Ahmedabadની LG હોસ્પિટલમાં દર્દીના સગાએ ડોકટરનું ગળુ પકડી કરી ઝપાઝપી

અમદાવાદની LG હોસ્પિટલમાં ડોકટર પર હુમલો કેજ્યુલિટી વોર્ડમાં દર્દીના સગાએ કરી ઝપાઝપી દર્દીના સગાએ ડોક્ટરનું ગળું પકડી કરી ઝપાઝપી અમદાવાદની એલજી હોસ્પિટલમાં ફરી ડોકટર પર હુમલો થયાની ઘટના સામે આવી છે.દર્દીના સગા દ્રારા આ હુમલો કરતા હોસ્પિટલમાં દોડધામ મચી હતી,ડોકટરને ગળાના ભાગેથી દર્દીના સગાઓએ પકડયા અને ઝપાઝપી કરી હતી,તો હોસ્પિટલમાં અન્ય સ્ટાફ દોડી આવતા ડોકટરને છોડાવ્યા હતા.મણિનગર પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહી કરી હતી. કેસ કઢાવવાનું કહેતા દર્દીના સગા ઉશ્કેરાયા સુરક્ષાના દાવા વચ્ચે અમદાવાદની એલજી હોસ્પિટલમાં ડોકટર પર હુમલાની ઘટના બનતા અન્ય ડોકટરોમાં રોષની લાગણી જોવા મળી હતી,ડોકટરે કીધુ કે પહેલા દર્દીનો કેસ કઢાવી લો અને ત્યારબાદ સારવાર શરૂ કરીએ,એટલામાં દર્દી સાથે રહેલા સગાઓએ ડોકટરને ગળાના ભાગેથી પકડી લીધા અને હુમલો કર્યો હતો,સાથે સાથે ડોક્ટર અને સહકર્મીને જોઈ લેવાની સગાઓએ ધમકી આપી છે તેવો આક્ષેપ ડોકટર દ્રારા કરવામાં આવ્યો છે. કેજ્યુઅલ્ટી વોર્ડમાં બની ઘટના દર્દીના સગાએ ડોક્ટરનું ગળું પકડી ઝપાઝપી કરતા આસપાસ લોકોના ટોળા ઉમટી પડયા હતા,સાથે સાથે સગાઓએ ડોકટરને ધમકી આપી અને કીધુ કે તને જોઈ લઈશુ તેના કારણે ડોકટર પણ ગભરાઈ ગયા હતા,આસપાસના લોકોએ ડોકટરને છોડાવ્યા હતા અને દર્દીઓના સગાને શાંતિથી વાત કરવા કહ્યું હતુ,તો હોસ્પિટલના સ્ટાફમાં પણ અન્ય ડોકટરો ગભરાઈ ગયા હતા. પોલીસે નોંધ્યો ગુનો સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસનો સ્ટાફ હોસ્પિટલમાં પહોંચ્યો હતો અને તપાસ હાથધરી હતી,તો બીજી તરફ પોલીસે હોસ્પિટલના સીસીટીવી પણ તપાસ અર્થે લીધા છે,ડોકટરનું નિવેદન લઈ દર્દીના સગાઓ સામે ગુનો નોંધ્યો છે.કુલ બે વ્યકિત સામે ફરજમાં રૂકાવટને લઈ મણિનગર પોલીસે ગુનો નોંધ્યો છે.પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે,ફરિયાદી ડોકટરને આરોપીઓએ કહ્યું કે,તને જોઈ લઈશુ,પહેલા તું સારવાર કર એમ કરીને ધક્કો માર્યો હતો.  

Ahmedabadની LG હોસ્પિટલમાં દર્દીના સગાએ ડોકટરનું ગળુ પકડી કરી ઝપાઝપી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અમદાવાદની LG હોસ્પિટલમાં ડોકટર પર હુમલો
  • કેજ્યુલિટી વોર્ડમાં દર્દીના સગાએ કરી ઝપાઝપી
  • દર્દીના સગાએ ડોક્ટરનું ગળું પકડી કરી ઝપાઝપી

અમદાવાદની એલજી હોસ્પિટલમાં ફરી ડોકટર પર હુમલો થયાની ઘટના સામે આવી છે.દર્દીના સગા દ્રારા આ હુમલો કરતા હોસ્પિટલમાં દોડધામ મચી હતી,ડોકટરને ગળાના ભાગેથી દર્દીના સગાઓએ પકડયા અને ઝપાઝપી કરી હતી,તો હોસ્પિટલમાં અન્ય સ્ટાફ દોડી આવતા ડોકટરને છોડાવ્યા હતા.મણિનગર પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહી કરી હતી.

કેસ કઢાવવાનું કહેતા દર્દીના સગા ઉશ્કેરાયા

સુરક્ષાના દાવા વચ્ચે અમદાવાદની એલજી હોસ્પિટલમાં ડોકટર પર હુમલાની ઘટના બનતા અન્ય ડોકટરોમાં રોષની લાગણી જોવા મળી હતી,ડોકટરે કીધુ કે પહેલા દર્દીનો કેસ કઢાવી લો અને ત્યારબાદ સારવાર શરૂ કરીએ,એટલામાં દર્દી સાથે રહેલા સગાઓએ ડોકટરને ગળાના ભાગેથી પકડી લીધા અને હુમલો કર્યો હતો,સાથે સાથે ડોક્ટર અને સહકર્મીને જોઈ લેવાની સગાઓએ ધમકી આપી છે તેવો આક્ષેપ ડોકટર દ્રારા કરવામાં આવ્યો છે.

કેજ્યુઅલ્ટી વોર્ડમાં બની ઘટના

દર્દીના સગાએ ડોક્ટરનું ગળું પકડી ઝપાઝપી કરતા આસપાસ લોકોના ટોળા ઉમટી પડયા હતા,સાથે સાથે સગાઓએ ડોકટરને ધમકી આપી અને કીધુ કે તને જોઈ લઈશુ તેના કારણે ડોકટર પણ ગભરાઈ ગયા હતા,આસપાસના લોકોએ ડોકટરને છોડાવ્યા હતા અને દર્દીઓના સગાને શાંતિથી વાત કરવા કહ્યું હતુ,તો હોસ્પિટલના સ્ટાફમાં પણ અન્ય ડોકટરો ગભરાઈ ગયા હતા.

પોલીસે નોંધ્યો ગુનો

સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસનો સ્ટાફ હોસ્પિટલમાં પહોંચ્યો હતો અને તપાસ હાથધરી હતી,તો બીજી તરફ પોલીસે હોસ્પિટલના સીસીટીવી પણ તપાસ અર્થે લીધા છે,ડોકટરનું નિવેદન લઈ દર્દીના સગાઓ સામે ગુનો નોંધ્યો છે.કુલ બે વ્યકિત સામે ફરજમાં રૂકાવટને લઈ મણિનગર પોલીસે ગુનો નોંધ્યો છે.પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે,ફરિયાદી ડોકટરને આરોપીઓએ કહ્યું કે,તને જોઈ લઈશુ,પહેલા તું સારવાર કર એમ કરીને ધક્કો માર્યો હતો.