Ahmedabadના એસજી હાઈવે પર કારની અડફેટે રાહદારીનું મોત,પોલીસે આરોપીની કરી ધરપકડ
YMCA કલબ પાસે કારચાલકે સર્જ્યો અકસ્માત રાજકોટના પાર્થ તન્નાએ સર્જ્યો અકસ્માત રોડ ક્રોસ કરતા વ્યક્તિને અડફેટે લેતા મોત અમદાવાદના એસજી હાઈવે પર અકસ્માતની ઘટના સામન્ય બનતી જાય છે,આવી જ એક ઘટના વાયએમસીએ કલબ પાસે બની છે,જેમાં કાર ચાલકે રોડ ક્રોસ કરતા વ્યકિતને અડફેટે લેતા તેનું ઘટના સ્થળે મોત થયુ છે,સમગ્ર ઘટનામાં પોલીસે ગુનો નોંધી કાર ચાલકની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથધરી છે. ટ્રાફિક પોલીસે કારચાલકની કરી ધરપકડ એસજી હાઈવે નજીક YMCA કલબ પાસે કાર ચાલકે સર્જેલ અકસ્માતમાં રાહદારી નું મોત થયું છે.અંબાજી દર્શન કરીને પરત જઈ રહેલા રાજકોટના વતનીને કાર ચાલકે રોડ ક્રોસ કરતી વખતે અકસ્માત સર્જયો હતો અને ગંભીર ઈજાના કારણે તેમનું મોત થયું છે,ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથધરી હતી સાથે સાથે ટ્રાફિક પોલીસે કાર ચાલક પાર્થ બિપિન ભાઈ તન્ના વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર ચાલકની કરી છે ધરપકડ. એસજી હાઈવે પર અકસ્માતની ઘટના વધી એસજી હાઈવે એ ગાંધીનગર અને રાજકોટને જોડતો મોટો હાઈવે છે,આ હાઈવે પર રોજના હજારો વાહનો પસાર થતા હોય છે,વાહન વધુ ગતિએ ચલાવવા એ સામન્ય થઈ ગયું છે,ત્યારે વધુ ગતિને કારણે અકસ્માતોની સંખ્યામાં પણ વધારો થયો છે,રોડ ક્રોસ કરતી વખતે એક કાર ચાલકે એક વ્યકિતને અડફેટે લીધો અને તેનું મોત થયું.આવી ઘટનાઓ એસજી હાઈવે પર બનતી રહે છે,ત્યારે પોલીસ પણ આ મામલે વધુ સતર્ક બને તે જરૂરી બન્યું છે. આવા અકસ્માત સર્જનાર સામે કડક કાર્યવાહી થાય પોતાની મસ્તીમાં મસ્ત થઈને વાહનચાલકો કોઈને પણ નુકસાન પહોંચાડતા હોય છે,કયારેક સ્ટંટ કરવો તો કયારે વધુ ગતિએ વાહન ચલાવવુ તે સામન્ય બની ગયુ છે,ત્યારે પોલીસ આવા વાહનચાલકો સામે કડક કાર્યવાહી કરે તે જરૂરી બન્યું છે,પોલીસે આવા વાહનચાલકોને કાયદાનો પાઠ ભણાવવો જોઈએ જેથી અગામી સમયમાં આવી ભૂલ ના કરે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- YMCA કલબ પાસે કારચાલકે સર્જ્યો અકસ્માત
- રાજકોટના પાર્થ તન્નાએ સર્જ્યો અકસ્માત
- રોડ ક્રોસ કરતા વ્યક્તિને અડફેટે લેતા મોત
અમદાવાદના એસજી હાઈવે પર અકસ્માતની ઘટના સામન્ય બનતી જાય છે,આવી જ એક ઘટના વાયએમસીએ કલબ પાસે બની છે,જેમાં કાર ચાલકે રોડ ક્રોસ કરતા વ્યકિતને અડફેટે લેતા તેનું ઘટના સ્થળે મોત થયુ છે,સમગ્ર ઘટનામાં પોલીસે ગુનો નોંધી કાર ચાલકની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથધરી છે.
ટ્રાફિક પોલીસે કારચાલકની કરી ધરપકડ
એસજી હાઈવે નજીક YMCA કલબ પાસે કાર ચાલકે સર્જેલ અકસ્માતમાં રાહદારી નું મોત થયું છે.અંબાજી દર્શન કરીને પરત જઈ રહેલા રાજકોટના વતનીને કાર ચાલકે રોડ ક્રોસ કરતી વખતે અકસ્માત સર્જયો હતો અને ગંભીર ઈજાના કારણે તેમનું મોત થયું છે,ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથધરી હતી સાથે સાથે ટ્રાફિક પોલીસે કાર ચાલક પાર્થ બિપિન ભાઈ તન્ના વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર ચાલકની કરી છે ધરપકડ.
એસજી હાઈવે પર અકસ્માતની ઘટના વધી
એસજી હાઈવે એ ગાંધીનગર અને રાજકોટને જોડતો મોટો હાઈવે છે,આ હાઈવે પર રોજના હજારો વાહનો પસાર થતા હોય છે,વાહન વધુ ગતિએ ચલાવવા એ સામન્ય થઈ ગયું છે,ત્યારે વધુ ગતિને કારણે અકસ્માતોની સંખ્યામાં પણ વધારો થયો છે,રોડ ક્રોસ કરતી વખતે એક કાર ચાલકે એક વ્યકિતને અડફેટે લીધો અને તેનું મોત થયું.આવી ઘટનાઓ એસજી હાઈવે પર બનતી રહે છે,ત્યારે પોલીસ પણ આ મામલે વધુ સતર્ક બને તે જરૂરી બન્યું છે.
આવા અકસ્માત સર્જનાર સામે કડક કાર્યવાહી થાય
પોતાની મસ્તીમાં મસ્ત થઈને વાહનચાલકો કોઈને પણ નુકસાન પહોંચાડતા હોય છે,કયારેક સ્ટંટ કરવો તો કયારે વધુ ગતિએ વાહન ચલાવવુ તે સામન્ય બની ગયુ છે,ત્યારે પોલીસ આવા વાહનચાલકો સામે કડક કાર્યવાહી કરે તે જરૂરી બન્યું છે,પોલીસે આવા વાહનચાલકોને કાયદાનો પાઠ ભણાવવો જોઈએ જેથી અગામી સમયમાં આવી ભૂલ ના કરે.