Fruit Price Hike: તહેવારોમાં ફળોના ભાવ આસમાને પહોંચતા ગૃહિણીઓની ચિંતામાં થયો વધારો

ભાદરવા મહિનાની શરૂઆતની સાથે જ હવે તહેવારોની પણ શરૂઆત થઈ ગઈ છે. ત્યારે હાલ ગણેશ ઉત્સવનો પર્વ ચાલી રહ્યો છે. જેમાં ગણેશ ઉત્સવના પર્વમાં પ્રસાદી માટે લોકો ફળનો ઉપયોગ કરતાં હોય છે. જેને લઈને ફાળોની માંગમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે માંગ વધતા ફળના ભાવમાં એકા-એક વધારો સામે આવ્યો છે. વરસાદના કારણે ફળની આવકમાં ઘટાડો બીજી બાજુ ભારે વરસાદના કારણે ફળની આવકમાં ઘટાડો થયો છે. જેના કારણે ફળના ભાવ વધ્યા છે અને શહેરીજનોનું બજેટ ખોળવાઇ રહ્યું છે. સામાન્ય દિવસોમાં 100 રૂપિયે કિલો મતા ફળના ભાવ અત્યારે 300 રૂપિયે પોહચી ગયા છે.ફળ નવો ભાવ જૂનો ભાવસફરજન 200-250 રૂ કિલો150 રૂ કિલોકેળા 50 રૂ ડઝન30 રૂ ડઝનદાડમ 250 રૂ કિલો160 રૂ કિલોપપૈયું60 રૂ કિલો30 રૂ કિલોનારંગી250 રૂ કિલો150 રૂ કિલોમોસંબી30 રૂ કિલો20 રૂ કિલોતરબૂચ30 રૂ કિલો10 રૂ કિલોડ્રેગન ફ્રુટ300 રૂ કિલો  200 રૂ કિલોકિવિ150 રૂ 4 નંગ 80 રૂલીલોતરી શાકમાં વાતાવરણની અસરથી ભાવ વધારો થયો બીજી તરફ ચોમાસામાં લીંબુ સસ્તા મળતા હોય છે પણ આ વર્ષે ફાલ ખરી જવાથી લીંબુ પણ ખુબ મોંઘા વેચાઈ રહ્યા છે. આ સાથે જ ફ્લાવર, રીંગણ, ઘીલોડા સહિતના લીલોતરી શાકમાં વાતાવરણની અસરથી ભાવ વધારો થયો છે. ત્યારે લોકો લીલોતરી શાકના ભાવ વધતા હવે બટેટા અને અન્ય કઠોળ તરફ વળ્યા છે. ફૂલોના ભાવમાં પણ મોટો વધારો આ સાથે જ ફૂલ બજારમાં ફૂલોના ભાવમાં પણ મોટો વધારો થયો છે. જે ફૂલ સામાન્ય દિવસમાં સસ્તા ભાવે મળે છે, તે ફૂલના ભાવમાં હાલમાં બમણો વધારો થયો છે અને સામાન્ય લોકોને મોંઘવારી સહન કરવાનો વારો આવ્યો છે. હાલમાં ગુલાબનો ભાવ પ્રતિ કિલોએ 600 રૂપિયાએ પહોંચ્યો છે, ત્યારે ગલગોટા અને સેવંતીનો ભાવ પ્રતિ કિલોએ 200 રૂપિયા પર પહોંચ્યો છે.

Fruit Price Hike: તહેવારોમાં ફળોના ભાવ આસમાને પહોંચતા ગૃહિણીઓની ચિંતામાં થયો વધારો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ભાદરવા મહિનાની શરૂઆતની સાથે જ હવે તહેવારોની પણ શરૂઆત થઈ ગઈ છે. ત્યારે હાલ ગણેશ ઉત્સવનો પર્વ ચાલી રહ્યો છે. જેમાં ગણેશ ઉત્સવના પર્વમાં પ્રસાદી માટે લોકો ફળનો ઉપયોગ કરતાં હોય છે. જેને લઈને ફાળોની માંગમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે માંગ વધતા ફળના ભાવમાં એકા-એક વધારો સામે આવ્યો છે.

વરસાદના કારણે ફળની આવકમાં ઘટાડો

બીજી બાજુ ભારે વરસાદના કારણે ફળની આવકમાં ઘટાડો થયો છે. જેના કારણે ફળના ભાવ વધ્યા છે અને શહેરીજનોનું બજેટ ખોળવાઇ રહ્યું છે. સામાન્ય દિવસોમાં 100 રૂપિયે કિલો મતા ફળના ભાવ અત્યારે 300 રૂપિયે પોહચી ગયા છે.

ફળ નવો ભાવ જૂનો ભાવ
સફરજન 200-250 રૂ કિલો150 રૂ કિલો
કેળા 50 રૂ ડઝન30 રૂ ડઝન
દાડમ 250 રૂ કિલો160 રૂ કિલો
પપૈયું60 રૂ કિલો30 રૂ કિલો
નારંગી250 રૂ કિલો150 રૂ કિલો
મોસંબી30 રૂ કિલો20 રૂ કિલો
તરબૂચ30 રૂ કિલો10 રૂ કિલો
ડ્રેગન ફ્રુટ300 રૂ કિલો  200 રૂ કિલો
કિવિ150 રૂ 4 નંગ 80 રૂ

લીલોતરી શાકમાં વાતાવરણની અસરથી ભાવ વધારો થયો

બીજી તરફ ચોમાસામાં લીંબુ સસ્તા મળતા હોય છે પણ આ વર્ષે ફાલ ખરી જવાથી લીંબુ પણ ખુબ મોંઘા વેચાઈ રહ્યા છે. આ સાથે જ ફ્લાવર, રીંગણ, ઘીલોડા સહિતના લીલોતરી શાકમાં વાતાવરણની અસરથી ભાવ વધારો થયો છે. ત્યારે લોકો લીલોતરી શાકના ભાવ વધતા હવે બટેટા અને અન્ય કઠોળ તરફ વળ્યા છે.

ફૂલોના ભાવમાં પણ મોટો વધારો

આ સાથે જ ફૂલ બજારમાં ફૂલોના ભાવમાં પણ મોટો વધારો થયો છે. જે ફૂલ સામાન્ય દિવસમાં સસ્તા ભાવે મળે છે, તે ફૂલના ભાવમાં હાલમાં બમણો વધારો થયો છે અને સામાન્ય લોકોને મોંઘવારી સહન કરવાનો વારો આવ્યો છે. હાલમાં ગુલાબનો ભાવ પ્રતિ કિલોએ 600 રૂપિયાએ પહોંચ્યો છે, ત્યારે ગલગોટા અને સેવંતીનો ભાવ પ્રતિ કિલોએ 200 રૂપિયા પર પહોંચ્યો છે.