Kheda જિલ્લાની નગરપાલિકામાં વોટર એટીએમમાં ભ્રષ્ટાચારની ગંધ ! રૂપિયા ચાંઉ થયા !
ખેડા જીલ્લાની મોટાભાગની નગરપાલિકાઓમાં ભૂતકાળમાં પીવાના પાણી મામલે અનેક યોજનાઓમાં ભ્રષ્ટાચાર કરી ચૂકી છે ત્યારે ખેડા નગરપાલિકા દ્વારા નગરમાં વોટર એટીએમ મૂકવામા આવતા અનેક વિવાદો થયા છે.ત્યારે આ સમગ્ર ઘટના શું થઈ થઈ છે તેને લઈ વાંચો અમારો સ્પેશિયલ અહેવાલ. વોટર એટીએમનો વિવાદ ખેડા જીલ્લાની ખેડા નગરપાલિકા દ્વારા ખરીદવામાં આવેલ ત્રણ વોટર એટીએમ મશીન એ વહીવટદારના શાસનમાં ખરીદવામાં આવેલ હોવાને કારણે વિવાદોમાં આવ્યા છે આ ઉપરાંત આ વોટર એટીએમ મશીન પર એ પણ આક્ષેપ લગાવવામાં આવી રહ્યા છે કે ડાકોર અને ખેડા નગરપાલિકા દ્વારા એક જ એજન્સી પાસેથી વોટર એટીએમ ખરીદવામાં આવ્યા છે તેમ છતાં સૂત્રો પાસેથી માહિતી અનુસાર ખેડા નગરપાલિકાએ 22 લાખ રૂપિયામાં ત્રણ વોટર એટીએમ મશીન ખરીદ્યા છે જ્યારે કે ડાકોર નગરપાલિકાએ ₹35 લાખમાં છ વૉટર એટીએમ મશીન ખરીદ્યા છે ત્યારે આ ચોંકાવનારી માહિતી ને લઈ લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. લોકોમાં જોવા મળ્યો આક્રોશ સાથે સ્થાનિકો તેમજ વિરોધ પક્ષના નેતાઓ દ્વારા પણ આ મામલે આક્રોશ વ્યક્તિ કરતાં કહેવામાં આવી રહ્યું છે કે ભૂતકાળમાં નગરપાલિકાએ કરોડના ખર્ચે ખેડાવાસીઓને પીવાનું શુદ્ધ પાણી માટેની યોજનાઓ અર્થે પાંચ થી સાત કરોડ રૂપિયા ખર્ચ્યા છે છતાં આજ દિન સુધી પીવાનું શુદ્ધ પાણી નથી મળી રહ્યું અને અત્યારે વોટર એટીએમ મશીન મૂકીને પીવાના પાણી માટે ખેડાવાસીઓ પૈસા ખર્ચી શુદ્ધ પાણી પીવા મજબૂર બની રહ્યા છે.ત્યારે વોટર એટીએમ મશીન દ્વારા આપવામાં આવી રહેલું આ શુદ્ધ પાણી ખરેખર શુદ્ધ છે કે નહીં તેની રિયાલિટી ચેક કરતા ખૂબ જ ચોકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે.ભૂતકાળમાં મૂકવામાં આવેલ મિનરલ વોટર પ્લાન્ટ પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચાર વોટર એટીએમ મશીનમાં ભ્રષ્ટાચાર બાદ શું કોઈ યોગ્ય કાર્યવાહી થશે કે કેમ તે હવે ખેડાવાસીઓ માંગ કરી રહ્યા છે. યાત્રાધામમાં પણ એટીએમ ધૂળ ખાઈ રહ્યાં છે સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં સરકારના લાખો રૂપિયા ખરતી વોટર એટીએમ મશીન મૂકવામાં આવ્યા છે પરંતુ આ વોટર એટીએમ મશીન અત્યારે દૂળ ખાઈ રહ્યા છે,પ્રજાના પૈસા પાણીમાં ઠાકોરજીના દર્શનાર્થે લાખોની સંખ્યામાં ભક્તો આવતા હોય છે. ત્યારે ભક્તોને પ્રાથમિક સુવિધા મળે તે માટે નગરપાલિકાએ લાખો રૂપિયાના ખર્ચે વોટર એટીએમ મશીન મૂકવામાં આવ્યા. જો કે મંદિરે જવાના મુખ્ય માર્ગ ઉપર પાંચ જગ્યા ઉપર મૂકવામાં આવેલા વોટર ATM મશીન ધૂળ ખાઈ રહ્યા છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ખેડા જીલ્લાની મોટાભાગની નગરપાલિકાઓમાં ભૂતકાળમાં પીવાના પાણી મામલે અનેક યોજનાઓમાં ભ્રષ્ટાચાર કરી ચૂકી છે ત્યારે ખેડા નગરપાલિકા દ્વારા નગરમાં વોટર એટીએમ મૂકવામા આવતા અનેક વિવાદો થયા છે.ત્યારે આ સમગ્ર ઘટના શું થઈ થઈ છે તેને લઈ વાંચો અમારો સ્પેશિયલ અહેવાલ.
વોટર એટીએમનો વિવાદ
ખેડા જીલ્લાની ખેડા નગરપાલિકા દ્વારા ખરીદવામાં આવેલ ત્રણ વોટર એટીએમ મશીન એ વહીવટદારના શાસનમાં ખરીદવામાં આવેલ હોવાને કારણે વિવાદોમાં આવ્યા છે આ ઉપરાંત આ વોટર એટીએમ મશીન પર એ પણ આક્ષેપ લગાવવામાં આવી રહ્યા છે કે ડાકોર અને ખેડા નગરપાલિકા દ્વારા એક જ એજન્સી પાસેથી વોટર એટીએમ ખરીદવામાં આવ્યા છે તેમ છતાં સૂત્રો પાસેથી માહિતી અનુસાર ખેડા નગરપાલિકાએ 22 લાખ રૂપિયામાં ત્રણ વોટર એટીએમ મશીન ખરીદ્યા છે જ્યારે કે ડાકોર નગરપાલિકાએ ₹35 લાખમાં છ વૉટર એટીએમ મશીન ખરીદ્યા છે ત્યારે આ ચોંકાવનારી માહિતી ને લઈ લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.
લોકોમાં જોવા મળ્યો આક્રોશ
સાથે સ્થાનિકો તેમજ વિરોધ પક્ષના નેતાઓ દ્વારા પણ આ મામલે આક્રોશ વ્યક્તિ કરતાં કહેવામાં આવી રહ્યું છે કે ભૂતકાળમાં નગરપાલિકાએ કરોડના ખર્ચે ખેડાવાસીઓને પીવાનું શુદ્ધ પાણી માટેની યોજનાઓ અર્થે પાંચ થી સાત કરોડ રૂપિયા ખર્ચ્યા છે છતાં આજ દિન સુધી પીવાનું શુદ્ધ પાણી નથી મળી રહ્યું અને અત્યારે વોટર એટીએમ મશીન મૂકીને પીવાના પાણી માટે ખેડાવાસીઓ પૈસા ખર્ચી શુદ્ધ પાણી પીવા મજબૂર બની રહ્યા છે.ત્યારે વોટર એટીએમ મશીન દ્વારા આપવામાં આવી રહેલું આ શુદ્ધ પાણી ખરેખર શુદ્ધ છે કે નહીં તેની રિયાલિટી ચેક કરતા ખૂબ જ ચોકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે.ભૂતકાળમાં મૂકવામાં આવેલ મિનરલ વોટર પ્લાન્ટ પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચાર વોટર એટીએમ મશીનમાં ભ્રષ્ટાચાર બાદ શું કોઈ યોગ્ય કાર્યવાહી થશે કે કેમ તે હવે ખેડાવાસીઓ માંગ કરી રહ્યા છે.
યાત્રાધામમાં પણ એટીએમ ધૂળ ખાઈ રહ્યાં છે
સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં સરકારના લાખો રૂપિયા ખરતી વોટર એટીએમ મશીન મૂકવામાં આવ્યા છે પરંતુ આ વોટર એટીએમ મશીન અત્યારે દૂળ ખાઈ રહ્યા છે,પ્રજાના પૈસા પાણીમાં ઠાકોરજીના દર્શનાર્થે લાખોની સંખ્યામાં ભક્તો આવતા હોય છે. ત્યારે ભક્તોને પ્રાથમિક સુવિધા મળે તે માટે નગરપાલિકાએ લાખો રૂપિયાના ખર્ચે વોટર એટીએમ મશીન મૂકવામાં આવ્યા. જો કે મંદિરે જવાના મુખ્ય માર્ગ ઉપર પાંચ જગ્યા ઉપર મૂકવામાં આવેલા વોટર ATM મશીન ધૂળ ખાઈ રહ્યા છે.