Valsad પોલીસે 7 હજારથી વધુ લોકોની પૂછપરછ કરી હત્યા-રેપનો ગુનો ઉકેલ્યો

વલસાડ જિલ્લા પોલીસને મોટી સફળતા મળી હોવાની વાત સામે આવી છે,જેમાં પારડી વિસ્તારમાં દુષ્કર્મ અને હત્યાના ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો છે,પોલીસે પાંચ રાજયમાં પાંચથી સાત હજાર લોકોની પૂછપરછ કરી હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે.ઘટનાના 11 દિવસબાદ પોલીસને આ કેસમાં સફળતા મળી હોવાની વાત સામે આવી છે.એક હજારથી વધુ સીસીટીવી કેમેરાની તપાસ કરવામાં આવી છે. પોલીસે આરોપીની પૂછપરછ કરી પારડીમાં દુષ્કર્મ કર્યા બાદ હત્યાના કેસના આરોપીની ધરપકડ કરવામાં આવી છે.રેલવે અને વલસાડ પોલીસે આરોપીની ધરપકડ કરી છે,પોલીસ પાસે રેલવે સ્ટેશનના સીસીટીવી આવ્યા હતા જેમાં એક શંકાસ્પદ વ્યકિત જઈ રહ્યો હતો અને તેના આધારે ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે.આરોપીની વાપી રેલવે સ્ટેશનથી ધરપકડ કરવામા આવી છે.14 નવેમ્બરના રોજ આ ઘટના બની હતી તેમાં 300 પોલીસની અલગ-અલગ ટીમો કામે લાગી હતી. જાણો પોલીસે કંઈ રીતે પાર પાડયું ઓપરેશન જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં 3 Dysp,15 પીઆઈ, 10થી વધુ psi દ્વારા આરોપીને પડકવા અલગ અલગ ટીમો અલગ અલગ કામોમાં લાગી હતી જેમાં પોલીસે અલગ-અલગ રાજયોમાં પાંચથી સાત હજાર લોકોની પૂછપરછ કરી હતી.આરોપીને પકડવા પોલીસએ 5 થી વધુ રાજ્યોમાં ધામા નાખ્યા હતા અને અમદાવાદથી લઇ મહારાષ્ટ્રના કલ્યાણ, પુણે સુધીના રેલવે સ્ટેશન પર રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરી લોકોની પૂછપરછ કરી હતી. બાળકો બોલ શોધવા ગયા તો માનવ કંકાલના અવશેષો મળ્યા બનાવની જો વિગતવાર વાત કરીએ તો વલસાડના છેવાડે આવેલા ભાગનાવડા ગામમાં આ બનાવ સામે આવ્યો છે. જ્યાં ઝાડીઓમાંથી માનવ કંકાલના અવશેષો મળી આવ્યા છે. બાળકો ક્રિકેટ રમતા હતા તે સમયે ઝાડીઓમાં બોલ ગયો તો બાળકો બોલ શોધવા ત્યાં ગયા. જ્યાં તેમની નજર માનવ કંકાલના અવશેષો પર પડી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ સ્થળ પર તુરંત પહોંચી હતી.

Valsad પોલીસે 7 હજારથી વધુ લોકોની પૂછપરછ કરી હત્યા-રેપનો ગુનો ઉકેલ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વલસાડ જિલ્લા પોલીસને મોટી સફળતા મળી હોવાની વાત સામે આવી છે,જેમાં પારડી વિસ્તારમાં દુષ્કર્મ અને હત્યાના ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો છે,પોલીસે પાંચ રાજયમાં પાંચથી સાત હજાર લોકોની પૂછપરછ કરી હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે.ઘટનાના 11 દિવસબાદ પોલીસને આ કેસમાં સફળતા મળી હોવાની વાત સામે આવી છે.એક હજારથી વધુ સીસીટીવી કેમેરાની તપાસ કરવામાં આવી છે.

પોલીસે આરોપીની પૂછપરછ કરી

પારડીમાં દુષ્કર્મ કર્યા બાદ હત્યાના કેસના આરોપીની ધરપકડ કરવામાં આવી છે.રેલવે અને વલસાડ પોલીસે આરોપીની ધરપકડ કરી છે,પોલીસ પાસે રેલવે સ્ટેશનના સીસીટીવી આવ્યા હતા જેમાં એક શંકાસ્પદ વ્યકિત જઈ રહ્યો હતો અને તેના આધારે ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે.આરોપીની વાપી રેલવે સ્ટેશનથી ધરપકડ કરવામા આવી છે.14 નવેમ્બરના રોજ આ ઘટના બની હતી તેમાં 300 પોલીસની અલગ-અલગ ટીમો કામે લાગી હતી.

જાણો પોલીસે કંઈ રીતે પાર પાડયું ઓપરેશન

જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં 3 Dysp,15 પીઆઈ, 10થી વધુ psi દ્વારા આરોપીને પડકવા અલગ અલગ ટીમો અલગ અલગ કામોમાં લાગી હતી જેમાં પોલીસે અલગ-અલગ રાજયોમાં પાંચથી સાત હજાર લોકોની પૂછપરછ કરી હતી.આરોપીને પકડવા પોલીસએ 5 થી વધુ રાજ્યોમાં ધામા નાખ્યા હતા અને અમદાવાદથી લઇ મહારાષ્ટ્રના કલ્યાણ, પુણે સુધીના રેલવે સ્ટેશન પર રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરી લોકોની પૂછપરછ કરી હતી.

બાળકો બોલ શોધવા ગયા તો માનવ કંકાલના અવશેષો મળ્યા

બનાવની જો વિગતવાર વાત કરીએ તો વલસાડના છેવાડે આવેલા ભાગનાવડા ગામમાં આ બનાવ સામે આવ્યો છે. જ્યાં ઝાડીઓમાંથી માનવ કંકાલના અવશેષો મળી આવ્યા છે. બાળકો ક્રિકેટ રમતા હતા તે સમયે ઝાડીઓમાં બોલ ગયો તો બાળકો બોલ શોધવા ત્યાં ગયા. જ્યાં તેમની નજર માનવ કંકાલના અવશેષો પર પડી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ સ્થળ પર તુરંત પહોંચી હતી.