Radhanpurથી સામખીયાળી રોડ પર અસંખ્ય ખાડા, વાહનચાલકો કરી રહ્યાં છે ડાન્સિંગ !
રાધનપુરથી કચ્છ તરફ વાહન લઈને જતા હોય તો સાચવ જો કેમ કે રાધનપુરથી સામખીયાળી સુધી રોડ પર ખાડા કે રોડ ખાડામાં એ સમજવું જ મુશ્કેલ બની જવા પામ્યું છે, રાધનપુરથી સામખીયાળી સુધી રોડ એટલી હદે ખરાબ સ્થિતિમાં છે કે જો જીવ જોખમમાં મૂકવું હોય તો જ અહીંયા થી પસાર થવાય કારણે કે દર એક કિલોમીટરના અંતરે અસંખ્ય એવા ખાડાઓ પડ્યા છે કે જે અકસ્માતને આમંત્રણ આપી રહ્યા છે.પરંતુ તેમ છતાં નેશનલ હાઇવે ઓથોરિટીના પેટનું પાણી હલતું નથી. ખાડામાં વાહનો પછડાય છે ચોમાસાની શરૂઆત થાય અને વરસાદ પડતાની સાથે જ મગર મચ્છની પીઠ જેવા રસ્તાઓ ઉભરાઈને સામે આવે છે અને હાઇવે માર્ગ પર કોન્ટ્રાકટર દ્વારા હલકી કક્ષાની કામગીરી કરી હોય તેવા ભ્રષ્ટાચારના પુરાવા ઉડીને આંખે વળગતા હોય છે ત્યારે છ સાત મહિના પહેલા બનાવેલ નેશનલ હાઇવે પર ખાડાઓની ભરમાર જોવા મળી રહી છે,રાધનપુરથી સામખીયાળી સુધી નેશનલ હાઇવેની સ્થિતિ અતિ બિસ્માર બની જવા પામી છે અને 120 કિલોમીટરના અંતર વાળા રોડ પર દર એક કિલોમીટરે અસંખ્ય ખાડાઓ પડી જવા પામ્યા છે જેને લીધે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીઓ પડી રહી છે અને ક્યાંક જીવના જોખમે વાહન ચાલકો આ રોડ પરથી પસાર થવા મજબૂર બન્યા છે. રોડ પર ખાડા રાજ રાધનપુરથી સામખીયાળી સુધી નેશનલ હાઇવે પર ઠેર ઠેર ખાડાઓ જોવા મળી રહ્યા છે નજરે જોતા નેશનલ હાઇવેની સ્થિતિ ગ્રામ્ય માર્ગ કરતા પણ બતર હાલતમાં જોવા મળી રહી છે નેશનલ હાઇવે પર ઠેર ઠેર ખાડાઓ અને હાઇવે પર કપચીઓ બહાર આવવા ને કારણે વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે કચ્છને જોડતા નેશનલ હાઇવે નંબર 27 પર અસંખ્ય ખાડારાજ થી હાઇવે પરનો રોડ મગરની પીઠ સમાન જોવા મળી રહ્યો છે જેથી વાહન ચાલકોમાં પણ અકસ્માતનો ભય જોવા મળી રહ્યો છે.તેમજ આ નેશનલ હાઇવેની નવીની કરણની કામગીરીને આશરે 6 થી 7 મહિના થયા છે તેમ છતાં નવીન કામગીરી બાદ પાણ ઠેર ઠેર ખાડોઓ ક્યાંક કોન્ટ્રાકટર દ્વારા કરેલ ભ્રષ્ટાચારની ચાડી ખાઈ રહ્યા છે. વાહનચાલકોને અંતર કાપવામાં લાગે છે સમય નેશનલ હાઇવે ઓથોરિટી હાઇવે પર ટોલ બુથો લગાવી વાહન ચાલકો પાસેથી તગડા ટેક્ષની ઉઘરાણી તો કરી રહી છે પરંતુ તેની સામે વાહન ચાલકોને સારા હાઇવેની સુવિધાઓ આપવમાં ક્યાંક ઉણી ઉતરી છે,રાધનપુરથી સામખીયારી સુધી 3 જેટલાં ટોલ બુથો આવે છે તેમ છતાં હાઇવેની સ્થિતિ એટલી હદે ખરાબ છે કે હાઇવે પરથી પસાર થવું જાણે જીવ જોખમમાં મૂકીને ચાલવું સમાન છે,જેમાં પીપળી,માનપુરા બ્રિજ, સીધાડા,બાબરા, સાંતલપુર, પીપરાળા આ ગામો નજીક હાઇવે એટલી હદે ખરાબ છે કે જે હાઇવે પર પ્રતિ 80km સ્પીડની લિમિટની જગ્યા વાહન ચાલકોને માત્ર 30 થી 40km પ્રતિ સ્પીડથી ચાલી શકે છે જેના કારણે વાહન ચાલકોને અંતર કાપવા માં પણ 4 કલાક વધુ સમય લાગી રહ્યો છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાધનપુરથી કચ્છ તરફ વાહન લઈને જતા હોય તો સાચવ જો કેમ કે રાધનપુરથી સામખીયાળી સુધી રોડ પર ખાડા કે રોડ ખાડામાં એ સમજવું જ મુશ્કેલ બની જવા પામ્યું છે, રાધનપુરથી સામખીયાળી સુધી રોડ એટલી હદે ખરાબ સ્થિતિમાં છે કે જો જીવ જોખમમાં મૂકવું હોય તો જ અહીંયા થી પસાર થવાય કારણે કે દર એક કિલોમીટરના અંતરે અસંખ્ય એવા ખાડાઓ પડ્યા છે કે જે અકસ્માતને આમંત્રણ આપી રહ્યા છે.પરંતુ તેમ છતાં નેશનલ હાઇવે ઓથોરિટીના પેટનું પાણી હલતું નથી.
ખાડામાં વાહનો પછડાય છે
ચોમાસાની શરૂઆત થાય અને વરસાદ પડતાની સાથે જ મગર મચ્છની પીઠ જેવા રસ્તાઓ ઉભરાઈને સામે આવે છે અને હાઇવે માર્ગ પર કોન્ટ્રાકટર દ્વારા હલકી કક્ષાની કામગીરી કરી હોય તેવા ભ્રષ્ટાચારના પુરાવા ઉડીને આંખે વળગતા હોય છે ત્યારે છ સાત મહિના પહેલા બનાવેલ નેશનલ હાઇવે પર ખાડાઓની ભરમાર જોવા મળી રહી છે,રાધનપુરથી સામખીયાળી સુધી નેશનલ હાઇવેની સ્થિતિ અતિ બિસ્માર બની જવા પામી છે અને 120 કિલોમીટરના અંતર વાળા રોડ પર દર એક કિલોમીટરે અસંખ્ય ખાડાઓ પડી જવા પામ્યા છે જેને લીધે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીઓ પડી રહી છે અને ક્યાંક જીવના જોખમે વાહન ચાલકો આ રોડ પરથી પસાર થવા મજબૂર બન્યા છે.
રોડ પર ખાડા રાજ
રાધનપુરથી સામખીયાળી સુધી નેશનલ હાઇવે પર ઠેર ઠેર ખાડાઓ જોવા મળી રહ્યા છે નજરે જોતા નેશનલ હાઇવેની સ્થિતિ ગ્રામ્ય માર્ગ કરતા પણ બતર હાલતમાં જોવા મળી રહી છે નેશનલ હાઇવે પર ઠેર ઠેર ખાડાઓ અને હાઇવે પર કપચીઓ બહાર આવવા ને કારણે વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે કચ્છને જોડતા નેશનલ હાઇવે નંબર 27 પર અસંખ્ય ખાડારાજ થી હાઇવે પરનો રોડ મગરની પીઠ સમાન જોવા મળી રહ્યો છે જેથી વાહન ચાલકોમાં પણ અકસ્માતનો ભય જોવા મળી રહ્યો છે.તેમજ આ નેશનલ હાઇવેની નવીની કરણની કામગીરીને આશરે 6 થી 7 મહિના થયા છે તેમ છતાં નવીન કામગીરી બાદ પાણ ઠેર ઠેર ખાડોઓ ક્યાંક કોન્ટ્રાકટર દ્વારા કરેલ ભ્રષ્ટાચારની ચાડી ખાઈ રહ્યા છે.
વાહનચાલકોને અંતર કાપવામાં લાગે છે સમય
નેશનલ હાઇવે ઓથોરિટી હાઇવે પર ટોલ બુથો લગાવી વાહન ચાલકો પાસેથી તગડા ટેક્ષની ઉઘરાણી તો કરી રહી છે પરંતુ તેની સામે વાહન ચાલકોને સારા હાઇવેની સુવિધાઓ આપવમાં ક્યાંક ઉણી ઉતરી છે,રાધનપુરથી સામખીયારી સુધી 3 જેટલાં ટોલ બુથો આવે છે તેમ છતાં હાઇવેની સ્થિતિ એટલી હદે ખરાબ છે કે હાઇવે પરથી પસાર થવું જાણે જીવ જોખમમાં મૂકીને ચાલવું સમાન છે,જેમાં પીપળી,માનપુરા બ્રિજ, સીધાડા,બાબરા, સાંતલપુર, પીપરાળા આ ગામો નજીક હાઇવે એટલી હદે ખરાબ છે કે જે હાઇવે પર પ્રતિ 80km સ્પીડની લિમિટની જગ્યા વાહન ચાલકોને માત્ર 30 થી 40km પ્રતિ સ્પીડથી ચાલી શકે છે જેના કારણે વાહન ચાલકોને અંતર કાપવા માં પણ 4 કલાક વધુ સમય લાગી રહ્યો છે.