Deesaમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત, રસ્તો ધોવાતા 25 ગામના લોકોને મોટી અસર

આજે વહેલી સવારથી જ ઉત્તર ગુજરાતના તમામ વિસ્તારમાં મેઘરાજા મહેરબાન બન્યા છે અને સમગ્ર વિસ્તાર પાણી પાણી થઈ ગયો છે. ત્યારે ડીસા પંથકમાં ભારે વરસાદને પગલે હવે જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે અને ડીસાના કંસારીથી શેરપુરા ગામને જોડતા માર્ગ પર પાણી ફરી વળ્યા છે.વરસાદી પાણીના કારણે શેરપુરા ગામને જોડતો માર્ગ ધોવાયો કંસારીથી શેરપુરા ગામને જોડતો માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને વરસાદી પાણીના કારણે શેરપુરા ગામને જોડતો માર્ગ ધોવાયો છે. ભારે વરસાદના કારણે પાણી રસ્તા ઉપર ભરાતા વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે. કંસારીથી શેરપુરા ગામને જોડતા 25થી વધુ ગામના લોકોની અવરજવર પર મોટી અસર પડી છે અને 4 કિલોમીટર સુધી વરસાદી પાણી ભરાતા વિદ્યાર્થીઓ પાણીમાંથી ચાલીને ઘરે જવા માટે મજબૂર બન્યા છે. ખેડૂતોના પાકને પણ મોટું નુકસાન બીજી તરફ રસ્તાઓ પરનું પાણી ખેડૂતોના ખેતરોમાં જતા ખેડૂતોના પાકને પણ મોટું નુકસાન થઈ રહ્યું છે. ખેડૂતોના ઉભા પાક વરસાદી પાણીમાં ધોવાઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે વરસાદના ચોથા રાઉન્ડમાં ડીસા પંથકમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. થરાદ-સાંચોર હાઈવે પર ભરાયા વરસાદી પાણી બીજી તરફ થરાદ-સાંચોર હાઈવે પર પણ વરસાદી પાણી ભરાયા છે. દૂધવા પાટિયા નજીક પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે. સિક્સલેનની બાજુના માર્ગ પર પણ પાણી ભરાઈ ગયા છે અને માર્ગ પર પાણી ભરાતા વાહનચાલકોને ભારે હાલાકી પડી રહી છે. જાહેર માર્ગ પરથી પાણીનો નિકાલ ન થતાં હાલાકી પડી રહી છે. સવારથી અત્યાર સુધી 83 તાલુકામાં વરસાદ વરસ્યો રાજ્યમાં સવારે 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી 83 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ વિજાપુરમાં સાડા 3 ઈંચ વરસાદ, માણસામાં 3 ઈંચ, ડીસામાં અઢી ઈંચ વરસાદ ખાબક્યો છે તો દાંતીવાડામાં અઢી ઈંચ વરસાદ, પ્રાંતિજમાં અઢી ઈંચ વરસાદ અને મહેસાણામાં પણ અઢી ઈંચ વરસાદ વરસ્યો છે. ત્યારે પાલનપુરમાં 2 ઈંચ, થરાદ અને મેઘરજમાં 2-2 ઈંચ વરસાદ નોંધાયો છે. મહેસાણા જિલ્લાના વિજાપુરમાં 3.5 ઈંચ વરસાદ વરસ્યો છે. ભારે વરસાદથી વિજાપુરના રહેણાંક વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. શહેરની સહદેવ, ગંગોત્રી બંગ્લોઝ સોસાયટીની બહાર વરસાદી પાણી ભરાઈ ગયા છે. ત્યારે ગોપીનાળામાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે તો મામલતદાર કચેરી તરફ જવાનો રસ્તો પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. 

Deesaમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત, રસ્તો ધોવાતા 25 ગામના લોકોને મોટી અસર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

આજે વહેલી સવારથી જ ઉત્તર ગુજરાતના તમામ વિસ્તારમાં મેઘરાજા મહેરબાન બન્યા છે અને સમગ્ર વિસ્તાર પાણી પાણી થઈ ગયો છે. ત્યારે ડીસા પંથકમાં ભારે વરસાદને પગલે હવે જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે અને ડીસાના કંસારીથી શેરપુરા ગામને જોડતા માર્ગ પર પાણી ફરી વળ્યા છે.

વરસાદી પાણીના કારણે શેરપુરા ગામને જોડતો માર્ગ ધોવાયો

કંસારીથી શેરપુરા ગામને જોડતો માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને વરસાદી પાણીના કારણે શેરપુરા ગામને જોડતો માર્ગ ધોવાયો છે. ભારે વરસાદના કારણે પાણી રસ્તા ઉપર ભરાતા વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે. કંસારીથી શેરપુરા ગામને જોડતા 25થી વધુ ગામના લોકોની અવરજવર પર મોટી અસર પડી છે અને 4 કિલોમીટર સુધી વરસાદી પાણી ભરાતા વિદ્યાર્થીઓ પાણીમાંથી ચાલીને ઘરે જવા માટે મજબૂર બન્યા છે.

ખેડૂતોના પાકને પણ મોટું નુકસાન

બીજી તરફ રસ્તાઓ પરનું પાણી ખેડૂતોના ખેતરોમાં જતા ખેડૂતોના પાકને પણ મોટું નુકસાન થઈ રહ્યું છે. ખેડૂતોના ઉભા પાક વરસાદી પાણીમાં ધોવાઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે વરસાદના ચોથા રાઉન્ડમાં ડીસા પંથકમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.

થરાદ-સાંચોર હાઈવે પર ભરાયા વરસાદી પાણી

બીજી તરફ થરાદ-સાંચોર હાઈવે પર પણ વરસાદી પાણી ભરાયા છે. દૂધવા પાટિયા નજીક પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે. સિક્સલેનની બાજુના માર્ગ પર પણ પાણી ભરાઈ ગયા છે અને માર્ગ પર પાણી ભરાતા વાહનચાલકોને ભારે હાલાકી પડી રહી છે. જાહેર માર્ગ પરથી પાણીનો નિકાલ ન થતાં હાલાકી પડી રહી છે.

સવારથી અત્યાર સુધી 83 તાલુકામાં વરસાદ વરસ્યો

રાજ્યમાં સવારે 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી 83 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ વિજાપુરમાં સાડા 3 ઈંચ વરસાદ, માણસામાં 3 ઈંચ, ડીસામાં અઢી ઈંચ વરસાદ ખાબક્યો છે તો દાંતીવાડામાં અઢી ઈંચ વરસાદ, પ્રાંતિજમાં અઢી ઈંચ વરસાદ અને મહેસાણામાં પણ અઢી ઈંચ વરસાદ વરસ્યો છે. ત્યારે પાલનપુરમાં 2 ઈંચ, થરાદ અને મેઘરજમાં 2-2 ઈંચ વરસાદ નોંધાયો છે. મહેસાણા જિલ્લાના વિજાપુરમાં 3.5 ઈંચ વરસાદ વરસ્યો છે. ભારે વરસાદથી વિજાપુરના રહેણાંક વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. શહેરની સહદેવ, ગંગોત્રી બંગ્લોઝ સોસાયટીની બહાર વરસાદી પાણી ભરાઈ ગયા છે. ત્યારે ગોપીનાળામાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે તો મામલતદાર કચેરી તરફ જવાનો રસ્તો પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે.