Ahmedabad એરપોર્ટથી વિયેતનામની સીધી ફલાઈટ થઈ શરૂ, મુસાફરોમાં આનંદો

અમદાવાદ એરપોર્ટ આમ પણ મુસાફરોથી ધમધમતું એરપોર્ટ છે આ એરપોર્ટ પર રોજની હજારો ફલાઈટો ઉડાન ભરે છે,ત્યારે હવે દિવાળી વેકશનના સમયમાં વિદેશ ફરવા જવાનો શોખ લોકોને વધ્યો છે,ત્યારે અમદાવાદથી વિયેતનામની સીધી ફલાઈટ શરૂ થઈ છે,આ ફલાઈટનું નામ વિયેત જેટ છે જે અઠવાડિયામાં બે દિવસ અમદાવાથી ઓપરેટ થશે. અમદાવાદથી વધુ એક વિદેશ ફલાઈટની શરૂઆત અમદાવાદથી વધુ એક વિદેશ ફલાઈટની શરૂઆત થઈ છે જેમાં તમે અમદાવાદ એરપોર્ટથી સીધા વિયેતનામ પહોંચી શકશો,વિયેતનામ એ ભારતની નજીક આવેલું છે અને હાલના સમયમાં તેનો ટ્રેન્ડ વધ્યો છે જેથી મુસાફરોને ફલાઈટ બદલવા માટે કોઈ અગવડતા ના પડે તેને લઈ સીધી ફલાઈટનું આયોજન કરવામાં આવ્યું છે,દર ગુરુવાર અને રવિવારના રોજ આ ફલાઈટને ઓપરેટ કરવામાં આવશે.અમદાવાદ એરપોર્ટને મળી વધુ એક ઇન્ટરનેશનલ કનેક્ટિવિટી. આ ફલાઈટ દા-નાંગ જશે અમદાવદથી આ ફલાઈટ સીધી દા-નાંગ જશે અને મુસાફરોને દા-નાંગ એરપોર્ટ પર ઉતારશે દા-નાંગ એરપોર્ટ એટલે વિયેતનામ એરપોર્ટ.બીજી તરફ અમદાવાદથી આ ફલાઈટની શરૂઆત થઈ ગઈ છે,જો તમારે પણ જઉં હોય તો સીધા વિયેતનામ પહોંચી શકશો,અમદાવાદથી કંપનીના કર્મચારીઓ દ્રારા કેક કાપીને ઉજવણી પણ કરવામાં આવી છે જેને લઈ મુસાફરોમાં પણ ખુશીનો માહોલ છે. અમદાવાદનું એરપોર્ટ વ્યસ્ત એરપોર્ટ બન્યું વર્ષ 2024માં એપ્રિલથી સપ્ટેમ્બર મહિના દરમિયાન અમદાવાદ એરપોર્ટ પરથી લગભગ 48,000 કરતાં વધુ ફ્લાઈટ ઓપરેટ થઈ છે. એટલે કે, ગત વર્ષની સરખામણીએ 8 ટકા ફ્લાઈટ મુવમેન્ટમાં વધારો થયો છે. ઉલ્લેખનીય છે કે, હાલમાં અમદાવાદના એરપોર્ટ પરથી લગભગ 270 ફ્લાઈટની અવરજવર દરરોજ થાય છે. જ્યારે ગત વર્ષે આ સમયગાળા દરમિયાન 220થી 230 ફ્લાઈટની અવરજવર રહેતી હતી.  

Ahmedabad એરપોર્ટથી વિયેતનામની સીધી ફલાઈટ થઈ શરૂ, મુસાફરોમાં આનંદો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ એરપોર્ટ આમ પણ મુસાફરોથી ધમધમતું એરપોર્ટ છે આ એરપોર્ટ પર રોજની હજારો ફલાઈટો ઉડાન ભરે છે,ત્યારે હવે દિવાળી વેકશનના સમયમાં વિદેશ ફરવા જવાનો શોખ લોકોને વધ્યો છે,ત્યારે અમદાવાદથી વિયેતનામની સીધી ફલાઈટ શરૂ થઈ છે,આ ફલાઈટનું નામ વિયેત જેટ છે જે અઠવાડિયામાં બે દિવસ અમદાવાથી ઓપરેટ થશે.

અમદાવાદથી વધુ એક વિદેશ ફલાઈટની શરૂઆત

અમદાવાદથી વધુ એક વિદેશ ફલાઈટની શરૂઆત થઈ છે જેમાં તમે અમદાવાદ એરપોર્ટથી સીધા વિયેતનામ પહોંચી શકશો,વિયેતનામ એ ભારતની નજીક આવેલું છે અને હાલના સમયમાં તેનો ટ્રેન્ડ વધ્યો છે જેથી મુસાફરોને ફલાઈટ બદલવા માટે કોઈ અગવડતા ના પડે તેને લઈ સીધી ફલાઈટનું આયોજન કરવામાં આવ્યું છે,દર ગુરુવાર અને રવિવારના રોજ આ ફલાઈટને ઓપરેટ કરવામાં આવશે.અમદાવાદ એરપોર્ટને મળી વધુ એક ઇન્ટરનેશનલ કનેક્ટિવિટી.


આ ફલાઈટ દા-નાંગ જશે

અમદાવદથી આ ફલાઈટ સીધી દા-નાંગ જશે અને મુસાફરોને દા-નાંગ એરપોર્ટ પર ઉતારશે દા-નાંગ એરપોર્ટ એટલે વિયેતનામ એરપોર્ટ.બીજી તરફ અમદાવાદથી આ ફલાઈટની શરૂઆત થઈ ગઈ છે,જો તમારે પણ જઉં હોય તો સીધા વિયેતનામ પહોંચી શકશો,અમદાવાદથી કંપનીના કર્મચારીઓ દ્રારા કેક કાપીને ઉજવણી પણ કરવામાં આવી છે જેને લઈ મુસાફરોમાં પણ ખુશીનો માહોલ છે.

અમદાવાદનું એરપોર્ટ વ્યસ્ત એરપોર્ટ બન્યું

વર્ષ 2024માં એપ્રિલથી સપ્ટેમ્બર મહિના દરમિયાન અમદાવાદ એરપોર્ટ પરથી લગભગ 48,000 કરતાં વધુ ફ્લાઈટ ઓપરેટ થઈ છે. એટલે કે, ગત વર્ષની સરખામણીએ 8 ટકા ફ્લાઈટ મુવમેન્ટમાં વધારો થયો છે. ઉલ્લેખનીય છે કે, હાલમાં અમદાવાદના એરપોર્ટ પરથી લગભગ 270 ફ્લાઈટની અવરજવર દરરોજ થાય છે. જ્યારે ગત વર્ષે આ સમયગાળા દરમિયાન 220થી 230 ફ્લાઈટની અવરજવર રહેતી હતી.