Dwarkaમાં નિર્જન ટાપુઓ ઉપર પોલીસનું કોમ્બિંગ, અગાઉ ગેરકાયદેસર દબાણો કરાયા હતા દૂર

દ્રારકાના નિર્જન ટાપુઓ ઉપર પોલીસે કોમ્બિંગ હાથ ધર્યુ છે જેમાં અલગ-અલગ ટાપુઓ પર SOGએ ચેકિંગ હાથ ધર્યું છે,ગેરકાયદે દબાણો ન થાય તેના માટે સૂચનો આપવામાં આવ્યા છે,રાજકોટ રેન્જ આઇજીના માર્ગદર્શન હેઠળ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે,ભૂતકાળમાં ટાપુઓ પર થતી દેશ વિરોધી પ્રવૃત્તિઓ અટકાવવા માટે કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે.ટાપુઓ પરથી ગેરકાયદે બાંધકામો કરાયા છે દૂર. અગાઉ ગેરકાયદેસર પ્રવેશ કરતા 8 આરોપીઓ ઝડપાયા દ્વારકાના ટાપુ પરથી ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરતા 8 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા,આરોપીઓ ખારા-મીઠા સૂચણા ટાપુથી ઘૂસણખોરી કરતા હતા અને આરોપીઓ પાસેથી ગોપ ગોરીશા નામની ફિશિંગ બોટ પણ ઝડપી પાડવામાં આવી છે,7 નિર્જન ટાપુઓ પર માનવ પ્રવેશ પર છે પ્રતિબંધ તેમ છત્તા આરોપીઓ ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરતા હોવાની વાત સામે આવી છે,ભૂતકાળમાં ટાપુઓ પર થતી દેશ વિરોધી પ્રવૃત્તિઓને પણ સરકારે અટકાવી હતી. ટાપુઓ પરથી ગેરકાયદે બાંધકામો કરાયા છે દૂર ઓખા મરીન પોલીસ સ્ટાફ દ્રારા દરિયામાં પેટ્રોલીંગ દરમિયાન ખારા-મીઠા સૂચણા ટાપુ પરથી આઠ ઈસમોને ગેર કાયદેસર રીતે પ્રવેશ કરતા ઝડપી પાડવામાં આવ્યા છે,ફિશિંગ બોટ ગોપ ગોરીશા રજી નં-IND -JG-37-MM-885ની ટાપુ પાસે દરિયાના પાણીમાં ફિશિંગ ઝાળ નાખી ટાપુમાં અનઅધિકૃત પ્રવેશ કર્યો.ગઇકાલે આ સાત ટાપુઓ પરથી ગેર કાયદેસર બાંધકામો દૂર કરાયાં છે.રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા આ સાત જેટલા નિર્જન ટાપુઓ પર જવાનું બંધ કરવામાં આવ્યું છે. દેવભૂમિ દ્વારકાના 21 ટાપુઓ પર પૂર્વ મંજૂરી વિના પ્રવેશ પર પ્રતિબંધ જિલ્લામાં આવેલ 21 ટાપુઓ જેવા કે (૧) ધાની ઉર્ફે ડની ટાપુ, (૨) ગાંધીયોકડો ટાપુ, (૩) કાલુભાર ટાપુ, (૪) રોઝી ટાપુ, (૫) પાનેરો ટાપુ, (૬) ગડુ (ગારૂ) ટાપુ, (૭) સાનબેલી (શિયાળી) ટાપુ, (૮) ખીમરોઘાટ ટાપુ, (૯) આશાબાપીર ટાપુ (૧૦) ભેંદર ટાપુ (૧૧) ચાંક ટાપુ (૧૨) ધબધબો (દબદબો) ટાપુ (૧૩) દીવડી ટાપુ (૧૪) સામીયાણી ટાપુ (૧૫) નોરૂ ટાપુ (૧૬) માન મરૂડી ટાપુ (૧૭) લેફા મરૂડી ટાપુ (૧૮) લંધા મરૂડી ટાપુ (૧૯) કોઠાનું જંગલ ટાપુ (૨૦) ખારા મીઠા ચુષ્ણા ટાપુ (૨૧) કુડચલી ટાપુ ઉપર જે તે ટાપુની મહેસુલી હકુમત ધરાવતા પ્રાંત અધિકારી અને સબ-ડિવીઝનલ મેજીસ્ટ્રેટની લેખિત પૂર્વ મંજુરી વિના પ્રવેશ કરવા પર પ્રતિબંધ ફરમાવેલ છે. આ જાહેરનામું તા.૩૦/૦૧/૨૦૨૫થી તા.30/0૩/૨૦૨૫ સુધી અમલમાં રહેશે.દ્વારકાના દરિયામાં 24 જેટલા ટાપુ આવેલા છે. જેમાં માત્ર બે ટાપુ પર જ માનવ વસાહતો છે. બાકીના 21 ટાપુ નિર્જન છે. એટલે 21 ટાપુઓ પર મંજુરી વિના પ્રવેશ પર પ્રતિબંધ 30 જાન્યુ.થી 30 માર્ચ સુધી અમલમાં રહેશે.

Dwarkaમાં નિર્જન ટાપુઓ ઉપર પોલીસનું કોમ્બિંગ, અગાઉ ગેરકાયદેસર દબાણો કરાયા હતા દૂર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

દ્રારકાના નિર્જન ટાપુઓ ઉપર પોલીસે કોમ્બિંગ હાથ ધર્યુ છે જેમાં અલગ-અલગ ટાપુઓ પર SOGએ ચેકિંગ હાથ ધર્યું છે,ગેરકાયદે દબાણો ન થાય તેના માટે સૂચનો આપવામાં આવ્યા છે,રાજકોટ રેન્જ આઇજીના માર્ગદર્શન હેઠળ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે,ભૂતકાળમાં ટાપુઓ પર થતી દેશ વિરોધી પ્રવૃત્તિઓ અટકાવવા માટે કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે.ટાપુઓ પરથી ગેરકાયદે બાંધકામો કરાયા છે દૂર.

અગાઉ ગેરકાયદેસર પ્રવેશ કરતા 8 આરોપીઓ ઝડપાયા

દ્વારકાના ટાપુ પરથી ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરતા 8 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા,આરોપીઓ ખારા-મીઠા સૂચણા ટાપુથી ઘૂસણખોરી કરતા હતા અને આરોપીઓ પાસેથી ગોપ ગોરીશા નામની ફિશિંગ બોટ પણ ઝડપી પાડવામાં આવી છે,7 નિર્જન ટાપુઓ પર માનવ પ્રવેશ પર છે પ્રતિબંધ તેમ છત્તા આરોપીઓ ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરતા હોવાની વાત સામે આવી છે,ભૂતકાળમાં ટાપુઓ પર થતી દેશ વિરોધી પ્રવૃત્તિઓને પણ સરકારે અટકાવી હતી.

ટાપુઓ પરથી ગેરકાયદે બાંધકામો કરાયા છે દૂર

ઓખા મરીન પોલીસ સ્ટાફ દ્રારા દરિયામાં પેટ્રોલીંગ દરમિયાન ખારા-મીઠા સૂચણા ટાપુ પરથી આઠ ઈસમોને ગેર કાયદેસર રીતે પ્રવેશ કરતા ઝડપી પાડવામાં આવ્યા છે,ફિશિંગ બોટ ગોપ ગોરીશા રજી નં-IND -JG-37-MM-885ની ટાપુ પાસે દરિયાના પાણીમાં ફિશિંગ ઝાળ નાખી ટાપુમાં અનઅધિકૃત પ્રવેશ કર્યો.ગઇકાલે આ સાત ટાપુઓ પરથી ગેર કાયદેસર બાંધકામો દૂર કરાયાં છે.રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા આ સાત જેટલા નિર્જન ટાપુઓ પર જવાનું બંધ કરવામાં આવ્યું છે.

દેવભૂમિ દ્વારકાના 21 ટાપુઓ પર પૂર્વ મંજૂરી વિના પ્રવેશ પર પ્રતિબંધ

જિલ્લામાં આવેલ 21 ટાપુઓ જેવા કે (૧) ધાની ઉર્ફે ડની ટાપુ, (૨) ગાંધીયોકડો ટાપુ, (૩) કાલુભાર ટાપુ, (૪) રોઝી ટાપુ, (૫) પાનેરો ટાપુ, (૬) ગડુ (ગારૂ) ટાપુ, (૭) સાનબેલી (શિયાળી) ટાપુ, (૮) ખીમરોઘાટ ટાપુ, (૯) આશાબાપીર ટાપુ (૧૦) ભેંદર ટાપુ (૧૧) ચાંક ટાપુ (૧૨) ધબધબો (દબદબો) ટાપુ (૧૩) દીવડી ટાપુ (૧૪) સામીયાણી ટાપુ (૧૫) નોરૂ ટાપુ (૧૬) માન મરૂડી ટાપુ (૧૭) લેફા મરૂડી ટાપુ (૧૮) લંધા મરૂડી ટાપુ (૧૯) કોઠાનું જંગલ ટાપુ (૨૦) ખારા મીઠા ચુષ્ણા ટાપુ (૨૧) કુડચલી ટાપુ ઉપર જે તે ટાપુની મહેસુલી હકુમત ધરાવતા પ્રાંત અધિકારી અને સબ-ડિવીઝનલ મેજીસ્ટ્રેટની લેખિત પૂર્વ મંજુરી વિના પ્રવેશ કરવા પર પ્રતિબંધ ફરમાવેલ છે. આ જાહેરનામું તા.૩૦/૦૧/૨૦૨૫થી તા.30/0૩/૨૦૨૫ સુધી અમલમાં રહેશે.દ્વારકાના દરિયામાં 24 જેટલા ટાપુ આવેલા છે. જેમાં માત્ર બે ટાપુ પર જ માનવ વસાહતો છે. બાકીના 21 ટાપુ નિર્જન છે. એટલે 21 ટાપુઓ પર મંજુરી વિના પ્રવેશ પર પ્રતિબંધ 30 જાન્યુ.થી 30 માર્ચ સુધી અમલમાં રહેશે.