Ahmedabadના નરોડામાં માતા-પુત્રના આપઘાત કેસમાં પોલીસે પતિ-સસરા-સાસુની કરી ધરપકડ

અમદાવાદના નરોડામાં ગઈકાલે હંસપુર રોડ પર માતા-પુત્રએ આપઘાત કર્યો હતો જેને લઈ પોલીસે તપાસ હાથધરી હતી પહેલા માતાએ પુત્રને ફેંકયો અને ત્યારબાદ તેણે ઘરની બાલકનીમાંથી કૂદીને આપઘાત કરી લીધો હતો,આ સમગ્ર કેસમાં માહિતી સામે આવી છે કે મહિલાને તેના સાસરીયાઓ હેરાન કરતા હતા અને તેને લઈ આપઘાત કર્યો છે,મહિલા માનસિક બીમાર હતી તેવી વાત પહેલા સામે આવી હતી પરંતુ આ વાત ઉભી કરેલી હતી. પતિની પણ કરાઈ ધરપકડ આ સમગ્ર કેસમાં પોલીસે મૃતદેહને પીએમ અર્થે મોકલીને પોસ્ટમોર્ટમ પણ કરાવ્યુ હતુ સાથે સાથે મહિલાનાં પોલીસકર્મી પતિ, સસરા, સાસુની નરોડા પોલીસે ધરપકડ કરી છે અને દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધી છે,પતિ હિંમતનગરમાં પોલીસ વિભાગમાં ફરજ બજાવે છે અને તેની પણ ધરપકડ કરીને વધુ તપાસ હાથધરી છે,સાથે સાથે મૃતક મહિલાના પરિવારજનોના પણ નિવેદન લેવામાં આવ્યા છે,ત્યારે આ કેસમાં આગામી સમયમાં શું ખુલાસા થાય છે તે જોવાનું રહ્યું.પોલીસે પુરાવા એકઠા કરીને કાર્યવાહી કરી છે. મૃતક મહિલાના મારવામાં આવતો હતો માર ઘટનાની જાણ થતા નરોડા પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથધરી હતી. પ્રાથમિક તપાસમાં આપઘાતનું સ્પષ્ટ કારણ સામે આવ્યું ન હતુ પરંતુ ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવતા સમગ્ર માહિતી સામે આવી હતી.આપઘાત કરનાર પરણિત મહિલાના પિયર પક્ષના પરિવારજનોનો આરોપ છે કે સાસરીયા પક્ષ દ્વારા અવારનવાર તેની સાથે મારપીટ કરીને માસિક ત્રાસ આપવામાં આવતો હતો. આ મૃતક મહિલાના ભાઈએ દાવો કર્યો છે કે પાછલા પાંચ વર્ષથી તેની બહેન સાથે સાસરીયા પક્ષમાં પતિ અને સાસુ માનસિક ત્રાસ આપતા હતા. આત્મહત્યાના પ્રયાસો અટકાવવા માટેના પગલાં 01-માતા -પિતા, શિક્ષકો, શાળા તથા કોલેજના સંચાલકોમાં આત્મહત્યા અંગે જાણકારી આપીને બાળકો, યુવાનો માં થતી આત્મહત્યાના બનાવો ઘટાડી શકાય છે. 02-સમાજમાં વિવિધ સંસ્થાઓ, કલબો, આત્મહત્યા નિવારણ અંગેના કાર્યક્રમોનું આયોજન કરી સમાજમાં જાગૃતિ લાવી શકાય, માનસિક 03-બીમારીઓ અને મનોવૈજ્ઞાનિક સમસ્યા એ આત્મહત્યાના અગત્યના કારણો છે જે માટે યોગ્ય પ્રોફેશનલ સલાહકાર ની સલાહ અને સારવાર લેવી જરૂરી છે. તે કોઈપણ શરમ, સંકોચ કે ડર વગર લેવાવા જોઈએ. આ અભિગમ સમાજમાં પ્રવર્તે તે ખુબ જરૂરી છે,જેથી માનસિક બીમારીઓ અને તેની સારવાર અંગેની ગેરમાન્યતા અને ડર ઓછા થાય તેવા પગલાં લેવા જરૂરી છે. 03-સરકાર પણ આત્મહત્યા નિવારણ માટે ઘણા પગલાઓ લઇ શકે જેમ કે અમુક જોખમકારક દવાઓ, પદાર્થો પર પ્રતિબંધ મૂકી શકાય, અમુક દવાઓ ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર ના જ મળે, જોખમી જગ્યાઓ પર સલામતિના પગલા લઇ શકાય. જેમકે, ઊંચા પુલ-મકાનો પર રેલીંગ લગાડવી. યોગ્ય કાયદાઓ દ્વારા હથિયારો પાર પ્રતિબંધ, આત્મહત્યા નિવારણ હેલ્પલાઇન ચાલુ કરી શકાય. 04-બાળકો-યુવાનોમાં થતી આત્મહત્યાના નિવારણના એક પગલા સ્વરૂપે આજની શિક્ષણ વ્યવસ્થા અને પરીક્ષા વ્યવસ્થામાં મોટા ફેરફારની જરૂરિયાત છે. સ્કૂલ, કોલેજના શિક્ષણની સાથે વ્યવસાયિક ટ્રેઇનિંગ આપવી જરૂરી છે.  

Ahmedabadના નરોડામાં માતા-પુત્રના આપઘાત કેસમાં પોલીસે પતિ-સસરા-સાસુની કરી ધરપકડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદના નરોડામાં ગઈકાલે હંસપુર રોડ પર માતા-પુત્રએ આપઘાત કર્યો હતો જેને લઈ પોલીસે તપાસ હાથધરી હતી પહેલા માતાએ પુત્રને ફેંકયો અને ત્યારબાદ તેણે ઘરની બાલકનીમાંથી કૂદીને આપઘાત કરી લીધો હતો,આ સમગ્ર કેસમાં માહિતી સામે આવી છે કે મહિલાને તેના સાસરીયાઓ હેરાન કરતા હતા અને તેને લઈ આપઘાત કર્યો છે,મહિલા માનસિક બીમાર હતી તેવી વાત પહેલા સામે આવી હતી પરંતુ આ વાત ઉભી કરેલી હતી.

પતિની પણ કરાઈ ધરપકડ

આ સમગ્ર કેસમાં પોલીસે મૃતદેહને પીએમ અર્થે મોકલીને પોસ્ટમોર્ટમ પણ કરાવ્યુ હતુ સાથે સાથે મહિલાનાં પોલીસકર્મી પતિ, સસરા, સાસુની નરોડા પોલીસે ધરપકડ કરી છે અને દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધી છે,પતિ હિંમતનગરમાં પોલીસ વિભાગમાં ફરજ બજાવે છે અને તેની પણ ધરપકડ કરીને વધુ તપાસ હાથધરી છે,સાથે સાથે મૃતક મહિલાના પરિવારજનોના પણ નિવેદન લેવામાં આવ્યા છે,ત્યારે આ કેસમાં આગામી સમયમાં શું ખુલાસા થાય છે તે જોવાનું રહ્યું.પોલીસે પુરાવા એકઠા કરીને કાર્યવાહી કરી છે.

મૃતક મહિલાના મારવામાં આવતો હતો માર

ઘટનાની જાણ થતા નરોડા પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથધરી હતી. પ્રાથમિક તપાસમાં આપઘાતનું સ્પષ્ટ કારણ સામે આવ્યું ન હતુ પરંતુ ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવતા સમગ્ર માહિતી સામે આવી હતી.આપઘાત કરનાર પરણિત મહિલાના પિયર પક્ષના પરિવારજનોનો આરોપ છે કે સાસરીયા પક્ષ દ્વારા અવારનવાર તેની સાથે મારપીટ કરીને માસિક ત્રાસ આપવામાં આવતો હતો. આ મૃતક મહિલાના ભાઈએ દાવો કર્યો છે કે પાછલા પાંચ વર્ષથી તેની બહેન સાથે સાસરીયા પક્ષમાં પતિ અને સાસુ માનસિક ત્રાસ આપતા હતા.

આત્મહત્યાના પ્રયાસો અટકાવવા માટેના પગલાં

01-માતા -પિતા, શિક્ષકો, શાળા તથા કોલેજના સંચાલકોમાં આત્મહત્યા અંગે જાણકારી આપીને બાળકો, યુવાનો માં થતી આત્મહત્યાના બનાવો ઘટાડી શકાય છે.

02-સમાજમાં વિવિધ સંસ્થાઓ, કલબો, આત્મહત્યા નિવારણ અંગેના કાર્યક્રમોનું આયોજન કરી સમાજમાં જાગૃતિ લાવી શકાય, માનસિક 03-બીમારીઓ અને મનોવૈજ્ઞાનિક સમસ્યા એ આત્મહત્યાના અગત્યના કારણો છે જે માટે યોગ્ય પ્રોફેશનલ સલાહકાર ની સલાહ અને સારવાર લેવી જરૂરી છે. તે કોઈપણ શરમ, સંકોચ કે ડર વગર લેવાવા જોઈએ. આ અભિગમ સમાજમાં પ્રવર્તે તે ખુબ જરૂરી છે,જેથી માનસિક બીમારીઓ અને તેની સારવાર અંગેની ગેરમાન્યતા અને ડર ઓછા થાય તેવા પગલાં લેવા જરૂરી છે.

03-સરકાર પણ આત્મહત્યા નિવારણ માટે ઘણા પગલાઓ લઇ શકે જેમ કે અમુક જોખમકારક દવાઓ, પદાર્થો પર પ્રતિબંધ મૂકી શકાય, અમુક દવાઓ ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર ના જ મળે, જોખમી જગ્યાઓ પર સલામતિના પગલા લઇ શકાય. જેમકે, ઊંચા પુલ-મકાનો પર રેલીંગ લગાડવી. યોગ્ય કાયદાઓ દ્વારા હથિયારો પાર પ્રતિબંધ, આત્મહત્યા નિવારણ હેલ્પલાઇન ચાલુ કરી શકાય.

04-બાળકો-યુવાનોમાં થતી આત્મહત્યાના નિવારણના એક પગલા સ્વરૂપે આજની શિક્ષણ વ્યવસ્થા અને પરીક્ષા વ્યવસ્થામાં મોટા ફેરફારની જરૂરિયાત છે. સ્કૂલ, કોલેજના શિક્ષણની સાથે વ્યવસાયિક ટ્રેઇનિંગ આપવી જરૂરી છે.