ન હોવાને લઈને કેટલાક ભાગો તત્વ દ્વારા પણ નકલી ખાતર ખેડૂતોને આપી દેવાના કિસ્સાઓને લઈને કૃષિ મંત્રીનું ધ્યાન દોરાયું છે.
ખેડૂતોએ આંદોલનની ઉચ્ચારી ચિમકી
આમ ખેડૂતોને જરૂરિયાત એવી ખાતરની અછત દૂર કરીને તાત્કાલિક ખેડૂતોને ખાતર પૂરું પાડવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.સાથે સાથે ખેડૂતોએ એ પણ ચિમકી ઉચ્ચારી છે કે આગામી સમયમાં જો ખાતરની માગ સંતોષાશે નહી તો આંદોલન પણ કરવામાં આવશે તેવી ચિમકી ઉચ્ચારવામાં આવી છે,ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આ ખાતરની માગ કયારે પૂરી થાય છે.