Morbi ઝૂલતા પુલ દુર્ઘટનામાં 21 અનાથ બાળકો મામલે હાઇકોર્ટે લીધો મોટો નિર્ણય
મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાને લઈ હાઇકોર્ટે આદેશ આપ્યો છે. જેમાં ઘટનામાં કુલ 21 બાળકો અનાથ થયા છે. દુર્ઘટનાના અનાથ થયેલા બાળકોના હિતમાં આદેશ આપવામાં આવ્યો છે. તેમાં ઓરેવાના માલિક સામે હાઈકોર્ટે આદેશ કર્યો છે કે તમામ છોકરીઓના લગ્ન વિષયક બાબતોની ચિંતા કરો. બાળકોના પ્રાથમિક શિક્ષણ બાદ પણ ખર્ચ ભોગવો. પ્રોફેશનલ કોર્સ માટે તમામ ખર્ચ ભોગવવા આદેશ કરાયો છે. બાળકોને મજબૂત શિક્ષણ મળે તે તમારી જવાબદારી બાળકોને મજબૂત શિક્ષણ મળે તે તમારી જવાબદારી છે. તમામ છોકરીઓના લગ્ન વિષયક બાબતોની ચિંતા કરવા કોર્ટે મૌખિક આદેશ આપ્યો છે. તેમાં બાળકોને પ્રાથમિક શિક્ષણ પછી પણ તમામ ખર્ચ ભોગવવા ઓરેવાને આદેશ છે. પ્રોફેશનલ કોર્સ માટે પણ તમામ ખર્ચ ભોગવવા ઓરેવાને આદેશ છે. જેમાં બાળકો તમારા બોસના પણ બોસ થઈ શકે તે મુજબનું શિક્ષણ આપવું પડે તો એ પણ તમારી જવાબદારી છે તેમ હાઇકોર્ટે જણાવ્યું છે. કોર્ટ અધિકારી ઐશ્વર્યા ગુપ્તાએ 2 ભાગમાં અહેવાલ કોર્ટમાં રજૂ કર્યો છે. મોરબી દુર્ઘટનામાં પીડિત બાળકોના ભવિષ્યને લઈને કોર્ટે ચિંતા વ્યક્ત કરી છે.અનાથ બાળકીના ભવિષ્યમાં લગ્ન વિશે કોર્ટે ચિંતા વ્યક્ત કરી અનાથ થયેલ અથવા માતા કે પિતા ગુમયેલા બાળકના ભવિષ્યને લઈને સવાલ કર્યા હતા. તેમાં અનાથ બાળકીના ભવિષ્યમાં લગ્ન વિશે કોર્ટે ચિંતા વ્યક્ત કરી છે. માનવીય અભિગમ રાખતા કોર્ટનું અવલોકન છે કે જો તેના પિતા જીવતા હોય તો લગ્નનો તમામ ખર્ચ પિતા ઉઠાવે છે. કોઈ પણ માતા પિતા માટે તેમના બાળકના લગ્નની જવાબદારી મહત્વની હોય છે. અનાથ બાળકો અને છત્રછાયા ગુમાવનાર બાળકોના લગ્નખર્ચ અંગે પણ વિચાર કરવો પડશે. ઘટનામાં કુલ 21 બાળકો છે અનાથ થયા છે. 14 બાળકો એવા છે જેમણે માતા અથવા પિતા ગુમાવ્યા છે. તેમજ 7-8 છોકરીઓ છે જેમાં કેટલીક છોકરીઓની ઉંમર ખૂબ નાની છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાને લઈ હાઇકોર્ટે આદેશ આપ્યો છે. જેમાં ઘટનામાં કુલ 21 બાળકો અનાથ થયા છે. દુર્ઘટનાના અનાથ થયેલા બાળકોના હિતમાં આદેશ આપવામાં આવ્યો છે. તેમાં ઓરેવાના માલિક સામે હાઈકોર્ટે આદેશ કર્યો છે કે તમામ છોકરીઓના લગ્ન વિષયક બાબતોની ચિંતા કરો. બાળકોના પ્રાથમિક શિક્ષણ બાદ પણ ખર્ચ ભોગવો. પ્રોફેશનલ કોર્સ માટે તમામ ખર્ચ ભોગવવા આદેશ કરાયો છે.
બાળકોને મજબૂત શિક્ષણ મળે તે તમારી જવાબદારી
બાળકોને મજબૂત શિક્ષણ મળે તે તમારી જવાબદારી છે. તમામ છોકરીઓના લગ્ન વિષયક બાબતોની ચિંતા કરવા કોર્ટે મૌખિક આદેશ આપ્યો છે. તેમાં બાળકોને પ્રાથમિક શિક્ષણ પછી પણ તમામ ખર્ચ ભોગવવા ઓરેવાને આદેશ છે. પ્રોફેશનલ કોર્સ માટે પણ તમામ ખર્ચ ભોગવવા ઓરેવાને આદેશ છે. જેમાં બાળકો તમારા બોસના પણ બોસ થઈ શકે તે મુજબનું શિક્ષણ આપવું પડે તો એ પણ તમારી જવાબદારી છે તેમ હાઇકોર્ટે જણાવ્યું છે. કોર્ટ અધિકારી ઐશ્વર્યા ગુપ્તાએ 2 ભાગમાં અહેવાલ કોર્ટમાં રજૂ કર્યો છે. મોરબી દુર્ઘટનામાં પીડિત બાળકોના ભવિષ્યને લઈને કોર્ટે ચિંતા વ્યક્ત કરી છે.
અનાથ બાળકીના ભવિષ્યમાં લગ્ન વિશે કોર્ટે ચિંતા વ્યક્ત કરી
અનાથ થયેલ અથવા માતા કે પિતા ગુમયેલા બાળકના ભવિષ્યને લઈને સવાલ કર્યા હતા. તેમાં અનાથ બાળકીના ભવિષ્યમાં લગ્ન વિશે કોર્ટે ચિંતા વ્યક્ત કરી છે. માનવીય અભિગમ રાખતા કોર્ટનું અવલોકન છે કે જો તેના પિતા જીવતા હોય તો લગ્નનો તમામ ખર્ચ પિતા ઉઠાવે છે. કોઈ પણ માતા પિતા માટે તેમના બાળકના લગ્નની જવાબદારી મહત્વની હોય છે. અનાથ બાળકો અને છત્રછાયા ગુમાવનાર બાળકોના લગ્નખર્ચ અંગે પણ વિચાર કરવો પડશે. ઘટનામાં કુલ 21 બાળકો છે અનાથ થયા છે. 14 બાળકો એવા છે જેમણે માતા અથવા પિતા ગુમાવ્યા છે. તેમજ 7-8 છોકરીઓ છે જેમાં કેટલીક છોકરીઓની ઉંમર ખૂબ નાની છે.